SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ १०६६ । असत्ये वर्त्मनि स्थित्वा ततः सत्यं समीहते ० ૮/૨૦ न चैवमभिन्नग्रन्थीनां मार्गानुसारिक्षयोपशमवतामपि नयवादाश्रयणमसङ्गतं स्यात्, निजस्वरूपतो नयवादैकान्तस्याऽशुद्धत्वादिति शङ्कनीयम्, निजस्वरूपतोऽशुद्धत्वेऽपि तादृशस्थले फलतः शुद्धत्वं सर्वेषां नयवादानां स्याद्वादव्युत्पादकतयेत्यर्वाग्दशायां तत्त्वजिज्ञासया मध्यस्थभावेन सर्वथा तदाश्रयणं न्याय्यमिति परमार्थः (त.सू. श १/३५/पृ.३९६ यशो.वृ.) इति तत्त्वार्थसूत्रवृत्तौ यशोविजयवाचकवराभिप्रायः। _ “तथापि एकान्तयुक्तीनां तत्त्वतो मिथ्यात्वाद् आश्रयणाऽनौचित्यमिति चेत् ? न, 'असत्ये वर्त्मनि स्थित्वा ततः सत्यं समीहते' इति न्यायेन शिष्यमतिविस्फारणार्थं तदुपादानस्याऽपि न्याय्यत्वाद्” (न्या.ख.खा.भाग२ पृ.४१९) इति व्यक्तं न्यायखण्डखाद्ये । શંકા :- (૨.) જો સમ્યગ્દર્શનના યોગથી જ તમામ નયવાદો ફલતઃ સત્યતાને ધારણ કરતા હોય તો જે જીવોએ ગ્રંથિભેદ કરેલો નથી, તેવા જીવો માર્ગાનુસારી ક્ષયોપશમને ધરાવતા હોવા છતાં જો નયવાદનો આશ્રય કરે તો તે અસંગત બની જશે. કારણ કે તેવા જીવો પાસે સમ્યગ્દર્શન ન હોવાથી તેમણે સ્વીકારેલા નયવાદમાં ફલતઃ સત્યત્વનો સંભવ નથી. તથા પોતાના સ્વરૂપની દષ્ટિએ તો નયવાદ એકાન્ત અશુદ્ધ જ છે. આમ ફલસાપેક્ષ શુદ્ધિ કે સ્વરૂપસાપેક્ષ શુદ્ધિ તેવા માર્ગાનુસારી જીવોએ સ્વીકારેલ નયવાદમાં ગેરહાજર હોવાથી માર્ગાનુસારી ક્ષયોપશમવાળા મંદમિથ્યાત્વી જીવો નયવાદનો આશ્રય કરી નહિ શકે. # મિથ્યાનય પણ અવસ્થાવિશેષમાં ઉપયોગી જ સમાધાન :- (નિન) તમારી શંકા વ્યાજબી નથી. કારણ કે તમામ નયવાદો = નયવાક્યો પોતાના સ્વરૂપની દૃષ્ટિએ અશુદ્ધ હોવા છતાં માર્ગાનુસારી ક્ષયોપશમવાળા મંદમિથ્યાત્વી જીવો તત્ત્વજિજ્ઞાસાભાવે વિવિધ પ્રકારના નયવાક્યોનો સ્વીકાર કરે તો તેવા જીવોને સ્યાદ્વાદની સાચી સમજણ પ્રાપ્ત થાય છે. તથા આગળ જતાં તેના પરિણામરૂપે સમ્યગ્દર્શનની પણ નિષ્પત્તિ થાય છે. આમ તેવા જીવો માટે તમામ નયવાદો સાદ્વાદના વ્યુત્પાદક હોવાથી ફલતઃ (= પરિણામતઃ) શુદ્ધ બની જાય છે. તેથી પ્રાથમિક અવસ્થામાં તત્ત્વજિજ્ઞાસાથી મધ્યસ્થભાવે નયવાદનો આશ્રય કરવો સર્વથા ન્યાયસંગત છે. આ પરમાર્થ છે. આ પ્રમાણે તત્ત્વાર્થસૂત્રવ્યાખ્યામાં મહોપાધ્યાય યશોવિજયજી મહારાજનો અભિપ્રાય છે. મક શિષ્યમતિવિસ્ફારણ માટે નયવાદ આવકાર્ય . (“તથા.) ન્યાયખંડખાદ્યમાં આ જ બાબતને પ્રશ્નોત્તરીરૂપે નિમ્નોક્ત પદ્ધતિથી જણાવેલ છે. પ્રશ્ન :- “ચા” પદનું ગ્રહણ કરવાથી નય ભલે દૂષિત ન થાય. તો પણ એકાન્તવાદની યુક્તિઓ પરમાર્થથી તો મિથ્યા જ છે. મિથ્યા હોવાથી તેનો આશ્રય કરવો સાધુ માટે યોગ્ય તો ન જ કહેવાય ને ?! પ્રત્યુત્તર :- ના, તમારી દલીલ વ્યાજબી નથી. કારણ કે “કારણવશ અસત્ય માર્ગમાં રહેલો માણસ ત્યાં રહીને સત્યમાર્ગની અભિલાષા કરે છે. આ ન્યાયથી શિષ્યમતિને વધુ તેજસ્વી બનાવવા માટે નયવાદનું અવલંબન પણ યુક્તિસંગત જ છે.
SR No.022380
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy