Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૮[૨૪
९८८
० द्रव्यार्थिकभेदानां सङ्ग्रहादिनये समावेश: 8 છે જે દ્રવ્યાર્થિકના ૧૦ ભેદ દેખાડ્યા, તે સર્વ શુદ્ધાશુદ્ધ સંગ્રહાદિકમાંહિ આવઈ.
मैवम्, द्रव्यार्थिकनयस्य दशाऽपि भेदाः सङ्ग्रहादिनयेषु समाविशन्ति, तेषां द्रव्यार्थिकनय- गोचरग्राहकत्वात् । तथाहि - (१) कर्मोपाधिनिरपेक्षशुद्धद्रव्यार्थिकनयः ‘संसारी जीवः सिद्धसदृश' रा इति प्रतिपादकः विशेषसङ्ग्रहनयान्तःपाती भवति । स (२) उत्पाद-व्ययगौणत्वेन सत्ताग्राहकः शुद्धद्रव्यार्थिकनयः 'द्रव्यं नित्यम्' इति वदन् __सामान्यसङ्ग्रहनिविष्टो भवति। र (३) भेदकल्पनानिरपेक्षः शुद्धद्रव्यार्थिकनयः 'द्रव्यं निजगुण-पर्यायस्वभावादभिन्नमिति प्ररूपकः क भेदकल्पनानपेक्षतया सामान्यसङ्ग्रहे प्रविष्टः। अत एवोक्तं सम्मतितर्कवृत्तौ “शुद्धो द्रव्यास्तिको नयः [ સપ્રદનથમિમતવિષયપ્રરૂપ” (1.7.9/3/ઉ.૨૭૨) તિા
(४) कर्मोपाधिसापेक्षोऽशुद्धद्रव्यार्थिकः 'क्रोधादिमयः जीवः' इति दर्शकः अशुद्धसङ्ग्रहे ।
(५) उत्पाद-व्ययसापेक्षः सत्ताग्राहकोऽशुद्धद्रव्यार्थिकनयः ‘एकस्मिन् समये उत्पाद-व्यय-ध्रौव्यात्मकं द्रव्यमिति निरूपकः ऋजुसूत्रनयानुगृहीतसङ्ग्रहान्तर्भूतः, एकसमयवर्तिसमुत्पाद-व्ययपर्यायाणाम् ऋजु
9 દ્રવ્યાર્થિકાદિમાં વિષયભેદ નથીઃ ઉત્તરપક્ષ % શ્વેતાંબર :- (વિ) તમારી આ વાત વ્યાજબી નથી. આનું કારણ એ છે કે દ્રવ્યાર્થિકનયના દશેય ભેદોનો સમાવેશ સંગ્રહ આદિ નયોમાં થઈ જાય છે. કેમ કે સંગ્રહ આદિ નયો દ્રવ્યાર્થિકનયના વિષયનું જ ગ્રહણ કરે છે. તે સમાવેશ આ રીતે સમજવો.
(૧) કર્મઉપાધિનિરપેક્ષ શુદ્ધ દ્રવ્યાર્થિક નય એવું પ્રતિપાદન કરે છે કે “સંસારી જીવ સિદ્ધતુલ્ય છે.” જીવના બે ભેદ પાડી સંસારીરૂપે તમામ જીવનો એક વિભાગમાં સંગ્રહ અને અન્ય જીવોનો સિદ્ધ છે વિભાગમાં સંગ્રહ કરનાર પ્રસ્તુત પ્રથમ દ્રવ્યાર્થિક નયનો અન્તર્ભાવ વિશેષ સંગ્રહનયમાં થાય છે.
(૨) ઉત્પાદ-વ્યયને ગૌણ કરીને મુખ્યતયા સત્તાનું ગ્રહણ કરનાર શુદ્ધ દ્રવ્યાર્થિકનય કહે છે કે ડી‘દ્રવ્ય નિત્ય છે.” દ્રવ્યાર્થિકનયના પ્રસ્તુત બીજા ભેદનો પ્રવેશ સામાન્ય સંગ્રહનયમાં થાય છે.
(૩) ભેદકલ્પનાનિરપેક્ષ શુદ્ધ દ્રવ્યાર્થિકનય કહે છે કે દ્રવ્ય પોતાના ગુણ-પર્યાય-સ્વભાવથી અભિન્ન છે.' અહીં ભેદની કલ્પનાને અવકાશ ન હોવાથી સામાન્ય સંગ્રહનયમાં તે પ્રવેશે છે. તેથી જ સંમતિતર્કવ્યાખ્યામાં જણાવેલ છે કે ‘શુદ્ધદ્રવ્યાસ્તિકનય તો સંગ્રહનયમાન્ય એવા વિષયની પ્રરૂપણા કરે છે.”
(૪) કર્મોપાધિસાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિકનય એવું દેખાડે છે કે “ક્રોધાદિમય જીવ છે.” કર્મસાપેક્ષા અશુદ્ધિને દર્શાવનાર પ્રસ્તુત નયનો સમાવેશ અશુદ્ધ સંગ્રહનયમાં થાય છે.
(૫) ઉત્પાદ-વ્યયસાપેક્ષ સત્તાગ્રાહક અશુદ્ધ દ્રવ્યાર્થિક કહે છે કે “એક સમયે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મક દ્રવ્ય છે.' દ્રવ્યાર્થિકનય હોવા છતાં ઉત્પાદ-વ્યય પર્યાયને ગ્રહણ કરવાને લીધે એ અશુદ્ધ છે. તથા એક જ દ્રવ્યમાં ઉત્પાદ આદિ પર્યાયનો સંગ્રહ પણ કરે છે. તેમજ એકસમયવર્તી ઉત્પાદ-વ્યય પર્યાય ઋજુસૂત્રનયનો વિષય છે. તેથી તેનો સમાવેશ ઋજુસૂત્રનયથી અનુગૃહીત સંગ્રહમાં થાય છે.