Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१०६२ ० निश्चयेऽपि लक्षणा सम्मता 0
८/२० । द्वौ, स्याद्वाद-नयसंज्ञितौ। स्याद्वादः सकलादेशो नयो विकलसङ्कथा ।।” (ल.त्र.३/१२) इति । तथापि
नयसप्तभङ्ग्यां प्रतिभङ्ग कालाद्यष्टकाऽभेदशक्तिवृत्त्युपचारवृत्तिभ्यां नयवाक्यस्याऽपि सकलादेशात्मकता सम्मता स्याद्वादरत्नाकरे (४/४३)। इत्थञ्चात्र कालाद्यष्टकाऽभेदशक्तिवृत्त्युपचारवृत्तिभ्यामस्तित्व -तदितराऽखिलधर्मग्रहणाऽभ्युपगमे व्यवहारनयवद् निश्चयनयेऽपि उपचारवृत्तिः लक्षणाऽभिधाना अनाविलैवेति फलितम्।
सप्तभङ्ग्याः प्रतिभङ्गं सकलादेशस्वभावत्वादेकैकोऽपि भङ्गः सकलादेशविवक्षायां नयवाक्यरूपोऽपि प्रमाणं स्यात्, कालाद्यष्टभिः अभेदवृत्तिप्राधान्यादभेदवृत्त्युपचाराद् वा यौगपद्येनाऽनन्तधर्मात्मकवस्तुप्रतिपादकत्वात् । इत्थञ्च व्यवहारनये इव शुद्धद्रव्यार्थिकनयात्मके निश्चयनयेऽपि लक्षणाऽभिधाना उपचारवृत्तिः अनाविलैव । ततश्च व्यवहारवद् निश्चयेऽपि उपचारा अपक्षपातेनाऽवश्यं वाच्याः આઠ તત્ત્વના માધ્યમે અભેદગોચર શક્તિવૃત્તિથી કે અભેદગોચર ઉપચારવૃત્તિથી નયવાક્ય પણ સકલાદેશ તરીકે સમ્મત છે. આ વાત સ્યાદ્વાદરત્નાકર ગ્રંથમાં જણાવેલ છે. આ રીતે પ્રસ્તુતમાં કાલાદિ આઠ તત્ત્વસંબંધી અભેદગોચર શક્તિવૃત્તિ કે અભેદોપચારવૃત્તિ દ્વારા અસ્તિત્વનું અને અસ્તિત્વ સિવાયના તમામ ગુણધર્મોનું જ્ઞાન સ્વીકારવામાં આવે તો વ્યવહારનયની જેમ નિશ્ચયનયમાં પણ લક્ષણા' નામની ઉપચારવૃત્તિ નિરાબાધ જ રહે છે – આમ ફલિત થાય છે. આથી નિશ્ચયનયમાં પણ ઉપચાર તો આવ્યો જ.
જ નિશ્ચયનયમાં અભેદગોચર ઉપચારવૃત્તિ જ સ્પષ્ટતા :- ચોથી શાખાના ચૌદમા શ્લોકમાં સકલાદેશ, કાલાદિ આઠ તત્ત્વ, અભેદવૃત્તિપ્રાધાન્ય અને અભેદવૃત્તિઉપચાર.. ઈત્યાદિ બાબતની વિસ્તારથી છણાવટ થઈ ચૂકેલ હોવાથી ફરીથી તેનું અહીં વિવેચન કરવામાં નથી આવતું. પ્રસ્તુતમાં તાત્પર્ય એટલું જ છે કે “ચાત્ તિ વ’ આવા વાક્યસ્વરૂપ નિશ્ચયનય દ્વારા મુખ્યતયા જે અસ્તિત્વ ગુણધર્મનો વસ્તુમાં બોધ થાય છે તે જ અસ્તિત્વ ધર્મથી સંકળાયેલ તદ્વસ્તુગત અન્ય અનંતા ગુણધર્મોનું કાલાદિ આઠ તત્ત્વો દ્વારા અભેદગોચર ઉપચારવૃત્તિથી = લક્ષણાથી ભાન થાય છે. મતલબ કે “ચાત્ સ્તિ ઇવ’ વાક્યમાં રહેલ “સ્ત' પદની વસ્તુગત અનંતધર્માત્મકતામાં લક્ષણા થવાથી તે નયવાક્ય પણ અભેદગોચર ઉપચારવૃત્તિથી વસ્તુની સમગ્રતાનું = અનંતધર્માત્મકતાનું પ્રતિપાદન કરે છે. તેથી તે નયવાક્ય પણ સકલાદેશ સ્વરૂપ બને છે. આમ સ્યાદ્વાદરત્નાકર ગ્રંથ મુજબ, નિશ્ચયનયમાં પણ ઉપચારવૃત્તિ = લક્ષણા નામની જઘન્યવૃત્તિસ્વરૂપ ઉપચાર માન્ય જ છે.
નિશ્ચયનચમાં પણ લક્ષણા માન્ય છે (સત.) સપ્તભંગીનો પ્રત્યેક ભાંગો સકલાદેશાત્મક સ્વભાવને ધારણ કરે છે. તેથી સકલાદેશની વિવેક્ષા હોય ત્યારે સપ્તભંગીનો એક-એક પણ ભાંગો નયવાક્યસ્વરૂપ હોવા છતાં પ્રમાણાત્મક બનશે. કારણ કે કાલ વગેરે આઠ તત્ત્વના માધ્યમથી અભેદવૃત્તિપ્રાધાન્યથી કે અભેદવૃત્તિઉપચારથી સપ્તભંગીનો પ્રત્યેક ભાગો વસ્તુમાં એકી સાથે અનન્તધર્માત્મકતાનું પ્રતિપાદન કરે છે. આ રીતે વ્યવહારનયની જેમ શુદ્ધદ્રવ્યાર્થિકનયસ્વરૂપ નિશ્ચયનયમાં પણ લક્ષણા' નામની ઉપચારવૃત્તિ તો નિરાબાધ રીતે સંભવે જ છે. તેથી દેવસેનજીએ વ્યવહારનયની જેમ નિશ્ચયનયમાં પણ, પક્ષપાત કર્યા વગર, અવશ્ય ઉપચારોને