Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
९८५
૮/ ૪
• नवनयनिरूपणं निष्प्रयोजनम् । ઇમ અંતર્ભાવિતતણો રે, કિમ અલગો ઉપદેશ; પાંચ થકી જિમ સાતમાં રે, વિષયભેદ નહીં લેશ રે II૮/૧૪ (૧૨૨) પ્રાણી. રી.
ઈમ અંતભવિત કહતાં ૭ માંહિ ભૂલ્યા, જે દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિક; (તણોત્સ) તેહનો અલગો ઉપદેશ આ કિમ કરિઓ? જો ઈમ કહસ્યો “મતાંતરઈ ૫ નય કહિઍ છઈ, તેહમાં ર નય ભલ્યા; (થકી) તેહનો दर्शितमीमांसां प्रकृते योजयति - ‘अन्तर्भावितयो'रिति ।
अन्तर्भावितयोरेवं कस्मादुक्तिः पृथक् कृता ? ।
पञ्चभ्यः सप्तवन्नैव भेदलेशोऽपि वर्तते ।।८/१४।। प्रकृते दण्डान्वयस्त्वेवम् - एवम् अन्तर्भावितयोः पृथग् उक्तिः कस्मात् कृता ? पञ्चभ्यः सप्तवद् (नवनयेषु) भेदलेशः अपि नैव वर्तते ।।८/१४ ।।
एवं सिद्धान्तवादि-तर्कवादिसूरिद्वयमतानुसारेण नैगमादिषु सप्तसु सङ्ग्रहादिषु वा षट्सु नयेषु । अन्तर्भावितयोः द्रव्यार्थिक-पर्यायार्थिकनययोः कस्मात् कारणाद् देवसेनेन नैगमादिभ्यः पृथग उक्तिः कृता ? न ह्यत्र किञ्चित् प्रयोजनमुपलभामहे । अरण्यरुदनन्यायेन निष्प्रयोजनेयमुक्तिः। અવતરણિકા - ઉપર જણાવેલી મીમાંસાને ગ્રંથકારશ્રી પ્રસ્તુતમાં જોડે છે :
જ સાત નયથી દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિક ભિન્ન નથી જ શ્લોકાર્થ :- આ રીતે અન્તર્ભાવ પામનાર દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયનું પૃથક કથન શા માટે કરેલ છે? પાંચ નો કરતાં સાત નયોમાં જેમ ભેદ રહેલો છે, તેમ સાત નો કરતાં તો નવ નયોમાં લેશ પણ ભેદ રહેલો નથી. (૮/૧૪)
વ્યાખ્યાર્થ - આ રીતે સિદ્ધાન્તવાદી શ્રીજિનભદ્રગણીના મતે નૈગમ આદિ પ્રથમ ચાર નયમાં દ્રવ્યાર્થિકનો તથા શબ્દાદિ છેલ્લા ત્રણ નયોમાં પર્યાયાર્થિકનો સમાવેશ થાય છે. તથા તર્કવાદી સિદ્ધસેન | દિવાકરસૂરિજીના મતે સંગ્રહ અને વ્યવહાર નયમાં દ્રવ્યાર્થિકનો અન્તર્ભાવ તથા ઋજુસૂત્ર આદિ ચાર નયમાં પર્યાયાર્થિકનો અન્તર્ભાવ થાય છે. તેમના મતે સામાન્યગ્રાહી નૈગમનો સંગ્રહમાં તથા વિશેષગ્રાહી 13 નૈગમનો વ્યવહારમાં સમાવેશ થાય છે. તેથી સંગ્રહ-વ્યવહાર નયથી ભિન્ન સ્વરૂપે નૈગમ નામનો નય સિદ્ધસેન દિવાકરસૂરિજીને માન્ય જ નથી. આમ નૈગમ નામના સ્વતંત્ર નયમાં દ્રવ્યાર્થિકનો સમાવેશ કરી કરવાની દિવાકરજીના મતે આવશ્યકતા રહેતી નથી. ટૂંકમાં, સિદ્ધાન્તવાદી આચાર્ય અને તાર્કિક આચાર્ય - બન્ને મત મુજબ નૈગમ આદિ સાત નયોમાં કે સંગ્રહાદિ છે નયોમાં દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયનો સમાવેશ થઈ જાય છે. તો પછી કયા કારણે દેવસેનજીએ નૈગમ આદિ સાત નવો કરતાં દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયનું અલગ કથન કર્યું છે? નૈગમ આદિ સાત નયો કરતાં દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયને મૂળ નય તરીકે સ્વતંત્રપણે બતાવવામાં કોઈ પ્રયોજન અમને જણાતું નથી. તેથી દ્રવ્યાર્થિક, પર્યાયાર્થિક નયનું પૃથક્ કથન કરીને નવ પ્રકારના મૂળનયનો વિભાગ દર્શાવવો વ્યાજબી જણાતો નથી. જંગલમાં રડવાનું જેમ નિપ્રયોજન છે, તેમ નવનયપ્રરૂપણા નિપ્રયોજન છે. ૧ કો.(૪)માં “સાતનો પાઠ.