SearchBrowseAboutContactDonate
Page Preview
Page 439
Loading...
Download File
Download File
Page Text
________________ ८/२० ० फलत: नयवादानां सत्यत्वमीमांसा 0 १०६५ ફલથી સત્યપણું તો સમ્યગ્દર્શનયોગઈ જ છઇં.” *તિ ૧૨૮ ગાથાનો અર્થ પૂર્ણ * l૮/૨૦ ૨} नयेषु ज्ञात्वा नयविधिज्ञः न ज्ञेयेषु मुह्यति न वा सर्वनयमयाऽऽगमाऽऽशातनां करोति । तदुक्तं । विशेषावश्यकभाष्ये '“एवं सविसयसच्चे परविसयपरंमुहे तए नाउं। नेएसु न संमुज्झइ न य समयासायणं । कुणइ ।।” (वि.आ.भा. २२७२) इति। सर्वथैव अन्यनयविषयोन्मूलनाभिप्रायेणैव “सव्वे वि णया । मिच्छादिट्ठी सपक्खपडिबद्धा” (स.त.१/२१) इति सम्मतितर्के, “नयाः मिथ्यादृशः” (स्था.सू.३/३/१९३/ म वृ.पृ.२५९) इति च स्थानाङ्गसूत्रवृत्तौ प्रोक्तम् । फलतः सत्यत्वं तु सर्वेषामेव नयवादानां सम्यग्दर्शनयोगादेव भवति, सम्यग्दृष्टेरेव रत्नावलीन्यायेन सर्वनयसमाहारतः समस्तवस्तुपरिच्छेदसम्भवात् । इदमेवाभिप्रेत्योक्तं विशेषावश्यकभाष्ये “न समत्तवत्थुगमगा વીયું રળવની મળs વા દિયા સમાન માત્ર રાવતી વ્યા” (વિ.૩.૫.૨૨૭9) તિા નયો પોત પોતાના વિષયમાં સત્ય છે. પરંતુ અન્ય નયના વિષયનો અપલાપ કરે તો દરેક નયો મિથ્યા બની જાય છે.” અન્ય નયના વિષયોમાં ઉદાસીનતા રાખવાના લીધે જ પોતાના વિષયમાં સત્યતા દરેક નયોમાં આવે છે. જુદા-જુદા અભિપ્રાયવાળા નયોમાં રહેલી આવી સત્યતાને જાણીને નવિધિજ્ઞ વિદ્વાન શેય પદાર્થોમાં મૂંઝાતો નથી કે સર્વનયમય એવા આગમની આશાતના કરતો નથી. તેથી જ વિશેષાવશ્યકભાષ્યમાં જણાવેલ છે કે “અન્ય નયના વિષયથી પરામુખ બનવાથી સ્વવિષયમાં સત્ય બનનારા નયોને જાણીને નયવેત્તા શેય પદાર્થોમાં મૂંઝાતો નથી કે આગમની આશાતનાને કરતો નથી.” અન્ય નયના વિષયનું સર્વ પ્રકારે ઉમૂલન કરવાના અભિપ્રાયથી જ સંમતિતર્કમાં તથા સ્થાનાંગસૂત્રવૃત્તિમાં જણાવેલ છે કે “પોતાના પક્ષમાં કદાગ્રહ રાખનારા બધા ય નયો મિથ્યાવાદી છે.' છે સમ્યગ્દર્શન દ્વારા નયવાદ પ્રમાણ છે (7) ફલની અપેક્ષાએ સત્યતા તો બધા જ નયવાદોમાં સમ્યગ્દર્શનના યોગથી જ થાય છે. કારણ કે કે સમ્યગ્દષ્ટિ આત્મા જ રત્નાવલીદષ્ટાંતથી સર્વનયોનો પરસ્પર સાપેક્ષભાવે અનુગમ કરીને સંપૂર્ણ વસ્તુનો નિશ્ચય કરે એ શક્ય છે. મિથ્યાષ્ટિ આવું કાર્ય કરી શકતો નથી. આ જ અભિપ્રાયથી વિશેષાવશ્યકભાષ્યમાં પણ શ્રીજિનભદ્રગણી ક્ષમાશ્રમણે જણાવેલ છે કે “છૂટા-છવાયા નયો સંપૂર્ણ વસ્તુને સાચી રીતે જણાવી શકતા નથી. જેમ અલગ-અલગ રહેલા મણિઓ “રત્નાવલી’ના વ્યવહારનો વિષય બની શકતા નથી, તેમ જુદા-જુદા સ્વત– નયો “પ્રમાણ’ વ્યવહારનું ભાજન બનતા નથી. તથા જેવી રીતે એક દોરામાં પરોવાયેલા મણિઓને “રત્નાવલી’ કહી શકાય છેતેવી રીતે પરસ્પર સાપેક્ષભાવે ભેગા થયેલા નયો “પ્રમાણ' વ્યવહારનો વિષય બને છે. કેમ કે તે સંપૂર્ણ વસ્તુસ્વરૂપનો સાચો નિર્ણય કરાવે છે.” સર્વનયસમન્વય તો સમકિતી જ કરી શકે છે. તેથી સર્વ નયવાદોને સમ્યગ્દર્શનના યોગે ફલતઃ સત્ય કહ્યા છે, તે વ્યાજબી જ છે - તેમ સમજવું. . ચિહ્રદયમધ્યવર્તી પાઠ ફક્ત લા.(૨)માં છે. 1. પૂર્વ વિષયસત્યાન અરવિજયપરાક્વીન તાન્ જ્ઞાતા રેવુ न संमुह्यति न च समयाशातनां करोति ।। 2. सर्वे अपि नयाः मिथ्यादृष्टयः स्वपक्षप्रतिबद्धाः। 3. न समस्तवस्तुगमका विष्वग् रत्नावल्याः मणयः इव। सहिताः समस्तगमका मणयः रत्नावल्याः इव ।।
SR No.022380
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy