Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१०७२
* मणिप्रभा-मणिबुद्धिन्यायविमर्शः
८/२१
જિમ સવિકલ્પકજ્ઞાનનિષ્ઠ પ્રકારિતાદિક અન્યવાદી ભિન્ન માનઈં છઇ, ઇમ હૃદયમાંહિં વિચારવું. ॥૮/૨૧॥
रा
वस्तुतः प्रकृते निश्चयनयविषयो हि आंशिकतत्त्वभूतः, व्यवहारनयविषयस्तु क्वचित् तत्त्वौपयिकः क्वचिच्च तत्त्वाऽनुपायभूतः । पञ्चसूत्रोक्तरीत्या ( ५/५५) पारलौकिकप्रवृत्तिशोधकत्वात् तत्त्वौपयिकः व्यवहारविषयो हि मणिप्रभा- मणिबुद्धिन्यायेन तात्त्विक उच्यते, इतरश्च सामान्यलोकव्यवहारगोचरः ल 'अहं देहः, मम पुत्र- कलत्र - देश-दुर्गादिः' इत्यादिलक्षणः –अतात्त्विकः कथ्यते। अतो निश्चय शुं -व्यवहारनयनिरूपिता विषयता मिथो भिन्ना इति फलितम् । स्वरूपतो विभिन्नतया ज्ञेयनिष्ठविषयताभेदकारि निश्चयनयविषयित्वं व्यवहारनयविषयित्वञ्च सविकल्पात्मकं श्रुतज्ञाननिष्ठं प्रमाणज्ञानांशरूपम् अवसेयम्। ते च तथा मिथो भिन्ने, यथा नैयायिकसम्मताः सविकल्पकज्ञाननिष्ठाः प्रकारिता -विशेष्यिता-संसर्गिताख्य - विषयिताः मिथो भिन्नाः । ततश्च निश्चय व्यवहारनयप्रवृत्तिः विभिन्ना इति का चित्तेऽवधातव्यम् । अत्र द्रव्यानुयोगतर्कणायां किञ्चित् स्खलितम् ।
તાત્ત્વિક-અતાત્ત્વિક ગોચર વ્યવહાર
* &>
(વસ્તુ.) વાસ્તવિક રીતે નિશ્ચયનયનો વિષય આંશિક તત્ત્વસ્વરૂપ છે. જ્યારે વ્યવહારનયનો વિષય ક્યારેક તત્ત્વની ઉપલબ્ધિમાં ઉપાયભૂત હોય છે તથા ક્યારેક તત્ત્વોપલબ્ધિમાં ઉપાયભૂત નથી હોતો. પંચસૂત્રના છેડે દર્શાવેલ પદ્ધતિ મુજબ પારલૌકિક પ્રવૃત્તિનો શોધક હોવાથી વ્યવહારનયનો જે વિષય તત્ત્વની ઉપલબ્ધિમાં ઉપાય બને તે વિષય ‘મણિપ્રભામાં મણિની બુદ્ધિ' ન્યાયથી તાત્ત્વિક કહેવાય છે. આશય એ છે કે તેજસ્વી નાગમણિમાં ‘આ મણિ છે’ એવી બુદ્ધિનો વિષય તાત્ત્વિક છે. જ્યારે થાંભલા વગેરેના લીધે સ્વયંપ્રકાશક નાગમણિ દેખાતો ન હોવા છતાં તેની તેજસ્વી પ્રભા આજુબાજુમાં દેખાતી હોય ત્યારે મણિના બદલે મણિપ્રભામાં ‘આ મણિ છે’ આવી બુદ્ધિ દૂર રહેલા માણસને થાય તો તે બુદ્ધિનો વિષય યદ્યપિ તાત્ત્વિક
નથી. કેમ કે મણિપ્રભા મણિ નથી. પરંતુ તે બુદ્ધિના આધારે ત્યાં જનારને નાગમણિની ઉપલબ્ધિ તો થાય ર છે જ. તેથી મણિપ્રભામાં થતી મણિબુદ્ધિ મણિની ઉપલબ્ધિમાં ઉપાય બને છે. મણિપ્રભામાં મણિબુદ્ધિ તત્ત્વૌપયિક = તત્ત્વપ્રાપ્તિમાં ઉપાયભૂત = મણિપ્રાપ્તિમાં સહાયભૂત હોવાથી તાત્ત્વિક ગણાય છે. ફલપ્રાપ્તિની દૃષ્ટિએ તે બુદ્ધિનો વિષય પણ તાત્ત્વિક ગણી શકાય. આ રીતે તત્ત્વની ઉપલબ્ધિમાં ઉપાયભૂત વ્યવહારનયવિષય પણ ‘મણિપ્રભામાં મણિબુદ્ધિ' ન્યાયથી ફલદષ્ટિથી તાત્ત્વિક ગણી શકાય. તથા જે તત્ત્વની ઉપલબ્ધિમાં ઉપાયભૂત ન હોય તેવો વ્યવહારવિષય અતાત્ત્વિક કહેવાય. જેમ કે ‘હું શરીર છું, ‘મારો પુત્ર, મારી પત્ની, મારો દેશ કે કિલ્લો' વગેરે બુદ્ધિસ્વરૂપ વ્યવહારનયનો વિષય અતાત્ત્વિક છે. તેથી ફલિત થાય છે કે નિશ્ચયનિરૂપિત વિષયતા અને વ્યવહારનિરૂપિત વિષયતા પરસ્પર ભિન્ન છે. નિશ્ચય-વ્યવહારમાં રહેનારી વિષયિતા સ્વરૂપથી જ વિભિન્ન છે, સ્વયમેવ વિલક્ષણ છે. તેથી જ તે અર્થનિષ્ઠ વિષયતાને ભિન્ન સિદ્ધ કરે છે. અર્થનિષ્ઠ વિષયતાને ભિન્ન સિદ્ધ કરનાર નિશ્ચયનયનિષ્ઠ વિયિતા તથા વ્યવહારગત વિયિતા એ સવિકલ્પાત્મક શ્રુતજ્ઞાનગત છે તથા પ્રમાણજ્ઞાનના અંશસ્વરૂપ છે - તેમ જાણવું. આ બન્ને વિષયિતા પરસ્પર તે રીતે જુદી છે જે રીતે નૈયાયિકસંમત સવિકલ્પજ્ઞાનનિષ્ઠ પ્રકારિતા, વિશેષ્મિતા અને સંસર્ગિતા નામની વિષયિતા પરસ્પર જુદી છે. આથી નિશ્ચયનયની અને વ્યવહારનયની પ્રવૃત્તિ શાસ્ત્રમાં વિભિન્ન દર્શાવી છે. આમ આ બાબતને સ્વચિત્તમાં ધારવી. અહીં દ્રવ્યાનુયોગતર્કણામાં કાંઈક સ્ખલના થઈ છે.