Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१०४२
• सोमिलवक्तव्यताविमर्श: 6
८/१८ तस्य निर्देशात् । तदुक्तं तत्र '“दव्वट्ठियाए एगे अहं, नाण-दंसणट्ठयाए दुविहे अहं, पएसट्टयाए अक्खए
વિ .” (.પૂ.૧૮/૧૦/૬૪૭) તિા તત્તિજોશફ્લેવમ્ “નીવડ્રવ્યવસ્વૈન દ્રવ્યર્થતા “gsÉ', ન તુ । प्रदेशार्थतया, तेषामसङ्ख्येयत्वात् । तथा कञ्चित्स्वभावमाश्रित्यैकत्वसङ्ख्याविशिष्टस्यापि पदार्थस्य
स्वभावान्तरद्वयापेक्षया द्वित्वमपि न विरुद्धमित्यत उक्तं 'नाण-दंसणट्ठयाए दुविहे अहं' इति । तथा प्रदेशार्थतयाऽसङ्ख्येयप्रदेशतामाश्रित्य अक्षतोऽप्यहम्, सर्वथा प्रदेशानां क्षयाभावाद्” (भ.सू.१८/१०/६४७ श वृ.)। सोमिलवक्तव्यतारहस्यं तु अवोचाम अध्यात्मवैशारद्याम् अध्यात्मोपनिषद्वृत्तौ (१/३०-३१) । ___अत्र हि प्रदेशार्थनयो दर्शित एव। न च तस्य दशविधद्रव्यार्थिकनयविभागे समावेशः । सम्भवति, द्रव्यार्थिकनयविभाज्यताऽवच्छेदकव्याप्यधर्माऽनाक्रान्तत्वात् । न च द्रव्यार्थिकनयसामान्ये तस्यान्तर्भावोऽस्तु इति वाच्यम्, अखण्डस्कन्धग्राहकसामान्यद्रव्यार्थनयापेक्षया भगवता स्वस्मिन् एकत्वस्यैवोक्तत्वात्, प्रदेशार्थनयेन त्वसङ्ख्येयत्वस्याभिप्रेतत्वात्। तत्र तदन्तर्भावे च प्रदेशार्थतयाऽक्षतत्वाકરવી. કારણ કે ભગવતીસૂત્રના અઢારમા શતકમાં સોમિલ બ્રાહ્મણના પ્રશ્નનો જવાબ આપવાના અવસરે પ્રદેશાર્થનયનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. ત્યાં ભગવાન મહાવીરે સોમિલ બ્રાહ્મણને જણાવેલ છે કે દ્રવ્યાર્થથી હું એક છું. જ્ઞાન-દર્શનાર્થથી હું દ્વિવિધ છું. પ્રદેશાર્થથી હું અક્ષય પણ છું.' શ્રીઅભયદેવસૂરિજી મહારાજે ઉપરોક્ત ભગવતીસૂત્રવચનની વ્યાખ્યા કરતાં જે જણાવેલ છે, તેનો પ્રસ્તુતમાં ઉપયોગી અંશ આ મુજબ છે કે “જીવ દ્રવ્ય એક હોવાથી દ્રવ્યાર્થથી = દ્રવ્યદૃષ્ટિએ “હું એક છું.” પરંતુ પ્રદેશાર્થથી = આત્મપ્રદેશદૃષ્ટિએ હું એક નથી. કારણ કે આત્મપ્રદેશો તો અસંખ્ય છે. તેમ જ કોઈક સ્વભાવને આશ્રયીને એક = એકત્વસંખ્યાયુક્ત પણ પદાર્થ અન્ય બે સ્વભાવને આશ્રયીને દ્વિત્વ સંખ્યાથી યુક્ત હોય તો પણ તેમાં
કોઈ વિરોધ આવતો નથી. તેથી જ ભગવાને જણાવેલ છે કે “જ્ઞાન અને દર્શન સ્વભાવની દૃષ્ટિએ " હું દ્વિવિધ = દ્વિત્વસંખ્યાયુક્ત પણ છું.” તથા પ્રદેશાર્થથી = આત્મપ્રદેશદૃષ્ટિથી અસંખ્ય આત્મપ્રદેશની
અપેક્ષાએ “અક્ષય પણ છું. કારણ કે સર્વ પ્રકારે આત્મપ્રદેશોનો નાશ થતો નથી.” સોમિલવક્તવ્યતાનું રહસ્ય અમે અધ્યાત્મોપનિષદ્ગી અધ્યાત્મવૈશારદી વ્યાખ્યામાં જણાવેલ છે.
પ્રદેશાર્થનચવિચાર આ (ત્ર.) અહીં આપણે જોઈ શકીએ છીએ કે ભગવાને સ્વયં પ્રદેશાર્થનય બતાવેલ જ છે. માટે પ્રદેશાર્થનય આગમોક્ત નથી' - એવું કહી શકાતું નથી. દેવસેનજીએ જે દશ પ્રકારના દ્રવ્યાર્થિકનય બતાવેલ છે, તેમાં તો પ્રદેશાર્થનયનો સમાવેશ નથી જ થઈ શકતો. કારણ કે દ્રવ્યાર્થિકનયના દેવસેનદર્શિત વિભાજ્યતાઅવચ્છેદકવ્યાપ્ય કર્મોપાધિરહિતશુદ્ધદ્રવ્યાર્થિકત્વાદિ દશ ગુણધર્મોમાંથી એક પણ વિભાજ્યતાઅવચ્છેદકવ્યાપ્યધર્મ પ્રસ્તુત પ્રદેશાર્થનમાં રહેતો નથી. તેથી પૂર્વોક્ત ન્યૂનતાદોષ દુર્વાર બનશે. દ્રવ્યાર્થિકનયસામાન્યમાં પ્રદેશાર્થનયનો અંતર્ભાવ થઈ નથી શકતો. કારણ કે અખંડ સ્કંધ દ્રવ્યના ગ્રાહક એવા દ્રવ્યાર્થિકનસામાન્યની અપેક્ષાએ ભગવાને પોતાનામાં એકત્વ સંખ્યા જ દર્શાવેલ છે. પ્રદેશાર્થનયની દષ્ટિએ તો ભગવાનને પોતાનામાં અસંખ્યાતત્વ જ અભિપ્રેત છે. કારણ કે આત્મપ્રદેશો અસંખ્ય છે. 1. દ્રવ્યર્થતા છોડમ, જ્ઞાન-ર્શનાર્થતા ત્રિવિધ દમ, પ્રાર્થતા અક્ષતોથમ....