Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१०६० • अर्धजरतीयन्यायापादनम् ।
૮/૨૦ प कोऽपि प्रत्याख्यायते, ऋजुसूत्रादिनयचतुष्केन सर्वसंवरचारित्रे निर्वाणोपचाराऽङ्गीकारात् ।
अथोपचारकरणेऽपि स्वस्य अनुपसर्जनीभावेन निश्चयस्य व्यवहाराद् वैलक्षण्यमिति चेत् ?
न, यतः यदा एकनयमुख्यत्वं = विवक्षितैकनयस्य प्राधान्यवृत्तिः गृह्यते तदा अन्यनयगौणता = विवक्षिताऽन्यनयस्योपचारवृत्तिः सम्पद्यते एव। ततश्च निश्चयनयार्पणाकाले व्यवहारनयस्येव व्यवहारनयार्पणाकाले निश्चयनयस्योपसर्जनभावेनौपचारिकताऽपि तादृशी स्यादेव, अन्यथा अर्धजरतीयन्यायापत्तेः। ततश्च देवसेनेन व्यवहारे इव निश्चयेऽपि आध्यात्मिकपरिभाषया उपसर्जनीभावलक्षणा उपचारवृत्तिः स्वीकार्येव ।
ततश्च व्यवहारे इव निश्चयेऽपि देवसेनेन उपचारा दर्शनीया एव आध्यात्मिकपरिभाषानुसारेण, उपचारोपसर्जनीभावयोः उभयत्र तुल्यत्वात्, अन्यथाऽर्धजरतीयापत्तेरित्याशयः।। શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત – આ ચારેય નયના મતે સર્વસંવર નામના સંયમમાં મોક્ષનો ઉપચાર માન્ય જ છે. તેથી વ્યવહારનયમાં ઔપચારિકતા માનવી અને નિશ્ચયનયમાં ઔપચારિકતા ન માનવી - આવી દેવસેનની વાતમાં કાંઈ તથ્ય જણાતું નથી.
દિગંબર :- (થો.) શ્વેતાંબરોએ જણાવ્યા મુજબ અમે “નિશ્ચયનય ઉપચાર કરે છે' - આટલું માનીએ છીએ. તેમ છતાં પણ નિશ્ચયનય સ્વયં કદાપિ ગૌણ બનતો નથી. જ્યારે વ્યવહાર જાતે જ ગૌણ બની જાય છે. આટલી બાબતમાં તો વ્યવહાર અને નિશ્ચય વચ્ચે વિલક્ષણતા છે જ.
69 બન્ને નય ગૌણ બને છે ? - શ્વેતાંબર :- () ના, તમારી આ દલીલ પણ વ્યાજબી નથી. આનું કારણ એ છે કે વ્યવહાર -નિશ્ચય બન્ને સમાન રીતે ગૌણ બને છે. તે આ રીતે સમજવું. જ્યારે વિવક્ષિત એક નયને મુખ્ય તરીકે સ્વીકારવામાં આવે ત્યારે વિવક્ષિત નય કરતાં અન્ય નયમાં ગૌણતા = ઔપચારિકતા = ઉપચારવૃત્તિ સંપન્ન થાય છે જ. તેથી નિશ્ચયનયની અર્પણા = મુખ્યરૂપે વિવક્ષા કરવાના સમયે જેમ વ્યવહારનયમાં ગૌણતાસ્વરૂપ ઔપચારિકતા સંપન્ન થાય છે તેમ વ્યવહારનયની મુખ્યરૂપે અર્પણા = વિવક્ષા કરવાના અવસરે નિશ્ચયનયમાં પણ ઔપચારિકતા = ઉપચારવૃત્તિ = ગૌણતા સંપન્ન થશે જ. અન્યથા અર્ધજરતીયન્યાય લાગુ પડશે. તેથી દેવસેનજીએ વ્યવહારનયની જેમ નિશ્ચયનયમાં પણ આધ્યાત્મિક પરિભાષા મુજબ ગૌણતાસ્વરૂપ ઉપચારવૃત્તિ માન્ય કરવી જ જોઈએ. એવું ગ્રંથકારનું તાત્પર્ય છે.
જ નિશ્વયનચમાં ઉપચારની આપત્તિ છે (તત્ત.) આલાપપદ્ધતિ ગ્રંથમાં દેવસેનજીએ આધ્યાત્મિક પરિભાષા મુજબ, નિશ્ચય અને વ્યવહાર એમ બે મૂલનય દર્શાવીને ફક્ત વ્યવહારમાં ઉપચાર દર્શાવેલ છે. આ બાબતની સમીક્ષા કરતાં ગ્રંથકારશ્રી કહે છે કે વ્યવહારમાં ઉપચાર અને ગૌણભાવ હોવાથી જો દેવસેનજી વ્યવહારમાં ઉપચાર દર્શાવે તો નિશ્ચયમાં પણ ઉપચાર અને ગૌણભાવ હોવાથી, આધ્યાત્મિક પરિભાષા મુજબ, નિશ્ચયના પણ ઉપચાર તેણે દર્શાવવા જોઈએ. અન્યથા અર્ધજરતીય ન્યાય લાગુ પડે. જેમ “સ્ત્રી અડધી યુવતી અને અડધી ઘરડી છે' - તેવું ન બોલાય, તેમ ઉપચાર અને ગૌણભાવ ઉભયત્ર હોવા છતાં “વ્યવહારમાં ઉપચાર