SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ ८/१३ 0 शुद्धाऽशुद्धभेदेन ऋजुसूत्रद्वैविध्यद्योतनम् । ९७३ -व्यञ्जनपर्यायगोचरं स्वाभिप्रायपञ्चकं द्योतितम् तथा महोपाध्याययशोविजयगणिवरैः द्रव्य-गुण-पर्यायरासस्तबके (८/१३), नयोपदेशवृत्तौ (का.१८) नयरहस्ये (पृ.३८) च तार्किकमतमनुसृतम्, स्याद्वादकल्पलतायाञ्च (७।१७) आगमिकमतं समर्थितम्, एकस्यापि ग्रन्थकृतः क्षेत्र-कालाऽवस्थादिभेदेन ज्ञानावरणादिकर्मक्षयो- रा पशमवैविध्यसम्भवात् । सर्वेऽपि एते सदादेशाः भगवदनुमतनानाभिप्रायाऽनुयायित्वादित्यवधेयम् । म मलयगिरिचरणैस्तु आवश्यकनियुक्तिवृत्तौ प्रथमगाथावतरणिकायां “(अनुयोगद्वार)सूत्राभिप्रायेण तु । ऋजुसूत्रोऽपि अविशुद्धो द्रव्यास्तिकनयः, तस्यापि द्रव्याभ्युपगमात् । तथा चानुयोगद्वारसूत्रम् - "उज्जुसुयस्स। gો અનુવડો ગામો gri વ્યાવસર્ષ, પુદત્ત નેચ્છ” (અનુ.કા.ફૂ.9૧) તિ” (.નિ.કૃ.૩૨) વ્યાધ્યાતિમ્ ' तेषामयमभिप्रायः अस्माकं प्रतिभाति यदुत - ऋजुसूत्रस्य सिद्धसेनीयमते पर्यायार्थिकत्वं श्रीजिनभद्र-णि गणिमते च द्रव्यार्थिकत्वमिति मतद्वयसमन्वयार्थं शुद्धाऽशुद्धभेदेन ऋजुसूत्रं द्विविधतया विभज्य शुद्धर्जुसूत्रस्य पर्यायमात्राभ्युपगमपरत्वात् सिद्धसेनीयाऽभिप्रायेण पर्यायार्थिकेऽन्तर्भावः, अशुद्धर्जु જેમ હરિભદ્રસૂરિજી અને હેમચન્દ્રસૂરિજી જુદા-જુદા ગ્રંથમાં ઋજુસૂત્રનય વગેરેની બાબતમાં ક્યારેક સૈદ્ધાન્તિકમતને, તો ક્યારેક તાર્કિકમતને અનુસર્યા છે, તેમ મહોપાધ્યાય શ્રીયશોવિજયજી ગણિવરશ્રી પણ ઋજુસૂત્રનયની બાબતમાં દ્રવ્ય-ગુણ-પર્યાયરાસના ટબામાં (૮/૧૩), નયોપદેશવૃત્તિ નયામૃતતરંગિણીમાં અને નયરહસ્યમાં તાર્કિકમતને અનુસર્યા છે તથા શાસ્ત્રવાર્તાસમુચ્ચયની પ્રૌઢ વ્યાખ્યા સ્યાદ્વાદકલ્પલતામાં (૭/૧૭) તેઓશ્રીએ આગમિકમતનું સમર્થન કરેલ છે. આમ એક જ બાબતમાં વિવિધ પ્રકારનું નિરૂપણ અલગ-અલગ ગ્રંથોમાં એક જ ગ્રંથકાર પરમર્ષિ કરે છે, તેનું કારણ એ છે કે ક્ષેત્ર-કાળ-અવસ્થા (= આત્મદશા) વગેરે બદલવાના નિમિત્તે જ્ઞાનાવરણાદિ કર્મના ક્ષયોપશમમાં પણ વૈવિધ્ય સંભવે છે. એક જ વ્યક્તિએ મોક્ષમાર્ગાનુસારિણી પ્રજ્ઞાના પ્રકર્ષથી એક જ બાબતમાં પોતાના અલગ-અલગ તારણો અલગ અલગ સ્થળે દર્શાવેલ હોય તેવું શક્ય છે. પરંતુ “આમાં એક મત સાચો અને બીજો મત ખોટો’ - આવું નક્કી ન કરી લેવું. પરંતુ સર્વજ્ઞ ભગવંતને માન્ય એવા વિવિધ અભિપ્રાયોને ઉપરોક્ત ગ્રંથકારો છે અનુસરેલા હોવાથી ઉપરોક્ત બધા જ મંતવ્યો સાચા છે - તેમ સમજવું. દ્રવ્યાવશ્યક અંગે શ્રીમલયગિરિસૂરિજીનો અભિપ્રાય છે (મત્તા) શ્રીમલયગિરિસૂરિજી મહારાજે આવશ્યકનિયુક્તિવ્યાખ્યામાં પ્રથમ ગાથાની અવતરણિકામાં જ જણાવેલ છે કે – “અનુયોગદ્વારસૂત્રના અભિપ્રાયથી તો ઋજુસૂત્રનય પણ અશુદ્ધ હોય તો દ્રવ્યાસ્તિકનય છે. કેમ કે અશુદ્ધ ઋજુસૂત્રનય પણ દ્રવ્યનિક્ષેપનો સ્વીકાર કરે છે. તેથી અનુયોગદ્વારસૂત્રમાં “એક અનુપયુક્ત ઋજુસૂત્રમતે આગમથી એક દ્રવ્યાવશ્યક છે' - આમ જણાવેલ છે.” (ઔષા.) તેની પાછળ તેઓશ્રીનો આશય એવો જણાય છે કે - “સિદ્ધસેનીય મતે ઋજુસૂત્ર પર્યાયાર્થિક છે તથા શ્રીજિનભદ્રગણિમતે ઋજુસૂત્ર દ્રવ્યાર્થિક છે' - આ મુજબ બે મતભેદ પ્રસિદ્ધ છે. તેના સમન્વય માટે ઋજુસૂત્રના શુદ્ધ અને અશુદ્ધ - એમ બે પ્રકારના વિભાગ કરીને શુદ્ધ ઋજુસૂત્ર પર્યાયમાત્રનો સ્વીકાર કરવામાં તત્પર હોવાથી સિદ્ધસેનીય મતે તેનો પર્યાયાર્થિકમાં સમાવેશ કરી શકાય છે. તથા 1. ऋजुसूत्रस्य एकोऽनुपयुक्त आगमत एकं द्रव्यावश्यकम्, पृथक्त्वं नेच्छति।
SR No.022380
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy