Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१०४८
० प्रदेशोदाहरणे अनुयोगद्वारसंवादः ।
૮/૨૮ अधम्मपएसो, आगासपएसो, जीवपएसो, खंधपएसो, देसपएसो।
(२) एवं वयंतं णेगमं संगहो भणइ - जं भणसि - ‘छण्हं पएसो' तं न भवइ। कम्हा ? जम्हा जो ना देसपएसो सो तस्सेव दव्वस्स । जहा को दिर्सेतो ? दासेण मे खरो कीओ, दासोऽवि मे खरोऽवि मे। तं 7 मा भणाहि छण्हं पएसो। भणाहि - ‘पंचण्हं पएसो'। तं जहा - धम्मपएसो, अधम्मपएसो, आगासपएसो, जीवपएसो, खंधपएसो।
(३) एवं वयंतं संगहं ववहारो भणइ - जं भणसि - ‘पंचण्हं पएसो' तं न भवइ । कम्हा ? जइ जहा पंचण्हं गोट्ठिआणं पुरिसाणं केइ दव्वजाए सामण्णे भवइ। तं जहा - हिरण्णे वा सुवण्णे वा धणे वा धण्णे वा, तो जुत्तं वत्तुं जहा पंचण्हं पएसो। तं मा भणिहि ‘पंचण्हं पएसो', भणाहि - पंचविहो पएसो, तं जहा - धम्मपएसो. अधम्मपएसो. आगासपएसो. जीवपएसो. खंधपएसो। આ રીતે - ધર્માસ્તિકાયનો પ્રદેશ, અધર્માસ્તિકાયનો પ્રદેશ, આકાશપ્રદેશ, જીવપ્રદેશ, પુદ્ગલસ્કંધપ્રદેશ, ધર્માધર્માકાશાદિના દેશનો પ્રદેશ.”
(૨) આ પ્રમાણે બોલતા નૈગમનયને સંગ્રહનય કહે છે કે “હે નૈગમનય! “છનો પ્રદેશ' - આ મુજબ તું જે કહે છે તે બરાબર નથી. કારણ કે જે છઠ્ઠો દેશનો પ્રદેશ બતાવ્યો, તે તો તે જ ધર્માસ્તિકાયાદિ દ્રવ્યનો પ્રદેશ છે. “આ અંગે લોકોમાં દષ્ટાંત શું છે ?' - તેવું જો પૂછવામાં આવે તો તેનો જવાબ એ છે કે – મારા ગુલામે ગધેડાની ખરીદી કરી. પરંતુ ગુલામ મારો હોવાથી તેણે ખરીદેલો
ગધેડો પણ મારો જ છે. આ મુજબ લોકમાં કહેવાય છે. તેમ ધર્માસ્તિકાય વગેરે દ્રવ્યના દેશનો પ્રદેશ ( પણ ધર્માસ્તિકાયાદિ દ્રવ્યનો જ પ્રદેશ બને છે. તેથી તે નૈગમનય! “છનો પ્રદેશ” આવું ન બોલ.
પણ “પાંચનો પ્રદેશ” આ પ્રમાણે બોલ. તે આ મુજબ – ધર્માસ્તિકાયનો પ્રદેશ, અધર્માસ્તિકાયનો પ્રદેશ, છે. આકાશનો પ્રદેશ, જીવનો પ્રદેશ, મુગલસ્કંધનો પ્રદેશ.”
(૩) આ પ્રમાણે બોલતા સંગ્રહનયને વ્યવહારનય કહે છે કે “હે સંગ્રહનય ! તું “પાંચનો પ્રદેશ' આ મુજબ બોલે છે તે સંભવ નથી. આનું કારણ એ છે કે જેમ પાંચ ગોઠિયા મિત્ર પુરુષોની વચ્ચે ઘાટ ઘડેલું સોનું કે ઘાટ ઘડ્યા વગરનું સોનું કે ધન કે ધાન્યાદિ કોઈ સાધારણ દ્રવ્યસમૂહ જો હોય તો તે દ્રવ્યને ઉદેશીને “આ પાંચ મિત્રોનું સુવર્ણાદિ દ્રવ્ય છે” – એમ બોલી શકાય. આ રીતે જો ધર્માસ્તિકાય વગેરે પાંચ દ્રવ્યમાં અનુગત = સાધારણ કોઈ પ્રદેશ હોય તો તેને ઉદેશીને “આ ધર્માસ્તિકાયાદિ પાંચનો પ્રદેશ છે' - આ મુજબ બોલી શકાય. પરંતુ એવું તો નથી. ધર્માસ્તિકાય વગેરે પાંચેય દ્રવ્યોની વચ્ચે आकाशप्रदेशः, जीवप्रदेशः, स्कन्धप्रदेशः, देशप्रदेशः।
(२) एवं वदन्तं नैगमं सङ्ग्रहो भणति - यद् भणसि 'षण्णां प्रदेशः' तन्न भवति। कस्मात् ? यस्माद् यो देशप्रदेशः स तस्यैव द्रव्यस्य। यथा को दृष्टान्तः ? 'दासेन मे खरः क्रीतः, दासोऽपि मे खरोऽपि मे'। तन्मा भण - षण्णां प्रदेशः। भण - पञ्चानां प्रदेशः, तद् यथा - धर्मप्रदेशः, अधर्मप्रदेशः, आकाशप्रदेशः, जीवप्रदेशः, स्कन्धप्रदेशः।
(३) एवं वदन्तं सङ्ग्रहं व्यवहारो भणति - यद् भणसि 'पञ्चानां प्रदेशः' तन्न भवति। कस्मात् ? यदि यथा पञ्चानां गोष्ठिकानां पुरुषाणां किञ्चिद् द्रव्यजातं सामान्यं भवति, तद् यथा - हिरण्यं वा सुवर्णं वा धनं वा धान्यं वा, ततो युक्तं वक्तुं तथा पञ्चानां प्रदेशः। तन्मा भण 'पञ्चानां प्रदेशः'। भण - पञ्चविधः प्रदेशः, तद् यथा - धर्मप्रदेशः, अधर्मप्रदेशः, आकाशप्रदेशः, जीवप्रदेशः, स्कन्धप्रदेशः।