Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 398
________________ १०२४ . विभाज्यतावच्छेदकव्याप्यधर्माणाम् असमानाधिकरणत्वम् आवश्यकम् ० ८/१६ प च विभाज्यतावच्छेदकीभूतनयत्वव्याप्य-मिथोऽसमानाधिकरण-नैगमत्वाद्यवान्तरधर्मप्रकारकप्रमासाध्यो नय" विभाग इति फलितम्। नयविभाजकधर्मविधया सम्मतानां विभाज्यतावच्छेदकव्याप्यधर्माणां मिथः समानाधिकरणत्वे तादृशविभागेन प्रतिनयम् इतरनयव्यावृत्तिः साधयितुमशक्या इति तन्निवेश आवश्यकः । । अत्र साधनकोटौ मिथोऽसमानाधिकरणत्वप्रवेशादेव नवनयविभागो व्यवच्छिन्नः, द्रव्यार्थिकत्वस्य नयत्वव्याप्यनैगमत्वादिसमानाधिकरणत्वात् पर्यायार्थिकत्वस्य च नयत्वव्याप्यैवम्भूतत्वादिसमानाधिकरणતાત્ | પરસ્પર અસમાનાધિકરણ = વ્યધિકરણ હોય તેટલા જ ગુણધર્મો મૂળ નયના વિભાજક ગુણધર્મ બની શકે. જો નયવિભાજકધર્મ તરીકે સંમત એવા પ્રસ્તુત વિભાજ્યતાઅવચ્છેદકવ્યાપ્ય ગુણધર્મો પરસ્પર સમાનાધિકરણ હોય તો તેના દ્વારા કરાયેલ મૂલન વિભાગ પ્રત્યેક નયમાં ઈતરનયવ્યાવૃત્તિનો સાધક ન જ બની શકે. તેથી વિભાજ્યતાઅવચ્છેદકવ્યાપ્ય ગુણધર્મો પરસ્પર અસમાનાધિકરણ હોવા જરૂરી છે. તથા પ્રસ્તુતમાં તેવા વિભાજ્યતાઅવચ્છેદકવ્યાપ્ય ગુણધર્મ તરીકે નૈગમત્વ વગેરે સાત ધર્મો જ પ્રાપ્ત થશે. કારણ કે જ્યાં નૈગમત્વ રહે છે ત્યાં સંગ્રહવાદિ છે ધર્મો નથી રહેતા તથા જ્યાં સંગ્રહત્વ રહે છે ત્યાં નૈગમતાદિ છ ધર્મો નથી રહેતા. આમ નયત્વવ્યાપ્ય નૈગમત્કાદિ સાત ગુણધર્મો પરસ્પર અસમાનાધિકરણ હોવાથી “નયો સાત છે' - આ મૂલન વિભાગવાક્ય પ્રમાણભૂત છે. કેમ કે નૈગમતાદિ સાત ગુણધર્મોમાં નયત્વવ્યાપ્યત્વની બુદ્ધિ તથા પરસ્પરવ્યધિકરણત્વની બુદ્ધિ સત્ય = પ્રમા છે. તાદેશ નૈગમતાદિપ્રકારક પ્રમાં બુદ્ધિથી સાધ્ય હોવાથી તે સખવિધ મૂલન વિભાગ વિશ્વસનીય છે. સમનચવિભાગનું સમર્થન ? (ત્ર.) પ્રસ્તુતમાં અન્યનયવ્યાવૃત્તિસાધક એવો નવિભાગ સાધ્ય છે. તથા તાદેશ પ્રમા બુદ્ધિ તેનું સાધન છે. સાધનકોટિમાં રહેલ બુદ્ધિના વિશેષણરૂપે નયત્વવ્યાપ્ય જે ગુણધર્મનો પ્રવેશ કરવામાં આવેલ છે, તેના વિશેષણ તરીકે “પરસ્પર અસમાનાધિકરણત્વ' નો નિવેશ કરવાથી નવ પ્રકારના નવિભાગની બાદબાકી થઈ જાય છે. કેમ કે દ્રવ્યાર્થિકત્વ અને પર્યાયાર્થિકત્વ નામના બે ગુણધર્મો નયત્વવ્યાપ્ય હોવા છતાં નૈગમત્વાદિ ગુણધર્મોના વ્યધિકરણ નથી. દ્રવ્યાર્થિત્વ નામનો ગુણધર્મ પ્રસ્તુતમાં નૈગમતાદિ ધર્મને સમાનાધિકરણ છે. તથા પર્યાયાર્થિકત્વ નામનો ગુણધર્મ પ્રસ્તુતમાં એવંભૂતત્વ આદિ ધર્મને સમાનાધિકરણ છે. નૈગમત્વ આદિ ગુણધર્મના આશ્રયભૂત નૈગમ વગેરે નયોમાં દ્રવ્યાર્થિત્વ રહે છે. તેથી દ્રવ્યાર્થિકત્વ એ વિવક્ષાવશ નયત્વવ્યાપ્ય એવા નૈગમત્કાદિને સમાનાધિકરણ છે. તે જ રીતે એવંભૂતત્વ આદિ ધર્મોના આશ્રયભૂત એવંભૂત વગેરે નયોમાં પર્યાયાર્થિકત્વ રહે છે. તેથી પર્યાયાર્થિકત્વ પણ નયત્વવ્યાપ્ય તરીકે વિવક્ષિત એવા એવંભૂતત્વાદિને સમાનાધિકરણ છે. આમ ‘દ્રવ્યાર્થિકાદિ નવવિધ નય છે' - તેમ નહિ, પરંતુ “નૈગમાદિ સવિધ નય છે' - આ મૂલન વિભાગવાક્ય વધુ સંગત છે. શંકા :- નયત્વવ્યાપ્ય ધર્મના વિશેષણ તરીકે ‘પરસ્પરઅસમાનાધિકરણત્વ” નો પ્રવેશ કરવાની શી જરૂર છે ? વિભાજ્યતાઅવચ્છેદક ધર્મના ઘટક તરીકે પરસ્પરધિકરણત્વનો પ્રવેશ કરવામાં ન આવે તો નવ પ્રકારના મૂલ નયનો વિભાગ કરવામાં કોઈ દોષ નહિ આવે ને ? પછી તો સમાનાધિકરણ

Loading...

Page Navigation
1 ... 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482