Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
९८९
૮/૨૪
० व्यावृत्तिपरद्रव्यार्थस्य व्यवहारे निवेश: 8 सूत्रनयविषयत्वात् ।
(६) भेदकल्पनासापेक्षोऽशुद्धद्रव्यार्थिकनयः ‘आत्मनो ज्ञानादिगुणाः' इति प्ररूपकः विशेषसङ्ग्रहभेदकव्यवहारनयान्तर्गतः। तथाहि - द्रव्यत्व-गुणत्वाभ्यां पदार्थविभजनेऽपि द्रव्यत्वेन चेतनाऽचेतनद्रव्यसङ्ग्राहको गुणत्वेन च ज्ञानादि-रूपादिगुणसङ्ग्राहकोऽत्र विशेषसङ्ग्रहनयो बोध्यः। द्रव्यमध्याद् आत्मानं गुणमध्याच्च ज्ञानादीन् पृथक्कृत्य तदुभयभेदकारित्वेनाऽयं विशेषसङ्ग्रहभेदक- रा व्यवहारनयेऽन्तर्भवति।
(७) अन्वयद्रव्यार्थिकनयः ‘गुण-पर्यायस्वभावं द्रव्यमिति प्रदर्शकः शुद्धसङ्ग्रहनयानुपाती।
(८) स्वद्रव्यादिग्राहकद्रव्यार्थिकः ‘स्वद्रव्याद्यपेक्षया द्रव्यमस्ती'ति प्रतिपादयन् नैगमादौ समाविशति, विधिरूपत्वात् । पूर्वं चतुर्थशाखायां त्रयोदशकारिकायां प्रस्थकविषयकनयसप्तभङ्गीनिरूपणावसरे ? नैगममाश्रित्य या विधिकल्पना दर्शिता सेहाऽनुसन्धेया।
(९) परद्रव्यादिग्राहकद्रव्यार्थिकः ‘परद्रव्याद्यपेक्षया द्रव्यं नास्तीति कथयन् सत्त्वव्यावृत्तिपरत्वाद् का व्यवहारेऽन्तर्भवति।
(१०) परमभावग्राहकद्रव्यार्थिकः 'ज्ञानस्वरूप आत्मा' इति निरूपयन् शुद्धसङ्ग्रहे ऋजुसूत्रे
(૬) ભેદકલ્પનાસાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિકનય એવી પ્રરૂપણા કરે છે કે “જ્ઞાનાદિ આત્માના ગુણો છે.” જ્ઞાન અને આત્મા વચ્ચે ભેદ પાડનાર પ્રસ્તુત છઠ્ઠા દ્રવ્યાર્થિકનયનો અન્તર્ભાવ વિશેષસંગ્રહભેદક વ્યવહારનયમાં થાય છે. તે આ રીતે - દ્રવ્યરૂપે અને ગુણરૂપે પદાર્થનો વિભાગ કરવા છતાં પણ જડ, ચેતન વગેરે તમામ દ્રવ્યનો દ્રવ્યરૂપે સંગ્રહ કરનાર અને જ્ઞાનાદિ, રૂપ-રસાદિ ગુણોનો ગુણરૂપે સંગ્રહ કરનાર નય અહીં વિશેષસંગ્રહનય જાણવો. આ વિશેષસંગ્રહનયના વિષયનો ભેદ કરનાર વ્યવહારનય દ્રવ્યોમાંથી આત્માને જુદો પાડી તથા ગુણોમાંથી જ્ઞાનાદિને અલગ પાડી, આત્મા અને જ્ઞાનાદિ વચ્ચે ભેદને દર્શાવે છે. તેથી વિશેષસંગ્રહભેદક વ્યવહારનયમાં પ્રસ્તુત છઠ્ઠા દ્રવ્યાર્થિકનયનો સમાવેશ કરવો વ્યાજબી છે.
(૭) અન્વય દ્રવ્યાર્થિકનય પોતાનું મંતવ્ય એવું દર્શાવે છે કે “ગુણ-પર્યાયસ્વભાવવાળું દ્રવ્ય છે.' અહીં ગુણ અને પર્યાય બન્નેનો દ્રવ્યમાં સમાવેશ થતો હોવાથી સાતમા દ્રવ્યાર્થિકનયનો શુદ્ધસંગ્રહનયમાં અનુપ્રવેશ થાય છે.
(૮) સ્વદ્રવ્યાદિગ્રાહક દ્રવ્યાર્થિકનય એવું પ્રતિપાદન કરે છે કે “સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ દ્રવ્ય વિદ્યમાન છે.” આ આઠમા દ્રવ્યાર્થિકનયનો સમાવેશ નૈગમ આદિ નયોમાં પણ થઈ શકે છે. કારણ કે તે વિધિસ્વરૂપ છે, વિધાયક છે. ચોથી શાખાના તેરમા શ્લોકમાં પ્રસ્થવિષયક નયસપ્તભંગીના નિરૂપણ અવસરે સ્યાદ્વાદરત્નાકર ગ્રંથનો સંવાદ અમે દર્શાવેલ છે. ત્યાં નૈગમનયને આશ્રયીને વિધિકલ્પના દર્શાવેલ છે. તેનું અહીં અનુસંધાન કરવું.
(૯) પરદ્રવ્યાદિગ્રાહક દ્રવ્યાર્થિકનય કહે છે કે “પદ્રવ્યાદિની અપેક્ષાએ દ્રવ્ય અસત્ છે.” આ નય સત્ત્વની વ્યાવૃત્તિ = બાદબાકી કરવામાં પરાયણ હોવાથી તેનો વ્યવહારનયમાં અન્તર્ભાવ થાય છે.
(૧૦) પરમભાવગ્રાહક દ્રવ્યાર્થિકનય એવું નિરૂપણ કરે છે કે “આત્મા જ્ઞાનસ્વરૂપ છે. આ