Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
९९०
० पर्ययार्थिकभेदानाम् ऋजुसूत्रादौ समावेश:
८/१४ ए वा प्रविशति । ततश्च दशविधानामपि द्रव्यार्थिकनयभेदानां नैगमादिनयेभ्यः विषयभेदो नैव सम्भवतीति
આ સિદ્ધના.
एवं पर्यायार्थिकस्य ये षड् भेदाः देवसेनेन दर्शिताः तेऽपि न युक्ताः। विषयलेशभेदेन मतभेदाभ्युपगमे तु (१) कर्मोपाधिरहितनित्यशुद्धपर्यायार्थिकस्येव अभव्यत्वलक्षणपारिणामिकभावग्राहकस्य श कर्मोपाधिरहित-नित्याऽशुद्धपर्यायार्थिकस्य, (२) औपशमिकसम्यक्त्वग्राहकस्य कर्मोपाधिरहितसादि -सान्तशुद्धपर्यायार्थिकस्य, (३) भव्यत्वग्राहकस्य च कर्मोपाधिरहिताऽनादिसान्तशुद्धपर्यायार्थिकस्य अतिरिक्तत्वम् अपरिहार्यम्, उभयत्र युक्तेः तुल्यत्वात् ।
___ एवमेव (४) जन्म-मरणादिग्राहकस्य कर्मोपाधिसापेक्षाऽनित्याऽशुद्धपर्यायार्थिकस्येव अभव्यनिष्ठદ્રવ્યાર્થિકનયનો શુદ્ધસંગ્રહનયમાં અથવા ઋજુસૂત્રમાં સમાવેશ થાય છે. આમ દ્રવ્યાર્થિકનયના દશેય ભેદોનો નૈગમ આદિ નયોમાં સમાવેશ થઈ જાય છે. તેથી દશેય પ્રકારના દ્રવ્યાર્થિકનયોના ભેદોનો નૈગમ આદિ નયો કરતાં વિષયભેદ સંભવતો નથી - તેવું સિદ્ધ થાય છે.
ઇ દેવસેનદર્શિત પર્યાયાર્થિકવિભાગ પણ અનુચિત છે. (ઉં.) આ જ રીતે દેવસેનજીએ પર્યાયાર્થિકનયના જે છ ભેદોને જણાવેલા છે તે પણ યોગ્ય નથી. કારણ કે થોડાક જ વિષયભેદથી જો પર્યાયાર્થિકનયના નવા-નવા ભેદો પાડવામાં આવે તો દેવસેનજીએ પર્યાયાર્થિકના છ નહિ પરંતુ તેનાથી વધુ ભેદ સ્વીકારવા પડશે. તે આ રીતે - (૧) કર્મોપાધિરહિત નિત્યશુદ્ધ પાયાર્થિક નામનો જે પાંચમો પ્રકાર દેવસેનજીએ સંસારીના સિદ્ધત્વપર્યાયને ગ્રહણ કરનાર તરીકે જણાવેલો હતો, તેમ અભવ્યત્વ નામના પારિણામિક ભાવને ગ્રહણ કરનાર કર્મોપાધિરહિત નિત્યઅશુદ્ધ પર્યાયાર્થિકનયને સ્વતંત્રરૂપે દેવસેનજીએ જણાવવો પડશે. કેમ કે અભવ્યત્વ અનાદિ
પારિણામિકભાવ હોવાથી કર્મોપાધિનિરપેક્ષ છે તથા નિત્ય અશુદ્ધ છે. તથા (૨) જીવમાં રહેલ ઔપશમિક ? સમ્યક્તને ગ્રહણ કરનાર કર્મોપાધિરહિત સાદિ-સાન્ત શુદ્ધપર્યાયાર્થિકનયને પણ દેવસેનજીએ સ્વતંત્ર
ભેદ માનવો પડશે. કેમ કે દર્શનમોહનીયકર્મના વિપાકોદયથી અને પ્રદેશોદયથી પથમિક સમ્યક્ત નિરપેક્ષ છે તથા તે માત્ર અંતર્મુહૂર્તમાત્રકાલીન છે. (૩) તે જ રીતે ભવ્યત્વ પરિણામને ગ્રહણ કરનાર કર્મોપાધિરહિત અનાદિ-સાન્ત શુદ્ધપર્યાયાર્થિકનય પણ તેણે સ્વતન્ત્રરૂપે દર્શાવવો પડશે. કેમ કે ભવ્યત્વ અનાદિ પારિણામિક ભાવ હોવાથી કર્મોપાધિનિરપેક્ષ પર્યાય છે. તે નાશ પામવા યોગ્ય છે તથા શુદ્ધ છે. પૂર્વોક્ત ચાર પર્યાયાર્થિક કરતાં પાંચમો જો સ્વતંત્ર હોય તો ઉપરોક્ત ત્રણ પર્યાયાર્થિકને પણ સ્વતંત્રરૂપે દેવસેને બતાવવા પડશે. કારણ કે જે યુક્તિ પાંચમા પર્યાયાર્થિકને સ્વતંત્ર દર્શાવવા માટે દેવસેનજી દર્શાવશે, તે જ યુક્તિથી ઉપરોક્ત ત્રણેય પર્યાયાર્થિકનયમાં સ્વતંત્રતા સિદ્ધ થઈ જશે.
# તેર પર્યાયાર્થિકનયની આપત્તિ * (વ.) આ જ રીતે (૪) જન્મ-મરણાદિગ્રાહક છઠ્ઠા કર્મોપાધિસાપેક્ષ (સાદિ-સાન્ત) અનિત્ય-અશુદ્ધ પર્યાયાર્થિકની જેમ અભવ્ય જીવમાં રહેલ સંસારિત્વ વગેરેને ગ્રહણ કરનાર કર્મોપાધિસાપેક્ષ અનાદિ અનન્ત અશુદ્ધ પર્યાયાર્થિકને પણ ચોક્કસ દેવસેને જુદો જણાવવો પડશે. છઠ્ઠા ભેદથી તેનું ગ્રહણ થઈ શકતું