SearchBrowseAboutContactDonate
Page Preview
Page 437
Loading...
Download File
Download File
Page Text
________________ ૮/૨૦ • सर्वनयेषु स्वार्थसत्यत्वाभिमानसाम्यम् । १०६३ “સ્વ-સ્વાર્થઈ સત્યપણાનો અભિમાન તો સર્વનયન માંહોમાહિ છઈ જ. स्युरिति यावत् तात्पर्यमत्रानुसन्धेयम् । अथ व्यवहारनयप्राधान्यार्पणायां स्वार्थे सत्यत्वमाभिमानिकमेव, न तु वास्तवम् । निश्चये तु नैवमिति न निश्चयनयस्यौपचारिकता गौणतात्मिका सम्भवतीति चेत् ? न, निश्चयनयार्पणायां स्वार्थे सत्यत्वमाभिमानिकमेव न तु वास्तवमिति न व्यवहारनयस्यौपचारिकता न तादृशी सम्भवतीत्यपि वक्तुं शक्यत्वात् । ततश्च व्यवहारेऽपि उपचारप्रदर्शनं कथम् ? इत्यपि वक्तुं ॥ शक्यत एव। स्वविषयप्राधान्यसिद्धये स्व-स्वार्थे सत्यत्वाभिमानन्तु सर्वेषामेव नयानां मिथः सम्भवत्येव ।। દર્શાવવા જોઈએ. ત્યાં સુધી ગ્રંથકારના તાત્પર્યનું પ્રસ્તુતમાં અનુસંધાન કરવું. - દિગંબર :- (ક.) વ્યવહારનયની મુખ્યતા વિવક્ષિત હોય ત્યારે નિશ્ચયનયમાં ઔપચારિકતા = ગૌણતા સંભવતી નથી. કારણ કે ત્યારે વ્યવહારનયના વિષયમાં જે સત્યતા છે તે આભિમાનિક = કાલ્પનિક જ છે, વાસ્તવિક નથી. નિશ્ચયનયમાં આવું નથી. વ્યવહારનયના વિષયમાં સત્યતા જ જો વાસ્તવિક ન હોય તો વ્યવહારનયને મુખ્ય બનાવવાથી, વ્યવહારનયના વિષયને મુખ્ય કરવાથી, નિશ્ચયનયમાં કે નિશ્ચયનયના વિષયમાં ગૌણતા કઈ રીતે આવી જાય ? આમ નિશ્ચયમાં ગૌણતાસ્વરૂપ ઉપચારનો સંભવ જ નથી. ! દિગંબરમત પ્રતિબંદીગ્રસ્ત છે શ્વેતાંબર :- (ર, નિરવા) ના, તમારી આ દલીલ વ્યાજબી નથી. કારણ કે તુલ્ય યુક્તિથી એવું પણ કહી શકાય છે કે “નિશ્ચયનયની મુખ્યતા વિવક્ષિત હોય ત્યારે વ્યવહારનયમાં ઔપચારિકતા = છે ઉપચારવૃત્તિ = ગૌણતા સંભવતી નથી. કારણ કે ત્યારે નિશ્ચયનયના વિષયમાં જે સત્યતા છે તે આભિમાનિક = કાલ્પનિક જ છે, વાસ્તવિક નથી. જો નિશ્ચયનયના વિષયમાં સત્યતા વાસ્તવિક ન હોય તો નિશ્ચયનયને કે નિશ્ચયનયવિષયને મુખ્ય બનાવવાથી વ્યવહારનયમાં કે વ્યવહારનયના વિષયમાં ! ગૌણતા કઈ રીતે આવી જાય ? આમ વ્યવહારનયમાં ગૌણતાસ્વરૂપ ઉપચારનો સંભવ નથી. તો વ્યવહાર નયમાં પણ ઉપચાર કઈ રીતે બનાવી શકાય ?’ આમ કોઈ કહે તો તેનો જવાબ શું દેશો ? | દિગંબર :- નિશ્ચયનયમાં પ્રાધાન્યની વિવક્ષા નથી હોતી પણ વ્યવહારનયમાં જ પ્રાધાન્યની વિરક્ષા હોય છે. તેથી વ્યવહારનયને પોતાના વિષયમાં સત્યત્વનું અભિમાન હોય છે, નિશ્ચયનયને નહિ. તેથી વ્યવહારમાં ઉપચાર બતાવેલા છે, નિશ્ચયના નહિ. આ મુજબ જવાબ આપી શકાય છે. | સર્વ નયમાં સ્વવિષય સત્યત્વનું અભિમાન * શ્વેતાંબર :- (a.) તમારા આ તર્કમાં તથ્ય નથી રહેલ. આનું કારણ એ છે કે પોતાના વિષયની મુખ્યતાને સિદ્ધ કરવા માટે પોતપોતાના વિષયમાં સત્યતાનું અભિમાન તો બધા જ નયોમાં પરસ્પર સંભવે જ છે. તેથી વ્યવહારનય જેમ પોતાના વિષયની મુખ્યતા સિદ્ધ કરવા માટે પોતાના વિષયમાં સત્યતાનું અભિમાન ધારણ કરે છે, તેમ નિશ્ચયનય પણ પોતાના વિષયની મુખ્યતા સિદ્ધ કરવા માટે
SR No.022380
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy