Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१०१२ • नैगमद्वितीयभेदस्वातन्त्र्यविचारः ।
८/१५ ऽप्रत्याख्येयत्वात्। ___यद्वा विशेषावश्यकभाष्यदर्शितस्य (गा.२१८८) सत्ताग्राहिणः केवलसामान्यवादिनः सर्वाऽविशुद्धस्य
नैगमाऽऽद्यभेदस्य भवतु सङ्ग्रहनये समवतारः, विशेषमात्रग्राहिणः च केवलविशेषवादिनः सर्वविशुद्धस्य नैगमतृतीयभेदस्य भवतु व्यवहारनये समावेशः। परं गोत्वादिसामान्यविशेषग्राहिणो विशुद्धाऽविशुद्धस्य नैगमद्वितीयभेदस्य तु न सङ्ग्रहे न वा व्यवहारेऽन्तर्भावः सम्भवति, तयोः सामान्यविशेषाऽन्यतरमात्रग्राहकत्वात् । क विशेषसङ्ग्रहनयस्य जीवत्वाद्यवान्तरसामान्यग्राहकत्वेऽपि तत्सामान्यांशग्राहित्वमेव न तूभयांशfण ग्राहित्वमिति न सामान्य-विशेषोभयग्राहिणो विशुद्धाऽविशुद्धस्य नैगमद्वितीयभेदस्य तत्र समावेशः सम्भवतीत्यवधेयम्।
एतेन “सङ्ग्रहे व्यवहारे वा नान्तर्भावः समीक्ष्यते । नैगमस्य तयोरेकवस्त्वंशप्रवणत्वतः ।।” (त.सू.१/ કરવાની દૃષ્ટિએ નૈગમનયનો સંગ્રહનયની સાથે સમાન અભિપ્રાય હોવા છતાં પણ વિશેષ પદાર્થનો સ્વીકાર કરવાની દૃષ્ટિએ સંગ્રહનયનો ભેદ પણ નૈગમનયમાં અબાધિત જ રહેશે.
સામાન્ય-વિશેષગ્રાહી નૈગમનસ્વતંત્ર , (રા.) અથવા એમ કહી શકાય કે વિશેષાવશ્યકભાષ્ય ગ્રંથમાં નૈગમનયનો જે પ્રથમ ભેદ સત્તાગ્રાહક = કેવલ સામાન્યવાદી = માત્રસામાન્યગુણધર્મગ્રાહક જણાવેલ છે, તે સર્વથા અશુદ્ધ નૈગમનાય છે. તેથી તેનો સમાવેશ ભલે સંગ્રહનયમાં થાય. તથા તે જ ગ્રંથમાં શ્રી જિનભદ્રગણિક્ષમાશ્રમણે નૈગમનયનો જે ત્રીજો ભેદ દર્શાવેલ છે, તે કેવલવિશેષવાદી હોવાથી માત્ર વિશેષ ગુણધર્મનો ગ્રાહક છે. તેથી તે સંપૂર્ણતયા વિશુદ્ધિયુક્ત નૈગમનાય છે. વિશેષવાદી હોવાથી તેનો સમાવેશ ભલે વ્યવહારનયમાં થાય. પરંતુ તે ગ્રંથમાં નૈગમનયનો જે બીજો ભેદ દર્શાવેલ છે તે વિશુદ્ધ-અવિશુદ્ધ છે. તે નય ગોત્વ વગેરે છે સામાન્ય-વિશેષ ગુણધર્મનો ગ્રાહક છે. સત્તા = સત્ત્વ = અસ્તિત્વ નામના સામાન્ય ગુણધર્મની અપેક્ષાએ ગોત્વ વિશેષ ધર્મ છે. તથા નીલગોત્વ, ગિરનારીગાયપણું વગેરે વિશેષ ગુણધર્મની અપેક્ષાએ ગોત્વ સામાન્ય ધર્મ છે. આમ ગોત્વ નથી કેવલ સામાન્ય ગુણધર્મ કે નથી કેવલ વિશેષ ગુણધર્મ. પરંતુ તે સામાન્ય-વિશેષ ગુણધર્મ છે. તેથી જ તૈગમનયના બીજા ભેદનો નથી તો કેવલ સંગ્રહનયમાં સમાવેશ થઈ શકતો કે નથી તો કેવલ વ્યવહારનયમાં સમાવેશ થઈ શકતો. સંગ્રહનય માત્ર સામાન્ય ગુણધર્મનો ગ્રાહક છે તથા વ્યવહારનય કેવલ વિશેષધર્મગ્રાહક છે. તેથી ગોવાદિસ્વરૂપ સામાન્ય-વિશેષઉભયાત્મક ગુણધર્મને ગ્રહણ કરનાર દ્વિતીય નૈગમનયનો સંગ્રહ-વ્યવહાર નયમાં સમાવેશ થઈ શકતો નથી.
(વિશેષ.) યદ્યપિ વિશેષસંગ્રહનય જીવત્વરૂપ અવાંતર સામાન્યને ગ્રહણ કરે છે. પણ તે તેમાંના સામાન્ય અંશને જ ગ્રહણ કરે છે, ઉભયસ્વરૂપને નહિ. તેથી સામાન્યવિશેષઉભયાત્મક ગુણધર્મને ગ્રહણ કરનાર દ્વિતીય શુદ્ધાશુદ્ધ નૈગમનયનો વિશેષસંગ્રહનયમાં પણ સમાવેશ થઈ શકતો નથી.
દિગંબરમતે પણ નૈગમનય સ્વતંત્ર 4 | (ન.) વિદ્યાનંદસ્વામી નામના દિગંબર આચાર્યે તત્ત્વાર્થશ્લોકવાર્તિક ગ્રંથમાં નયવિવરણ પ્રકરણમાં