Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१०२६ ० त्रयोविंशतिनयविभागापादनम् ।
८/१६ तत्वं सुदुर्निवारमवसेयम् । 'नैगमः स्वेतरभिन्नः सङ्ग्रह-व्यवहार-र्जुसूत्र-शब्द-समभिरूद्वैवम्भूत-द्रव्यार्थिक -पर्यायार्थिकाऽन्यतमनयविषयभिन्नविषयकत्वादि'त्यत्र देवसेनीयहेतौ व्यर्थविशेषणघटितत्वञ्च स्वसमानाधि
करणप्रकृतसाध्यव्याप्यताऽवच्छेदकधर्मान्तरघटितत्वलक्षणं बोध्यम् । स्वं सङ्ग्रहाद्यष्टकान्यतमनयगोचरम भिन्नविषयकतात्वम्, तत्समानाधिकरणम् अथ च नैगमाऽन्यनयव्यावृत्तिलक्षणप्रकृतसाध्यव्याप्यताऽवच्छेदकं
यद् धर्मान्तरं सङ्ग्रहादिषट्काऽन्यतमनयविषयाऽन्यविषयकतात्वं तद्घटिततया देवसेनीयहेतोः व्यर्थविशेषणघटितत्वेन देवसेनः अधिकोक्तिरूपनिग्रहस्थानेन निगृह्यते इति।
किञ्च, व्यर्थविशेषणघटितहेत्वङ्गीकारे 'नैगमः स्वेतरभिन्नः सङ्ग्रह-व्यवहार-र्जुसूत्र-शब्द-समभिઆ પ્રતિજ્ઞાની સિદ્ધિ કરવા માટે ધૂમ હેતુ પર્યાપ્ત છે. તેમ છતાં તેને છોડીને નીલધૂમને હેતુ તરીકે દર્શાવવામાં આવે તો અધિક કથન સ્વરૂપ નિગ્રહસ્થાન પણ દુર્વાર જ છે. બરાબર આ જ રીતે વ્યર્થવિશેષણથી ઘટિત એવા હેતુનો પ્રયોગ કરવાથી અધિક કથન = નિરર્થક કથન સ્વરૂપ નિગ્રહસ્થાનથી બચવું પણ દેવસેનજી માટે મુશ્કેલ જ છે, અશક્યપ્રાય જ છે. પ્રસ્તુતમાં દેવસેનસંમત અનુમાનપ્રયોગનો આકાર આ મુજબ સમજવો. “નૈગમન સ્વેતરભિન્ન છે. કારણ કે સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ, એવંભૂત, દ્રવ્યાર્થિક, પર્યાયાર્થિક - આ આઠ નયોમાંથી કોઈ પણ નયના વિષયથી ભિન્ન વિષયનું તે અવગાહન કરે છે. આ અનુમાન પ્રયોગમાં દેવસેનજીના હેતુમાં સ્વસમાનાધિકરણપ્રકૃતસાધ્યવ્યાપ્યતાઅવચ્છેદકધર્માન્તરઘટિતત્વસ્વરૂપ વ્યર્થવિશેષણઘટિતત્વ નામનો દોષ લાગુ પડે છે તેમ સમજવું. તે આ રીતે - સ્વ = સંગ્રહાદિઅષ્ટવિધઅન્યતમનયવિષયભિન્નવિષયકતાત્વ. તથા તેને સમાનાધિકરણ
હોય અને નૈગમાન્યવ્યાવૃત્તિસ્વરૂપ પ્રસ્તુત સાધ્યનું વ્યાપ્યતાઅવચ્છેદક હોય તેવો અન્ય ગુણધર્મ છે [ સંગ્રહાદિષર્કઅન્યતમવિષયભિન્નવિષયકતાત્વ. તેનાથી ઘટિત છે દેવસેનસંમત એવો સંગ્રહાદિઅષ્ટવિધ
અન્યતમનયવિષયભિન્નવિષયકત્વસ્વરૂપ હતુ. (જેમ “પર્વતો વનમન્ નીત્તધૂમ - આ સ્થળે સ્વ = નીલધૂમત્વ હેતુ એ પોતાને સમાનાધિકરણ હોય અને વહિવ્યાપ્યતાઅવચ્છેદક હોય તેવા ધૂમત ધર્મથી ઘટિત હોવાથી વ્યર્થવિશેષણઘટિત બને છે, તેમ પ્રસ્તુતમાં યોજના કરવી.) નવ્ય ન્યાયની ગૂઢ પરિભાષા મુજબ આ વાત અહીં કરવામાં આવેલ છે. સાદી ભાષામાં એમ કહી શકાય કે હેતુના શરીરમાં દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયનો પ્રવેશ કર્યા વિના જ “નૈગમનય પોતાના સિવાયના નયોથી જુદો છે? આવું સિદ્ધ થતું હોય તો શા માટે તેનો તેમાં પ્રવેશ કરવો ? હેતુના ઘટકરૂપે વ્યર્થવિશેષણો લગાડવાથી
વ્યર્થ ગૌરવ, વ્યર્થ કથન, અધિકકથન સ્વરૂપ દોષ તો દેવસેનને અવશ્ય લાગુ પડશે. આમ અધિકકથનાત્મક નિગ્રહસ્થાનથી દેવસેન ઘેરાઈ જશે, પકડાઈ જશે, હારી જશે.
ઈ ૨૩ કે ૪૪ મૂળ નયની આપત્તિ છે. (શિષ્ય.) વળી, બીજી મહત્ત્વની વાત એ છે કે વ્યર્થ વિશેષણથી ઘટિત એવો પણ હેતુ જો માન્ય કરવામાં આવે તો હેતુકોટિમાં દ્રવ્યાર્થિક, પર્યાયાર્થિક, દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિક નયની જેમ અર્પિતનય, અનર્મિતનય, અર્થનય, વ્યંજનનય વગેરેનો સમાવેશ પણ માન્ય કરવો પડશે. તેથી દેવસેનજીની સામે જો કોઈક વિદ્વાન આ જ શાખામાં પૂર્વે ૧૦ મા શ્લોકની વ્યાખ્યામાં જણાવી ગયા તે રીતે ૨૩ નયની