Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૮/૨૦
• सर्वनयेषु स्वार्थसत्यत्वाभिमानसाम्यम् ।
१०६३ “સ્વ-સ્વાર્થઈ સત્યપણાનો અભિમાન તો સર્વનયન માંહોમાહિ છઈ જ. स्युरिति यावत् तात्पर्यमत्रानुसन्धेयम् ।
अथ व्यवहारनयप्राधान्यार्पणायां स्वार्थे सत्यत्वमाभिमानिकमेव, न तु वास्तवम् । निश्चये तु नैवमिति न निश्चयनयस्यौपचारिकता गौणतात्मिका सम्भवतीति चेत् ?
न, निश्चयनयार्पणायां स्वार्थे सत्यत्वमाभिमानिकमेव न तु वास्तवमिति न व्यवहारनयस्यौपचारिकता न तादृशी सम्भवतीत्यपि वक्तुं शक्यत्वात् । ततश्च व्यवहारेऽपि उपचारप्रदर्शनं कथम् ? इत्यपि वक्तुं ॥ शक्यत एव।
स्वविषयप्राधान्यसिद्धये स्व-स्वार्थे सत्यत्वाभिमानन्तु सर्वेषामेव नयानां मिथः सम्भवत्येव ।। દર્શાવવા જોઈએ. ત્યાં સુધી ગ્રંથકારના તાત્પર્યનું પ્રસ્તુતમાં અનુસંધાન કરવું.
- દિગંબર :- (ક.) વ્યવહારનયની મુખ્યતા વિવક્ષિત હોય ત્યારે નિશ્ચયનયમાં ઔપચારિકતા = ગૌણતા સંભવતી નથી. કારણ કે ત્યારે વ્યવહારનયના વિષયમાં જે સત્યતા છે તે આભિમાનિક = કાલ્પનિક જ છે, વાસ્તવિક નથી. નિશ્ચયનયમાં આવું નથી. વ્યવહારનયના વિષયમાં સત્યતા જ જો વાસ્તવિક ન હોય તો વ્યવહારનયને મુખ્ય બનાવવાથી, વ્યવહારનયના વિષયને મુખ્ય કરવાથી, નિશ્ચયનયમાં કે નિશ્ચયનયના વિષયમાં ગૌણતા કઈ રીતે આવી જાય ? આમ નિશ્ચયમાં ગૌણતાસ્વરૂપ ઉપચારનો સંભવ જ નથી.
! દિગંબરમત પ્રતિબંદીગ્રસ્ત છે શ્વેતાંબર :- (ર, નિરવા) ના, તમારી આ દલીલ વ્યાજબી નથી. કારણ કે તુલ્ય યુક્તિથી એવું પણ કહી શકાય છે કે “નિશ્ચયનયની મુખ્યતા વિવક્ષિત હોય ત્યારે વ્યવહારનયમાં ઔપચારિકતા = છે ઉપચારવૃત્તિ = ગૌણતા સંભવતી નથી. કારણ કે ત્યારે નિશ્ચયનયના વિષયમાં જે સત્યતા છે તે આભિમાનિક = કાલ્પનિક જ છે, વાસ્તવિક નથી. જો નિશ્ચયનયના વિષયમાં સત્યતા વાસ્તવિક ન હોય તો નિશ્ચયનયને કે નિશ્ચયનયવિષયને મુખ્ય બનાવવાથી વ્યવહારનયમાં કે વ્યવહારનયના વિષયમાં ! ગૌણતા કઈ રીતે આવી જાય ? આમ વ્યવહારનયમાં ગૌણતાસ્વરૂપ ઉપચારનો સંભવ નથી. તો વ્યવહાર નયમાં પણ ઉપચાર કઈ રીતે બનાવી શકાય ?’ આમ કોઈ કહે તો તેનો જવાબ શું દેશો ?
| દિગંબર :- નિશ્ચયનયમાં પ્રાધાન્યની વિવક્ષા નથી હોતી પણ વ્યવહારનયમાં જ પ્રાધાન્યની વિરક્ષા હોય છે. તેથી વ્યવહારનયને પોતાના વિષયમાં સત્યત્વનું અભિમાન હોય છે, નિશ્ચયનયને નહિ. તેથી વ્યવહારમાં ઉપચાર બતાવેલા છે, નિશ્ચયના નહિ. આ મુજબ જવાબ આપી શકાય છે.
| સર્વ નયમાં સ્વવિષય સત્યત્વનું અભિમાન * શ્વેતાંબર :- (a.) તમારા આ તર્કમાં તથ્ય નથી રહેલ. આનું કારણ એ છે કે પોતાના વિષયની મુખ્યતાને સિદ્ધ કરવા માટે પોતપોતાના વિષયમાં સત્યતાનું અભિમાન તો બધા જ નયોમાં પરસ્પર સંભવે જ છે. તેથી વ્યવહારનય જેમ પોતાના વિષયની મુખ્યતા સિદ્ધ કરવા માટે પોતાના વિષયમાં સત્યતાનું અભિમાન ધારણ કરે છે, તેમ નિશ્ચયનય પણ પોતાના વિષયની મુખ્યતા સિદ્ધ કરવા માટે