Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
८/१३ 0 शुद्धाऽशुद्धभेदेन ऋजुसूत्रद्वैविध्यद्योतनम् ।
९७३ -व्यञ्जनपर्यायगोचरं स्वाभिप्रायपञ्चकं द्योतितम् तथा महोपाध्याययशोविजयगणिवरैः द्रव्य-गुण-पर्यायरासस्तबके (८/१३), नयोपदेशवृत्तौ (का.१८) नयरहस्ये (पृ.३८) च तार्किकमतमनुसृतम्, स्याद्वादकल्पलतायाञ्च (७।१७) आगमिकमतं समर्थितम्, एकस्यापि ग्रन्थकृतः क्षेत्र-कालाऽवस्थादिभेदेन ज्ञानावरणादिकर्मक्षयो- रा पशमवैविध्यसम्भवात् । सर्वेऽपि एते सदादेशाः भगवदनुमतनानाभिप्रायाऽनुयायित्वादित्यवधेयम् । म
मलयगिरिचरणैस्तु आवश्यकनियुक्तिवृत्तौ प्रथमगाथावतरणिकायां “(अनुयोगद्वार)सूत्राभिप्रायेण तु । ऋजुसूत्रोऽपि अविशुद्धो द्रव्यास्तिकनयः, तस्यापि द्रव्याभ्युपगमात् । तथा चानुयोगद्वारसूत्रम् - "उज्जुसुयस्स। gો અનુવડો ગામો gri વ્યાવસર્ષ, પુદત્ત નેચ્છ” (અનુ.કા.ફૂ.9૧) તિ” (.નિ.કૃ.૩૨) વ્યાધ્યાતિમ્ '
तेषामयमभिप्रायः अस्माकं प्रतिभाति यदुत - ऋजुसूत्रस्य सिद्धसेनीयमते पर्यायार्थिकत्वं श्रीजिनभद्र-णि गणिमते च द्रव्यार्थिकत्वमिति मतद्वयसमन्वयार्थं शुद्धाऽशुद्धभेदेन ऋजुसूत्रं द्विविधतया विभज्य शुद्धर्जुसूत्रस्य पर्यायमात्राभ्युपगमपरत्वात् सिद्धसेनीयाऽभिप्रायेण पर्यायार्थिकेऽन्तर्भावः, अशुद्धर्जु
જેમ હરિભદ્રસૂરિજી અને હેમચન્દ્રસૂરિજી જુદા-જુદા ગ્રંથમાં ઋજુસૂત્રનય વગેરેની બાબતમાં ક્યારેક સૈદ્ધાન્તિકમતને, તો ક્યારેક તાર્કિકમતને અનુસર્યા છે, તેમ મહોપાધ્યાય શ્રીયશોવિજયજી ગણિવરશ્રી પણ ઋજુસૂત્રનયની બાબતમાં દ્રવ્ય-ગુણ-પર્યાયરાસના ટબામાં (૮/૧૩), નયોપદેશવૃત્તિ નયામૃતતરંગિણીમાં અને નયરહસ્યમાં તાર્કિકમતને અનુસર્યા છે તથા શાસ્ત્રવાર્તાસમુચ્ચયની પ્રૌઢ વ્યાખ્યા સ્યાદ્વાદકલ્પલતામાં (૭/૧૭) તેઓશ્રીએ આગમિકમતનું સમર્થન કરેલ છે. આમ એક જ બાબતમાં વિવિધ પ્રકારનું નિરૂપણ અલગ-અલગ ગ્રંથોમાં એક જ ગ્રંથકાર પરમર્ષિ કરે છે, તેનું કારણ એ છે કે ક્ષેત્ર-કાળ-અવસ્થા (= આત્મદશા) વગેરે બદલવાના નિમિત્તે જ્ઞાનાવરણાદિ કર્મના ક્ષયોપશમમાં પણ વૈવિધ્ય સંભવે છે. એક જ વ્યક્તિએ મોક્ષમાર્ગાનુસારિણી પ્રજ્ઞાના પ્રકર્ષથી એક જ બાબતમાં પોતાના અલગ-અલગ તારણો અલગ અલગ સ્થળે દર્શાવેલ હોય તેવું શક્ય છે. પરંતુ “આમાં એક મત સાચો અને બીજો મત ખોટો’ - આવું નક્કી ન કરી લેવું. પરંતુ સર્વજ્ઞ ભગવંતને માન્ય એવા વિવિધ અભિપ્રાયોને ઉપરોક્ત ગ્રંથકારો છે અનુસરેલા હોવાથી ઉપરોક્ત બધા જ મંતવ્યો સાચા છે - તેમ સમજવું.
દ્રવ્યાવશ્યક અંગે શ્રીમલયગિરિસૂરિજીનો અભિપ્રાય છે (મત્તા) શ્રીમલયગિરિસૂરિજી મહારાજે આવશ્યકનિયુક્તિવ્યાખ્યામાં પ્રથમ ગાથાની અવતરણિકામાં જ જણાવેલ છે કે – “અનુયોગદ્વારસૂત્રના અભિપ્રાયથી તો ઋજુસૂત્રનય પણ અશુદ્ધ હોય તો દ્રવ્યાસ્તિકનય છે. કેમ કે અશુદ્ધ ઋજુસૂત્રનય પણ દ્રવ્યનિક્ષેપનો સ્વીકાર કરે છે. તેથી અનુયોગદ્વારસૂત્રમાં “એક અનુપયુક્ત ઋજુસૂત્રમતે આગમથી એક દ્રવ્યાવશ્યક છે' - આમ જણાવેલ છે.”
(ઔષા.) તેની પાછળ તેઓશ્રીનો આશય એવો જણાય છે કે - “સિદ્ધસેનીય મતે ઋજુસૂત્ર પર્યાયાર્થિક છે તથા શ્રીજિનભદ્રગણિમતે ઋજુસૂત્ર દ્રવ્યાર્થિક છે' - આ મુજબ બે મતભેદ પ્રસિદ્ધ છે. તેના સમન્વય માટે ઋજુસૂત્રના શુદ્ધ અને અશુદ્ધ - એમ બે પ્રકારના વિભાગ કરીને શુદ્ધ ઋજુસૂત્ર પર્યાયમાત્રનો સ્વીકાર કરવામાં તત્પર હોવાથી સિદ્ધસેનીય મતે તેનો પર્યાયાર્થિકમાં સમાવેશ કરી શકાય છે. તથા 1. ऋजुसूत्रस्य एकोऽनुपयुक्त आगमत एकं द्रव्यावश्यकम्, पृथक्त्वं नेच्छति।