Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
८/१३
९६८
• ऋजुसूत्रे द्रव्यनिक्षेपग्राहकत्वसमर्थनम् । પન્યા' ૮/૧૩ll. (अनु.द्वा.सू.१५) इति अनुयोगद्वारसूत्रवचनं सिद्धसेनादितार्किकसूरिमतेन उपपादनीयम्, पर्यायास्तिकनयेन मुख्यद्रव्यांशस्यैव प्रतिक्षेपात्, न त्वौपचारिकस्यानुपयोगलक्षणस्य द्रव्यांशस्येति अस्मदेकपरिशीलितः पन्थाः इति महोपाध्याययशोविजयगणिवराः द्रव्य-गुण-पर्यायरासस्तबके प्राहुः । ___“नैतत् कमनीयम्, नामादिवदनुपचरितद्रव्यनिक्षेपदर्शनपरत्वादुक्तसूत्रस्य। न चेदेवम्, शब्दादिष्वपि कथञ्चिदुपचारेण द्रव्यनिक्षेपप्रसङ्गात्, “पुहत्तं नेच्छइ” (अनु.द्वा.१५) इत्यादिना अनुपयुक्तसामायिकाद्यावश्यकेषु पृथक्त्वनिषेधेऽपृथक्त्वेन द्रव्यविधेरावश्यकत्वात्, एकविशेषनिषेधस्य तदितरविशेषविधिपर्यवसायित्वादित्यादिस्तु जिनभद्रमुखारविन्दनिर्गलद्वचनमकरन्दसन्दर्भोपजीविनां ध्वनिः” (शा.वा.स्त.७/का.१७वृ./पृ.१०७) આવા પ્રકારનો ઉપચાર કરીને એક અનુપયુક્ત સામાયિક આદિ આવશ્યક ઋજુસૂત્રનયના મતે એક દ્રવ્યઆવશ્યક છે. તેના મતે દ્રવ્યઆવશ્યકમાં અનેકત્વ ઈષ્ટ નથી' - આ પ્રમાણે અનુયોગદ્વારસૂત્રનું જે વચન ઉપલબ્ધ થાય છે તેની સંગતિ સિદ્ધસેન દિવાકરજી વગેરે તાર્કિક જૈનાચાર્યોના મતે થઈ શકે છે. આનું કારણ એ છે કે પર્યાયાસ્તિકનય મુખ્ય દ્રવ્ય અંશનો જ અપલાપ કરે છે. અનુપયોગસ્વરૂપ ઔપચારિક દ્રવ્ય અંશનો અમલાપ પર્યાયાસ્તિકનય કરતો નથી. આ પ્રમાણે અનુયોગદ્વારસૂત્રના સમર્થનનો માત્ર અમે ખેડેલો માર્ગ જાણવો. આ પ્રમાણે મહોપાધ્યાય યશોવિજયજી ગણિવર દ્રવ્ય-ગુણ-પર્યાય રાસના સ્તબકમાં જણાવે છે. આ રીતે તાર્કિકમતનું મહોપાધ્યાયજી મહારાજે સમર્થન કર્યું છે.
સૈદ્ધાતિકમતનું સમર્થન 3 (“નેત.) “પરંતુ ઋજુસૂત્રનયને પર્યાયાર્થિકનય માનીને અનુપયોગ સ્વરૂપ પારિભાષિક દ્રવ્યાંશને ૧ લઈને ઉપરોક્ત રીતે અનુયોગદ્વારસૂત્રનું તાર્કિકમતે સમર્થન કરવું વ્યાજબી નથી. આનું કારણ એ છે
કે નામાદિ નિક્ષેપની જેમ આવશ્યકસંબંધી અનુપચરિત દ્રવ્ય નિક્ષેપને જ ઋજુસૂત્રનયનો વિષય બતાવવામાં માં ઉપરોક્ત અનુયોગદ્વારસૂત્ર તત્પર છે. મતલબ કે “એક અનુપયુક્ત સામાયિક આદિ આવશ્યક ઋજુસૂત્ર નયના મતે એક દ્રવ્ય આવશ્યક છે' - આ પ્રમાણે અનુયોગદ્વારસૂત્રમાં ઋજુસૂત્રના વિષયરૂપે સામાયિક આદિ આવશ્યકસંબંધી જે દ્રવ્યનિક્ષેપ દર્શાવેલ છે તે પારિભાષિક = ઔપચારિક દ્રવ્યાંશને દર્શાવવામાં તત્પર નથી. પરંતુ અનુપચરિત = વાસ્તવિક દ્રવ્યાંશને જણાવવામાં જ તે સૂત્ર તત્પર છે. જો “સામાયિક આદિ આવશ્યકસંબંધી અનુપચરિત દ્રવ્યનિક્ષેપ જુસૂત્રનયનો વિષય છે' - આવું દર્શાવવાનું અનુયોગદ્વારસૂત્રનું તાત્પર્ય માનવામાં ન આવે તો શબ્દાદિ નયોના વિષયમાં પણ કારણતા વગેરે સ્વરૂપ દ્રવ્યસાદેશ્યને લઈને કારણતાના આશ્રયમાં દ્રવ્યપદનો ઉપચાર કરીને શબ્દાદિ નયોમાં પણ દ્રવ્યનિક્ષેપને સ્વીકારવાની આપત્તિ દુર્વાર બનશે. બીજી વાત એ છે કે “પુદત્ત નૈઋ” ઇત્યાદિરૂપે ઉપરોક્ત અનુયોગદ્વારસૂત્રમાં અનુપયુક્ત સામાયિક આદિ આવશ્યકોમાં = દ્રવ્યઆવશ્યકમાં પૃથક્વનો = અનેકત્વનો નિષેધ કરેલ છે. તેથી તે આવશ્યકનું અપૃથફરૂપે = એકદ્રવ્યરૂપે વિધાન કરવું અનિવાર્ય છે. કારણ કે કોઈ પણ સામાન્ય વસ્તુના એક વિશેષ અંશનો નિષેધ તેના અન્ય વિશેષ ગુણધર્મોનું વિધાન કરવામાં ફલિત થાય છે. આ પ્રમાણે શ્રીજિનભદ્રગણી ક્ષમાશ્રમણના મુખારવિંદમાંથી નીકળતા વચનાત્મક મકરંદના સંદર્ભ ઉપર નિર્ભર રહેવાવાળા વિદ્વાનોનો અવાજ છે.” તે શાસ્ત્રવાર્તાસમુચ્ચય ગ્રંથની સ્યાદ્વાદકલ્પલતા 1, પૃથર્વ નેતા