Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
९९४ . पर्यायार्थिकाणाम् ऋजुसूत्रादौ समवतारः ।
૮/૨૪ किञ्च, येऽपि पर्यायार्थिकस्य षड् भेदा देवसेनेन नयचक्राऽऽलापपद्धत्योः दर्शिताः इह च पूर्व षष्ठशाखायां (६/१-६) व्याख्याताः ते सर्वेऽपि ऋजुसूत्रादावन्तर्भवन्ति। तथाहि - र (१-२) पर्यायार्थिकस्य आद्यौ द्वौ भेदौ अनादिनित्य-सादिनित्यपर्यायग्राहको अशुद्धर्जुसूत्रादिस नयान्तर्भूतौ विज्ञेयौ।
(३) सत्तागौणत्वेन उत्पाद-व्ययग्राहकस्वभावोऽनित्यशुद्धपर्यायार्थिकनयः ‘प्रतिसमयं विनाशिनः ' पर्याया' इति प्रतिपादकः शुद्धर्जुसूत्राद्यन्तःपाती।
(४) सत्तासापेक्षस्वभावोऽनित्याऽशुद्धपर्यायार्थिकनयः ‘एकस्मिन् समये त्रयात्मकः पर्यायः' प इति निरूपकः व्यवहारानुगृहीतर्जुसूत्रनयान्तःप्रविष्टः, केवलस्य ऋजुसूत्रस्य सत्ताग्राहकत्वाभावात् । __ यद्वा एतत्क्षणविशिष्टस्य ध्रौव्यस्य पर्यायतया तस्य केवले ऋजुसूत्रेऽपि समावेशो युज्यते । (५) 'सिद्धसदृशाः शुद्धाः संसारिणां पर्यायाः' इति दर्शकः कर्मोपाधिनिरपेक्षस्वभावो नित्य
- પર્યાયાર્થિકનયના છ ભેદ પણ સ્વતંત્ર નથી કે (જિગ્ય) વળી, નયચક્ર તથા આલાપપદ્ધતિ ગ્રંથમાં દેવસેનજીએ પર્યાયાર્થિકનયના જે છ ભેદ દર્શાવેલા છે તથા આ જ ગ્રન્થમાં પૂર્વે છઠ્ઠી શાખામાં ૧ થી ૬ શ્લોક સુધી જેનું વિવેચન કરવામાં આવેલ છે, તે બધા પર્યાયાર્થિકનયના પ્રકારો પણ ઋજુસૂત્રનય વગેરેમાં અન્તર્ભાવ પામે છે. તે આ રીતે :
(૧-૨) પર્યાયાર્થિકનયનો અનાદિ નિત્ય પર્યાયનો ગ્રાહક પ્રથમ ભેદ અને સાદિ નિત્ય પર્યાયનો ગ્રાહક દ્વિતીય ભેદ – આ બન્ને ભેદોનો અશુદ્ધ ઋજુસૂત્રનય વગેરેમાં અન્તર્ભાવ થાય છે - તેમ જાણવું. કારણ કે અશુદ્ધ ઋજુસૂત્રનય દીર્ઘકાલીન પર્યાયનો સ્વીકાર કરે છે. 1 (૩) સત્તાને = ધ્રૌવ્યને ગૌણ કરીને ઉત્પાદ-વ્યય પર્યાયને ગ્રહણ કરવાના સ્વભાવવાળો ત્રીજો
અનિત્ય શુદ્ધ પર્યાયાર્થિકાય એવું પ્રતિપાદન કરે છે કે “પર્યાયો પ્રત્યેક સમયે નાશ પામે છે.” ક્ષણિક | પર્યાયને મુખ્ય કરવાના લીધે પ્રસ્તુત ત્રીજા પર્યાયાર્થિકનયનો શુદ્ધ ઋજુસૂત્રનય વગેરેમાં અન્તર્ભાવ થાય છે. કારણ કે શુદ્ધ ઋજુસૂત્રનય વગેરે ક્ષણભંગુર પર્યાયોને પોતાનો મુખ્ય વિષય બનાવે છે.
(૪) સત્તાસાપેક્ષ = દ્રવ્યગ્રાહક સ્વભાવવાળો ચોથો અનિત્ય અશુદ્ધ પર્યાયાર્થિકનય એવું નિરૂપણ કરે છે કે “એક જ સમયે પર્યાય ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મક છે.” પર્યાયાર્થિકનયના પ્રસ્તુત ચોથા ભેદનો કેવલ ઋજુસૂત્રનયમાં અન્તર્ભાવ થઈ શકતો નથી. કારણ કે શુદ્ધ ઋજુસૂત્રનય ધ્રૌવ્યગ્રાહક નથી. પરંતુ વ્યવહારનયથી અનુગૃહીત ઋજુસૂત્રનયમાં તેનો સમાવેશ થઈ શકે છે. કેમ કે વ્યવહારનય દ્રવ્યગ્રાહક હોવાથી ધ્રૌવ્યગ્રાહી છે. તેથી ધ્રૌવ્યગ્રાહી વ્યવહારનયથી અનુગૃહીત ઉત્પાદ-વ્યયગ્રાહી ઋજુસૂત્રનયમાં ચોથા પર્યાયાર્થિકનયનો અન્તર્ભાવ કરવો વ્યાજબી છે. અથવા ચોથા પર્યાયાર્થિકનયનો ફક્ત શુદ્ધ ઋજુસૂત્રનયમાં પણ સમાવેશ થઈ શકે છે. કારણ કે વર્તમાનક્ષણવિશિષ્ટ પ્રૌવ્ય ક્ષણિક હોવાથી શુદ્ધ પર્યાયસ્વરૂપ છે. તથા ક્ષણિક પર્યાયને તો કેવલઋજુસૂત્રનય પણ ગ્રહણ કરી શકે છે. આમ વ્યવહારનયથી અનુગૃહીત ન હોય તેવા પણ ઋજુસૂત્ર સામાન્યમાં ચોથા પર્યાયાર્થિકનયનો સમાવેશ સંગત જ છે.
(૫) કર્મોપાધિનિરપેક્ષ સ્વભાવવાળો નિત્ય શુદ્ધ પર્યાયાર્થિકનય એવું દર્શાવે છે કે “સંસારી જીવોના