Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૮/૨૪ ० अतिरिक्तार्थग्राहकता द्रव्यार्थिकादौ नास्ति ।
९८७ तदुक्तम् अनेकान्तव्यवस्थाप्रकरणेऽपि महोपाध्याययशोविजयगणिवरैः “न च ‘पञ्च नया' इत्येक प आदेशः, 'सप्त' इति अन्य इतिवत् ‘सप्त नया' इत्येक आदेशो 'नव' इत्यन्य इत्यस्मदभिप्रेतमिति साम्प्रतम्, भिन्नविषयाणां शब्दादीनां त्रयाणां शब्दत्वेन ऐक्यं स्वातन्त्र्यं च अभिप्रेत्य पञ्च-सप्तादेशभेदद्वयसम्भवेऽपि પ્રકૃતે વિષયમેવાડમાવેન તસFAવા (ક.વ્ય.મા I-F/9.9રૂ૫) રૂત્યવિમ્
ननु पूर्वं (५/१०-१९) 'कर्मोपाधिनिरपेक्षशुद्धद्रव्यार्थिकनयः, उत्पाद-व्ययगौणत्वेन सत्ताग्राहकः शुद्धद्रव्यार्थिकः...' - इत्यादिरूपेण दशधा द्रव्यार्थिकनयनिरूपणावसरे नैगमादिभ्यः सप्तभ्यो नयेभ्यः द्रव्यार्थिकनयविषयभेदः दर्शित एव । एवम् ‘अनादिनित्यः पर्यायार्थिकः, सादिनित्यः पर्यायार्थिकः' । - इत्यादिरूपेण पर्यायार्थिकनयोऽपि षड्विधरूपेण पूर्वं (६/१-६) व्याख्यात इति तद्विषयभेदोऽपिण दर्शित एवेति कथं न सप्तभ्यः नवसु नयेषु विषयभेदलेशोऽपि इति चेत् ? રહેલો નથી. તેથી નવ મૂળનયની કલ્પના, બકરીના ગળામાં રહેલ આંચળની જેમ, નિષ્ફળ જ છે.
પાછલા ત્રણ નવમાં ભેદ-અભેદની સિદ્ધિ (તકુ.) અનેકાન્ત વ્યવસ્થા પ્રકરણમાં પણ શંકા-સમાધાનરૂપે મહોપાધ્યાય યશોવિજયજી ગણિવરે જણાવેલ છે કે “પ્રસ્તુતમાં જેમ શ્વેતાંબરમતે “નયો પાંચ છે' - આ પ્રમાણે એક આદેશ, તથા “નયો સાત છે' - એ પ્રમાણે બીજો આદેશ છે. તેમ “મૂળ નયા સાત છે' - એમ એક આદેશ તથા “મૂળ નયો નવ છે' - એવો બીજો મત છે - આવું અમને દિગંબરોને અભિમત છે – આવું દેવસેનકથન વ્યાજબી નથી. કારણ કે શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત - આ ત્રણ નયનો શબ્દવરૂપે અભેદ કરીને પાંચ નયનો આદેશ સંભવે છે. તથા શબ્દાદિ ત્રણ નયોના વિષયો ભિન્ન હોવાથી શબ્દાદિ ત્રણેય નયો
સ્વતંત્ર બને છે – એવા અભિપ્રાયથી “મૂળ નયો સાત છે” આવો મત સંભવી શકે છે. પરંતુ પ્રસ્તુતમાં નિંગમ આદિ સાત નયો કરતાં દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયમાં વિષયભેદ ન હોવાથી નવ નયનો આદેશ સંભવી શકતો નથી.”
છે દ્રવ્યાર્થિકાદિમાં વિષચભેદ છેઃ પૂર્વપક્ષ છે દિગંબર :- () પૂર્વે પાંચમી શાખાના દસથી ઓગણીસ શ્લોક સુધીમાં (૧) કર્મઉપાધિનિરપેક્ષ શુદ્ધ દ્રવ્યાર્થિકનય, (૨) ઉત્પાદ-વ્યય ગૌણ કરીને મુખ્યતયા સત્તાનો ગ્રાહક શુદ્ધ દ્રવ્યાર્થિકનય ..... ઈત્યાદિરૂપે દસ પ્રકારે દ્રવ્યાર્થિકાનું નિરૂપણ કરવાના અવસરે નૈગમ આદિ સાત નો કરતાં દ્રવ્યાર્થિકનયનો વિષયભેદ દેખાડેલ જ છે. તે જ રીતે પૂર્વે છઠ્ઠી શાખાના એકથી છ શ્લોકમાં (૧) અનાદિ નિત્ય પર્યાયાર્થિકનય, (૨) સાદિ નિત્ય પર્યાયાર્થિકનય... ઈત્યાદિ રૂપે પર્યાયાર્થિકનય પણ છ પ્રકારનો દર્શાવેલ જ છે. નૈગમ આદિ નયો કરતાં પર્યાયાર્થિકનયનો વિષયભેદ પણ ત્યાં દેખાડેલ જ છે. તેથી નૈગમ આદિ સાત નયો કરતાં દ્રવ્યાર્થિક આદિ નવ નિયોમાં લેશ પણ વિષયભેદ રહેતો નથી – આવું કેમ કહી શકાય ? તેથી નવ નયનું વિભાજન વ્યાજબી જ છે.