Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
८/१३ • यथास्वमावश्यकभजनापरामर्शः 0
९८१ देवदत्तीयद्रव्यावश्यकम्, स्याद् यज्ञदत्तीयद्रव्यावश्यकम्, स्यात् चैत्रीयद्रव्यावश्यकम्, स्याद् मैत्रीय-प द्रव्यावश्यकमि'त्यादिरीत्या यथास्वम् आत्मीयात्मीयमेव द्रव्यावश्यकं भजनीयम् ऋजुसूत्रमतानुसारेण । म न हि देवदत्तीय-यज्ञदत्तीयादिद्रव्यावश्यकानाम् ऐक्यम् ऋजुसूत्रसम्मतम्, आधारभेदे आधेयभेदाभ्युपगमात्, अन्यथा तस्य सङ्ग्रहेण साङ्कर्यम् आपद्येत ।
“ऋजुसूत्रश्च प्रत्येकं प्रत्येकं जीवे जीवे व्यतिरिक्तां हिंसामिच्छति” (ओ.नि.गा.७५६ वृ.) इति । ओघनियुक्तिवृत्तिकृदुक्तिरपि एतदर्थसमर्थनपरा द्रष्टव्या ।
स्वीयावश्यकापेक्षया अन्यस्य अन्यदीयाऽऽवश्यकस्य स्वस्मिन्नसत्त्वात्, साम्प्रतकाले चन स्वकीयावश्यकस्य कर्बेक्येन एकत्वादेव द्रव्यावश्यके प्रतिस्वम् एकत्वप्रवादः अनुयोगद्वारसूत्रे ज्ञेयः। મૈત્રીયદ્રવ્યાવશ્યક.. ઈત્યાદિ. આમ યથાયોગ્ય રીતે પોતપોતાનું જ દ્રવ્યાવશ્ક ઋજુસૂત્ર મુજબ વિભાજન પામશે. દેવદત્તીય દ્રવ્યાવશ્યક અને યજ્ઞદત્તીય દ્રવ્યાવશ્યક વગેરે ઋજુસૂત્રનયથી એક નથી. કારણ કે આધારભેદે ઋજુસૂત્ર આધેયભેદને માને છે. જો દ્રવ્યાવશ્યકના અધિકરણસ્વરૂપ અનુપયુક્ત દેવદત્ત, યજ્ઞદત્ત વગેરે જુદા-જુદા હોવા છતાં ઋજુસૂત્રનય તે તે દ્રવ્યાવશ્યકોને એક જ માને તો તેને સંગ્રહનયની સાથે સાર્થ આવી પડે. અર્થાત્ તેવી સ્થિતિમાં ઋજુસૂત્ર અને સંગ્રહ બન્ને એક થવાની આપત્તિ આવે.
હ9 હજુસુગમાન્ય દ્રવ્યનિક્ષેપપૃથકત્વ - દ્રોણાચાર્ય (S (“ઋતુ) દ્રોણાચાર્યજીએ ઓઘનિર્યુક્તિવૃત્તિમાં એક સુંદર વાત ઋજુસૂત્ર અંગે જણાવેલ છે. ત્યાં તેઓશ્રીએ કહેલ છે કે “ઋજુસૂત્રનય એક-એક જીવમાં જુદી-જુદી હિંસાને માને છે.” આશય એ છે કે એક ઘેટાને પાંચ કસાઈ એકીસાથે મારે તો ઘેટું એક હોવા છતાં હિંસક પાંચ હોવાથી દરેકમાં જુદી- | જુદી હિંસાને ઋજુસૂત્રનય માનશે. તેથી ઉપરોક્ત સ્થળે હિંસ્ય એક હોવા છતાં હિંસક પાંચ હોવાથી પ્રત્યેકની હિંસાક્રિયાને જુદી-જુદી માનીને ઋજુસૂત્રનય પાંચ હિંસાને માનશે. તેથી અમે જે જણાવ્યું કે તે દેવદત્ત વગેરે આવશ્યકકર્તા જુદા-જુદા હોવાથી દરેકના જુદા-જુદા દ્રવ્યાવશ્યકને ઋજુસૂત્ર માનશે? - તેનું જ સમર્થન શ્રીદ્રોણાચાર્યની વાત કરે છે. તેથી “ઋજુસૂત્ર અનેક દ્રવ્યાવશ્યકને એકીસાથે માને છે’- ના આમ સિદ્ધ થાય છે.
શંકા :- તો પછી અનુયોગકારસૂત્રમાં “ઋજુસૂત્રનય પૃથકૃત્વ નથી માનતો' - આવું જે જણાવેલ છે તેનું શું કરશું ? તેની સાથે ઉપરોક્ત વાતનો વિરોધ આવશે.
કઈ ઋજુસૂત્રમાન્ય એક દ્રવ્યાવશ્યકની સંગતિ ઈ સમાધાન :- (સ્વીકા.) ના, અહીં વિરોધને અવકાશ નથી. કેમ કે અનુયોગકારસૂત્રનું તાત્પર્ય એવું છે કે – ઋજુસૂત્રનય એમ માને છે કે પોતાનું જ દ્રવ્યાવશ્યક સત્ છે. અન્યનું દ્રવ્યાવશ્યક પોતાના આવશ્યકની અપેક્ષાએ અસત્ છે. કારણ કે પરકીય આવશ્યક પોતાનામાં અવિદ્યમાન હોય છે. તથા વર્તમાનકાળમાં તો પોતાનું આવશ્યક એક જ હોય. કારણ કે સામાયિક વગેરે છ આવશ્યકોનો કર્તા એક છે. આ અભિપ્રાયથી અનુપયુક્ત પ્રત્યેક આવશ્યકકર્તામાં ઋજુસૂત્રમતે દ્રવ્યાવશ્યક એક હોવાનો અનુયોગદ્વારસૂત્રનો પ્રવાદ સમજવો.
IT :
'