Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१०५२ ० स्वात्मवासः कर्तव्यः ।
८/१८ व्यवहारनयमाश्रित्योक्तम् । मागधपरिभाषानुसारेण भावप्रकाशे भावमिश्रेण “कुडवोऽर्धशरावकः” (भा.प्र.पूर्वखण्ड
૭/૧૨), “શરીવાપ્યાં ભવેત્ પ્રસ્થ” (મ.પ્ર.પૂર્વવç૧૪/g.રૂ૭૨) ન્યુમિત્યવધેયમ્ | ए प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – वसतिदृष्टान्ते शब्दादिनयत्रितयाभिप्रायतः 'देवदत्त आत्मस्वरूपे वसति' इत्यत्र प्रणिधातव्यम् । सर्वं वस्तु परमार्थतः स्वात्मन्येव वसति, नान्यत्र । यथोक्तं विशेषावश्यकમાણે “વહ્યું વડું સદા સત્તાગો ય વ નીવન્નિ” (વિ.બા.મ.રર૪૨) રિા “દ્ધિ આત્મા - अचेतने वसेत्, स्वस्वभावहानिः प्रसज्येत' इत्यवगम्य निरन्तरमुपयोगमात्माभिमुखीकृत्य आत्मरुचि
दाढ्यन निजस्वभावरमणतातः आत्मस्वभावे वस्तव्यं शब्दादिनयत्रितयाभिप्रायतः। परद्रव्य-गुण 1 -पर्यायेभ्यः पृथग्भूय स्वात्मद्रव्य-गुण-पर्यायेषु वसन्नेव परमार्थतः आत्मा भवति, अन्यथा आत्माऽपि
अनात्मा भवेत् । इदं चेतसिकृत्य 'निजाऽहितकारिसकलवृत्ति-प्रवृत्तिभ्यो विरम्य स्वात्मकल्याणसाधकवृत्ति-प्रवृत्तिषु निमज्ज्य, उपयोगं शुद्धं कृत्वा, आत्मद्रव्यशुद्धिमनुभूय स्वात्मद्रव्ये वसन्तः स्यामः' इति प्रभुं प्रार्थयामः। तस्याः प्रामाणिकत्वे तु “जत्थ नत्थि जरा, मच्चू, वाहिणो, वेयणा तहा" (उत्त.२३/८१) इति उत्तराध्ययनसूत्रोक्तं लोकाग्रं न दूरे । पूर्वम् आत्मस्थितिविशेषप्राप्तिलक्षणा मुक्तिः तदनन्तरञ्च स्थानविशेषप्राप्तिलक्षणा मुक्तिरित्याशयः।।८/१८ ।। ગ્રંથમાં ભાવમિશ્રજીએ પરિભાષાપ્રકરણમાં જણાવેલ છે કે “અડધો શરાવ = એક કુડવા, તથા બે શરાવથી પ્રસ્થક બને.” મતલબ કે “પ્રસ્થક = ચાર કુડવ” – આ વાત તેમને પણ માન્ય છે. તે ખ્યાલમાં રાખવું.
# નિજસ્વભાવમાં વસવાટ કરીએ ? આધ્યાત્મિક ઉપનય :- “વસતિદષ્ટાંતમાં શબ્દાદિ ત્રણ નયનો અભિપ્રાય જણાવેલ હતો કે “દેવદત્ત આત્મસ્વરૂપમાં વસે છે' - તેના ઉપર ખાસ ધ્યાન આપવાની જરૂર છે. દરેક વસ્તુ પોતાના સ્વભાવમાં જ પરમાર્થથી રહે છે, અન્યત્ર નહિ. આ અંગે વિશેષાવશ્યકભાષ્યમાં જણાવેલ છે કે “સતુ હોવાના લીધે દરેક વસ્તુ પોતાના સ્વભાવમાં વસે છે. જેમ ચેતના જીવમાં વસે છે તેમ દરેક વસ્તુમાં સમજવું.' જો આત્મા જડ પદાર્થમાં રહે તો આત્મસ્વભાવ ગુમાવી બેસે. આવું જાણીને સતત ઉપયોગને આત્મકેન્દ્રિત કરી, આત્મરુચિ દઢ કરી, નિજસ્વભાવમાં રમણતા કરવા દ્વારા, શબ્દાદિ ત્રણ નયની દૃષ્ટિએ, આત્મસ્વભાવમાં વસવાટ કરવો. પરદ્રવ્ય, પરગુણ, પરપર્યાય - આ ત્રણમાંથી ખસી સ્વદ્રવ્ય-ગુણ-પર્યાયમાં વસે તે જ પરમાર્થથી આત્મા છે. અન્યથા આત્મા પણ અનાત્મા બની જાય. આ હકીકતને ખ્યાલમાં રાખી “નિજને નુકસાન કરનાર તમામ વૃત્તિ-પ્રવૃત્તિથી વિરામ પામી, આત્મકલ્યાણસાધક વૃત્તિ-પ્રવૃત્તિમાં રચ્યા-પચ્યા રહી, ઉપયોગને શુદ્ધ કરી, આત્મદ્રવ્યશુદ્ધિને અનુભવી, આપણે સ્વાત્મામાં વસવાટ કરનારા બનીએ' - તેવી પરમેશ્વરને પ્રાર્થના. આ પ્રાર્થના પ્રામાણિક હોય તો ઉત્તરાધ્યયનસૂત્રમાં દર્શાવેલ લોકાગ્ર સિદ્ધશિલા દૂર ન રહે. ત્યાં કહેલ છે કે “જ્યાં ઘડપણ, મોત, રોગ તથા વેદના નથી તે લોકાગ્ર છે.” આશય એ છે કે પૂર્વે આત્મામાં પૂર્ણતયા વસવાટ કરવા સ્વરૂપ મોક્ષ મળે છે. તથા ત્યાર બાદ સ્થાનવિશેષની પ્રાપ્તિ સ્વરૂપ મુક્તિ મળે છે. આત્મસ્થિતિવિશેષપ્રાપ્તિરૂપ મુક્તિ વિના સ્થાનવિશેષપ્રાપ્તિરૂપ મુક્તિ શક્ય નથી. (૮/૧૮) 1. વસ્તુ વસતિ સ્વભાવે સવીત્ વેતનેવ નીવે 2, યત્ર નાસ્તિ નરા, મૃત્યુ, ચાય, વેદ્રના તથા