________________
*****
१०६४
* अन्यनयोत्खनने नयानां मिथ्यात्वम्
न चैतावतैतेषां मिथ्यात्वापत्तिः, स्वविषयप्राधान्यरूपस्वतन्त्रतायाश्च मिथ्यात्वाऽप्रयोजकत्वादिति व्यक्तं नयरहस्ये ।
उपदेशरहस्यवृत्तौ अपि "सर्वनयात्मके भगवत्प्रवचने यथोपयोगम् अधिकृतनयावलम्बनस्य अदुष्टत्वात् । विपञ्चितञ्चेदं कल्पलतायाम् ” ( उप. र. ४२ वृ.) इत्युक्तम् । न्यायखण्डखाद्येऽपि “नयान्तरेण अभिनिविष्टनयखण्डनस्य अपि शास्त्रार्थत्वात्, 'दुष्टांशच्छेदतो नांही दूषयेद् विषकण्टक' इति न्यायाद्” ( न्या. ख. खा. પૃ.૨૦) દ્યુમ્
८/२०
सर्वथैव परनयविषयोच्छेदकत्वे तु सर्वेषामेव नयानां मिथ्यावादित्वं सम्मतमेव किन्तु स्वविषयप्राधान्यार्पणे सर्वेषां नयानां सत्यत्वमभिमतमेव । इदमेवाभिप्रेत्य सम्मतितर्फे 1. 'निययवयणिज्जसच्चा का परनयवियालणे मोहा” (स.त. १/२८) इत्युक्तम् । परविषयौदासीन्येनैव स्वविषयसत्यत्वं नानाभिप्रायेषु પોતાના વિષયમાં સત્યતાનું અભિમાન ધારણ કરે જ છે. તેથી ‘નિશ્ચયનયના વિષયમાં પ્રાધાન્યની વિવક્ષા નથી હોતી' આ વાત વ્યાજબી નથી.
શંકા :- (૧ થૈ.) જો દરેક નય પોતાના વિષયની મુખ્યતાને સિદ્ધ કરવા માટે પોતાના વિષયમાં સત્યતાનું અભિમાન કરે તો દરેક નયની સત્યતા કાલ્પનિક હોવાથી તમામ નય મિથ્યા બનવાની આપત્તિ આવશે. તેથી દરેક નય પોતપોતાના વિષયમાં સત્યતાનું અભિમાન કરે તેવું કઈ રીતે સંભવે ? સ્વવિષયમુખ્યતા મિથ્યાત્વપ્રયોજક નથી
સમાધાન :- દરેક નયોને પોતાના વિષયમાં મુખ્યતા દર્શાવવાનો અધિકાર છે. આ રીતે વિચારીએ તો દરેક નય સ્વતંત્ર છે. પોતાના વિષયમાં મુખ્યતા દર્શાવવા સ્વરૂપ સ્વતંત્રતા નયને મિથ્યા બનાવવામાં પ્રયોજક બનતી નથી. અન્ય નયના વિષયનું નિરાકરણ કરવામાં આવે તો નય મિથ્યા બનવાની આપત્તિ આવે. પરંતુ ‘પોતાના વિષયની મુખ્યતા દર્શાવવા માત્રથી નય દુર્નય બની જાય' - તેવું શાસ્ત્રકારોને માન્ય નથી. આ વાત નયરહસ્યમાં મહોપાધ્યાયજીએ સ્પષ્ટપણે દર્શાવેલ છે. તે ખાસ ધ્યાનમાં રાખવું. * દુર્રયખંડન શાસ્ત્રસંમત
(૩૫.) ઉપદેશરહસ્યવૃત્તિમાં પણ મહોપાધ્યાયજીએ જણાવેલ છે કે “સર્વનયાત્મક જિનશાસનમાં ઉપયોગાનુસાર = પ્રયોજનાનુસાર વિવક્ષિત એક નયનું અવલંબન કરવામાં આવે તો કોઈ દોષ નથી. આ બાબત શાસ્ત્રવાર્તાસમુચ્ચય ગ્રંથની સ્યાદ્વાદકલ્પલતા વ્યાખ્યામાં વિસ્તારથી જણાવેલ છે.” જિજ્ઞાસુવર્ગ ત્યાં ષ્ટિપાત કરી શકે છે. ન્યાયખંડખાદ્ય ગ્રંથમાં પણ મહોપાધ્યાયજીએ જણાવેલ છે કે “કદાગ્રહગ્રસ્ત નયનું ખંડન અન્ય નયથી કરવું એ પણ શાસ્ત્રસંમત છે. કારણ કે બન્ને પગના દૂષિત ભાગને ઝેરી કાંટાથી કાઢવામાં આવે તો વિષકંટક બન્નેય પગને દૂષિત કરતો નથી જ આવો નિયમ છે.” ♦ સર્વ નયો મિથ્યા : પ્રવાદવિશેષ
-
(સર્વયેવ.) જો બધી જ રીતે અન્ય નયના વિષયનો દરેક નય અપલાપ કરે તો બધા જ નયો મિથ્યાવાદી બની જાય. આવું શાસ્ત્રકારોને સંમત જ છે. પરંતુ દરેક નયો પોતાના વિષયની આપેક્ષિક રીતે મુખ્યતા દર્શાવે તો સત્ય છે જ. આ જ અભિપ્રાયથી સંમતિતર્ક પ્રકરણમાં જણાવેલ છે કે “દરેક 1. નિખવવનીયસત્યાઃ પરનયવિવાનને મોષા (= વ્યર્થા:)