Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
९७४ ० पर्यायनये गुणसमूहात्मकद्रव्यग्राहकत्वम् ।
८/१३ सूत्रस्य च द्रव्यनिक्षेपाभ्युपगमपरत्वाद् अनुयोगद्वारसूत्रयथाश्रुतार्थग्राहिजिनभद्रगणिक्षमाश्रमणाऽभिप्रायेण ए द्रव्यार्थिकेऽन्तर्भावः कर्तुं शक्यते इति । इत्थं 'शुद्धर्जुसूत्रः पर्यायार्थिकः अशुद्धर्जुसूत्रश्च द्रव्यार्थिक' का इत्यभ्युपगम्य प्रकृततार्किकाऽऽगमिकमतभेदसमाधानं तैरकारीति।
वयं तु ब्रूमः - ऋजुसूत्रनयस्य पर्यायार्थिकत्वेऽपि गुणसन्ततिलक्षणद्रव्यग्राहकत्वं सम्भवत्येव । न हि तादृशद्रव्याभ्युपगममात्रेण ऋजुसूत्रस्य पर्यायार्थिकत्वं-प्रच्यवते । तदुक्तम् उत्तराध्ययनबृहद्वृत्ती श वादिवेतालश्रीशान्तिसूरिभिः “पर्यायनयस्याऽपि गुणसंहतिरूपस्य द्रव्यस्य इष्टत्वात् । तदुक्तं - “पर्यायनयोऽपि ને દ્રવ્યમતિ પુણસન્તાનપ”િતિ () થાર્થ” (ઉ.૩.ર/નિ.૭9/g.૭૧) રૂક્તિા વિશેષાવરમાર્થ
मलधारवृत्तौ अपि पर्यायार्थिकनयाभिप्रायप्रदर्शनावसरे “पूर्वापरीभावेन प्रतीत्यसमुत्पादसमुत्पन्नगुणसमुदाये द्रव्योपचारप्रवृत्तेः” (वि.आ.भा.१६४८ मल.वृ.) इत्युक्तम् । नयामृततरङ्गिण्यां “पर्यायार्थमते द्रव्यं = द्रव्यपदार्थः सदृशक्षणसन्ततिरेव” (नयो. १६/वृ.पृ.१२५) इति यशोविजयवाचकाः। नयरहस्येऽपि (पृ.३५) प्रत्यभिज्ञादिनिमित्ततया सजातीयक्षणपरम्परास्वरूपद्रव्याऽभ्युपगमः पर्यायार्थिकनये दर्शितः। ततश्चात्र અશુદ્ધ ઋજુસૂત્ર દ્રવ્યનિક્ષેપનો સ્વીકાર કરવામાં તૈયાર હોવાથી અનુયોગદ્વારસૂત્રના યથાશ્રુત અર્થનો અંગીકાર કરનારા શ્રીજિનભદ્રગણીના મતે તેનો દ્રવ્યાર્થિકમાં સમાવેશ કરી શકાય છે. આમ “શુદ્ધ ઋજુસૂત્ર = પર્યાયાર્થિક અને અશુદ્ધ ઋજુસૂત્ર = દ્રવ્યાર્થિક' – આવું સ્વીકારીને મલયગિરિસૂરિજીએ ઉપરોક્ત તાર્કિક અને આગમિક મતનું સમાધાન સૂચિત કરેલ છે. આમ અમને જણાય છે.
ત્રાસુરસંમત દ્રવ્યાવશ્યક અંગે નવી વિચારણા (વાં.) અમે (= દ્રવ્યાનુયોગપરામર્શ-કર્ણિકાકાર મુનિ યશોવિજય ગણી) તો આ બાબતમાં એમ કહીએ છીએ કે - ઋજુસૂત્રનય પર્યાયાર્થિક હોય તો પણ ગુણસન્તાનસ્વરૂપ = ગુણપ્રવાહાત્મક = પર્યાયધારાસ્વરૂપ દ્રવ્યનું તે ગ્રહણ કરી શકે જ છે. ગુણસંતતિસ્વરૂપ દ્રવ્યનો સ્વીકાર કરવા માત્રથી ઋજુસૂત્રનય પર્યાયાર્થિક તરીકે મટી જતો નથી. તેથી તો વાદિવેતાલ શ્રીશાન્તિસૂરિજી મહારાજે ઉત્તરાધ્યયનસૂત્રની શિષ્યહિતા નામની બ્રહવૃત્તિમાં જણાવેલ છે કે “પર્યાયનયને પણ ગુણસંઘાતસ્વરૂપ = ગુણપ્રવાહાત્મક દ્રવ્ય માન્ય છે. તેથી જ પૂર્વાચાર્યોએ જણાવેલ છે કે પર્યાયનય પણ ગુણસંતતિસ્વરૂપ દ્રવ્યને ઈચ્છે છે' - આ પ્રમાણે ગાથાર્થ છે. અહીં આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ કે શાંતિસૂરિજી જેવા સમર્થ તાર્કિક આગમવ્યાખ્યાકાર પણ પર્યાયાર્થિકનયને દ્રવ્યગ્રાહી માને છે તથા એ બાબતમાં પ્રાચીન જૈનાચાર્યના વચનને સાક્ષી સ્વરૂપે દેખાડે પણ છે. તેમજ વિશેષાવશ્યકભાષ્યમલધારવૃત્તિમાં પણ પર્યાયાર્થિકનયનો અભિપ્રાય દેખાડવાના અવસરે કહ્યું છે કે પૂર્વોત્તરભાવરૂપે સાપેક્ષ રહીને ઉત્પન્ન થતા પદાર્થોની ઉત્પત્તિને પ્રતીત્યસમુત્પાદ કહેવાય છે. આવા પ્રતીત્યસમુત્પાદથી ઉત્પન્ન થયેલા એવા ગુણોના સમુદાયમાં દ્રવ્યનો ઉપચાર = વ્યવહાર કરવાની પ્રવૃત્તિ પર્યાયાર્થિકનયમાં થાય છે.” નિયોપદેશવૃત્તિ નયામૃતતરંગિણીમાં મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે જણાવેલ છે કે “સમાન ક્ષણોનો પ્રવાહ એ જ પર્યાયાર્થિકનયમતે દ્રવ્ય = દ્રવ્યપદાર્થ છે.' નયરહસ્યમાં પણ પ્રત્યભિજ્ઞા વગેરેના નિમિત્તરૂપે સજાતીયક્ષણપરંપરાસ્વરૂપ દ્રવ્ય પર્યાયાર્થિકનયને માન્ય છે – આમ જણાવેલ છે. આમ (૧) ઉત્તરાધ્યયનબૃહવૃત્તિ,