Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
९८२ ० ऋजुसूत्र उभयात्मकनय: 0
८/१३ प कालिक-सर्वकर्तृकद्रव्यावश्यकानां सङ्ग्रहमते ऐक्यम्, ऋजुसूत्रमते तु वर्तमानकालीनं प्रतिस्वं द्रव्यावश्यकमेकं व्यक्तिभेदे च पृथगिति विवेकः । इत्थमेव “ऋजुसूत्रादयस्तु बहुत्वं नेच्छन्ति, वर्तमानसमयवर्तिनः स्वकीयस्यैव एकस्य प्रत्येकं प्रत्येकम् अभ्युपगमाद्” (वि.आ.भा. २८६९ वृ.) इति विशेषावश्यकभाष्यमलधारवृत्तौ नमस्कारनियुक्तिविवरणोक्तिरपि सङ्गच्छते इति आगमिकमतं सूक्ष्ममीक्षणीयम् ।
वस्तुतस्तु ऋजुसूत्रस्य न शुद्धद्रव्यास्तिकत्वम्, न वा शुद्धपर्यायास्तिकत्वम्, किन्तु द्रव्यार्थिक --पर्यायार्थिकोभयात्मकत्वमेव, इत्थमेव आगमसिद्धान्तस्य व्यवस्थितत्वात् । तदुक्तं श्रीजिनदासगणिमहत्तरैः र आवश्यकनियुक्तिचूर्ध्या '“दव्वट्टितो सुद्धो संगहो, पज्जवहितो सुद्धो एवंभूतो, मज्झिमा दव्वट्ठित-पज्जवट्ठिता"
(आ.नि.चू.गा.७६०, पृ.३३१) इति । ततश्चाऽनुपयुक्तसामायिकाद्याऽऽवश्यके आवश्यकसूत्राद्यनुपयुक्तका देवदत्तादिपर्याय आवश्यकाद्यनुपयुक्ताऽऽत्मद्रव्ये वा ऋजुसूत्रेण एकद्रव्याऽऽवश्यकत्वाऽभ्युपगमेऽपि
જુસૂત્ર-સંગ્રહ વચ્ચે ભેદ પ્રદર્શન અe (2વા.) હકીક્ત એ છે કે ત્રણ કાળના તમામ આવશ્યકકર્તાઓના દ્રવ્યાવશ્યક સંગ્રહનયના મતે એક જ છે. જ્યારે ઋજુસૂત્રનયના મતે તો પ્રત્યેક વ્યક્તિમાં પોતાનું વર્તમાનકાલીન દ્રવ્યાવશ્યક એક હોય છે. તથા વ્યક્તિભેદ થતાં તે દ્રવ્યાવશ્યક જુદું બની જાય છે. અર્થાત્ બે અલગ-અલગ વ્યક્તિના દ્રવ્યાવશ્યક એક નથી. આ પ્રમાણે સંગ્રહ અને ઋજુસૂત્ર નય વચ્ચે તફાવત છે. આ રીતે વ્યક્તિભેદે દ્રવ્યાવશ્યક ભિન્ન માનવામાં આવે તો જ વિશેષાવશ્યકભાષ્યમલધારવ્યાખ્યામાં નમસ્કારનિર્યુક્તિવિવરણ પ્રસંગે જે જણાવેલ છે તે પણ સંગત થઈ શકશે. ત્યાં હેમચન્દ્રસૂરિજીએ જણાવેલ છે કે “ઋજુસૂત્ર વગેરે નયો બહુત્વને = અનેકત્વને માનતા નથી. કારણ કે જે વર્તમાન સમયવર્તી સ્વકીય હોય તેવી
જ એક વસ્તુને પ્રત્યેક-પ્રત્યેકમાં તેઓ સ્વીકારે છે.” અર્થાત્ અલગ-અલગ વ્યક્તિમાં જે એક-એક સ્વકીય . દ્રવ્યાવશ્યક રહે છે તે પરસ્પર પૃથફ છે. પરંતુ એક વ્યક્તિમાં અનેક દ્રવ્યાવશ્યક નથી. આ પ્રમાણે
આગમિક પરંપરાના હિમાયતી શ્રીજિનભદ્રગણી ક્ષમાશ્રમણ આદિના મતને સૂક્ષ્મ રીતે વિચારવાની અહીં ભલામણ કરાયેલ છે.
# હજુસૂત્ર દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિક ઉભચરવરૂપ ક (વસ્તુ.) વાસ્તવમાં તો ઋજુસૂત્ર નથી તો શુદ્ધ દ્રવ્યાર્થિકનય કે નથી શુદ્ધ પર્યાયાર્થિકનય. પરંતુ તે દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિકઉભયાત્મક જ નય છે. મતલબ કે ઋજુસૂત્રમાં ફક્ત દ્રવ્યાર્થિકપણું કે ફક્ત પર્યાયાર્થિકપણું નથી. પરંતુ બન્નેનું મિશ્રણ છે. તેથી તે ઉભયસ્વરૂપ છે. આ રીતે જ આગમિક સિદ્ધાન્તની વ્યવસ્થા પૂર્વાચાર્યોને માન્ય છે. તેથી જ તો સમર્થચૂર્ણિકાર શ્રીજિનદાસગણિમહત્તરશ્રીએ આવશ્યકનિર્યુક્તિચૂર્ણિમાં અત્યંત સ્પષ્ટ શબ્દોમાં જણાવેલ છે કે “શુદ્ધદ્રવ્યાર્થિક સંગ્રહનય છે. શુદ્ધપર્યાયાર્થિક એવંભૂતનય છે. તથા વચલા પાંચેય નય દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિક ઉભયસ્વરૂપ છે.” તેથી (૧) અનુપયુક્ત સામાયિકાદિ આવશ્યકને કે (૨) આવશ્યકસૂત્રાર્થમાં અનુપયુક્ત દેવદત્તાદિ પર્યાયને કે (૩) આવશ્યકાદિમાં અનુપયુક્ત આત્મદ્રવ્યને ઋજુસૂત્રનય એક દ્રવ્યાવશ્યક તરીકે માને તો પણ કોઈ દોષ નથી. કારણ 1. द्रव्यार्थिकः शुद्धः सङ्ग्रहः, पर्यवार्थिकः शुद्धः एवम्भूतः, मध्यमा द्रव्यार्थिक-पर्यवार्थिकाः ।