Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
८/२२ लोकोत्तरार्थभावना आविर्भावनीया 0
१०७९ ઈમ જે જે રીતિ લોકાતિક્રાંત અર્થ પામિઇ, (એ સવિ) તે તે નિશ્ચયનયનો ભેદ થાઈ. તેથી લોકોત્તરાર્થભાવના આવઈ. ૮/૨રા
कर्मबन्धोदयोदीरणादिकलङ्कितसंसारिजीवगतां कर्मबन्धोदयादिजन्याऽशुद्धिम् उपेक्ष्य निश्चयनयो हि सर्वात्मगतां स्वभावसापेक्षाम् अन्तरङ्गविशुद्धिं चेतसिकृत्य ‘आत्मा सामायिकाऽहिंसाप्रत्याख्यानादिः' इत्येवं प्रतिपादयतीति भावः।
___ इत्थं यया यया रीत्या लोकातिक्रान्ता येऽर्था इह उपलभ्यन्ते ते निश्चयनयविषया भवन्ति। इमे निश्चयविषया ज्ञेयाः। तेभ्यश्च लोकोत्तरार्थविषयिणी भावना सम्पद्यते । लोकोत्तरं जिनशासनं सम्प्राप्य लोकोत्तरपदार्थविषयिणी भावनैव तावद् आत्मसात्कार्या तदनन्तरञ्च स्वभूमिकोचितव्यवहारनयानुसारतः स्वशक्त्यनिगृहनेन सर्वत्र तदनुकूला साधना आत्मसात्कायेति भावः। ____ अन्ये च पञ्च निश्चयनयविषया अग्रेतनश्लोकव्याख्यायां दर्शयिष्यन्ते इति अष्टविधः निश्चय-णि विषय इत्यवधेयम् । प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - औदार्य-दाक्षिण्य-दया-दान-विनय-वैराग्यादिलौकिकगुणसौन्दर्य
» નિર્મળ પરિણતિ : નિશ્વયવિષય છે (વર્મ) સંસારી આત્મા કર્મના બંધ-ઉદય-ઉદીરણા વગેરેથી કલંકિત છે. સંસારી જીવના કર્મબંધ -ઉદયાદિજન્ય વિકૃત સ્વરૂપની ઉપેક્ષા કરીને નિશ્ચયનય તમામ આત્મદ્રવ્યમાં રહેલ પરપદાર્થનિરપેક્ષ અંતરંગ નિર્મળ પરિણતિ ઉપર જ પોતાની દૃષ્ટિને અને રુચિને કેન્દ્રિત કરે છે. તથા આત્માની સ્વભાવસાપેક્ષ નિર્મળ પરિણતિને ઉદેશીને જ નિશ્ચયનય આત્માને સામાયિક, અહિંસા, પચ્ચખાણ, સંયમ, તપ, યોગ અને ધર્મ તરીકે જણાવે છે. આ પ્રમાણે પ્રસ્તુતમાં તાત્પર્ય સમજવું.
આ લોકાતિક્રાંત તત્ત્વ દ્વારા લોકોત્તરભાવના પ્રગટે છે. (ઘં.) આ રીતે જે જે રીતે લોકાતિક્રાંત (= સામાન્ય લોકો સ્થૂલ બુદ્ધિથી સમજી ન શકે તેવા ગહન) જે અર્થો જગતમાં ઉપલબ્ધ થાય છે, તે પદાર્થો નિશ્ચયનયના વિષયો જાણવા. તથા નિશ્ચયનયના લોકાતીત વિષયો દ્વારા લોકોત્તર પદાર્થ સંબંધી ભાવના સંપન્ન થાય છે. લોકોત્તર જિનશાસનને પ્રાપ્ત કરીને લોકોત્તર પદાર્થ સંબંધી ભાવના જ સૌપ્રથમ આત્મસાત્ કરવા યોગ્ય છે. તથા ત્યાર બાદ પોતાની ભૂમિકાને યોગ્ય એવા વ્યવહારનય મુજબ પોતાની શક્તિ છૂપાવ્યા વિના, સર્વત્ર લોકોત્તર ભાવનાને અનુકૂળ એવી સાધના આત્મસાત્ કરવી. આ પ્રમાણે પ્રસ્તુતમાં આશય છે. |
ઇ નિશ્ચયનયવિષયના આઠ પ્રકાર છે (.) નિશ્ચયનયના ત્રણ વિષયો જણાવ્યા. નિશ્ચયનયના અન્ય પાંચ વિષયો ૨૩ મા શ્લોકની વ્યાખ્યામાં જણાવવામાં આવશે. તેથી નિશ્ચયનયના વિષયો આઠ પ્રકારે છે – આ વાત ખ્યાલમાં રાખવી.
# લૌકિક-લોકોત્તર ગુણસોંદર્ય પ્રગટાવીએ # આધ્યાત્મિક ઉપનય :- ઔદાર્ય, દાક્ષિણ્ય, દયા, દાન, વિનય, વૈરાગ્ય વગેરે લૌકિક ગુણવૈભવને પ્રાપ્ત કર્યા બાદ જ જિનશાસનને મેળવવાનો વાસ્તવિક અધિકાર મળે છે. કારણ કે લૌકિક ગુણો પ્રાપ્ત