Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
८/१३
ऋजुसूत्र: पर्यायार्थिकलक्षणान्वितः *
द्रव्यत्वं तद् अभ्युपगच्छतः ऋजुसूत्रस्य पर्यायास्तिकत्वं न प्रच्यवते, न वा द्रव्यास्तिकमात्रत्वम् आपद्यते, अनुपयोगस्य पर्यायत्वात्, ध्रौव्यादिलक्षणस्य द्रव्यस्य अत्र अनधिकारात् ।
किञ्च, (१) “ऋजुसूत्रवचनविच्छेदः मूलाधारः येषां नयानां ते पर्यायार्थिकाः” (ध. पुस्तक १/१-१-१ पृ. ८५) इति धवलाव्याख्याप्रदर्शितेन, (२) “परि भेदम् = ऋजुसूत्रवचनविच्छेदम् एति = गच्छति इति पर्यायः । स पर्यायः अर्थः પ્રયોગનમ્ અસ્કૃતિ પર્યાયર્થિક” (ન.ધ.પુસ્ત-9 / M.9૪/ રૃ.૧૧૮) તિ जयधवलावृत्तिदर्शितेन, (३) “पर्याय एव अर्थः कार्यम् अस्य, न द्रव्यम्, अतीताऽनागतयोः विनष्टाऽनुत्पन्नत्वेन व्यवहाराऽभावात् स एव एकः कार्य-कारणव्यपदेशभागिति पर्यायार्थिकः” (त.रा.वा.१/३३) इति तत्त्वार्थराजवार्त्तिकोक्तेन, (४) “पर्येति उत्पाद-विनाशौ प्राप्नोति इति पर्यायः, स एव अर्थः अस्ति यस्यासौ पर्यायार्थिकः” (र.अव. ७ / ५) इति च रत्नाकरावतारिकाप्रदर्शितेन पर्यायार्थिकनयलक्षणेन आक्रान्तस्य ऋजुसूत्रस्य कथं न पर्यायार्थिकत्वं स्यात् ?
र्णि
का
=
=
=
=
९७७
અનુપયોગ અંશ સ્વરૂપ જે દ્રવ્યત્વને ઋજુસૂત્ર માને છે, તે પર્યાય હોવાથી ઋજુસૂત્ર પર્યાયવિષયક જ બને છે. તેથી ઋજુસૂત્રને પર્યાસ્તિક કહેવામાં કોઈ વાંધો નથી. તથા તેવું દ્રવ્યાવશ્યક માનવાથી ઋજુસૂત્રનય માત્ર દ્રવ્યાસ્તિકસ્વરૂપ બનવાની આપત્તિ પણ નહિ આવે. કારણ કે ધ્રૌવ્યાદિલક્ષણવાળા દ્રવ્યની પ્રસ્તુતમાં વિવક્ષા નથી.
ૐ ૠજુસૂત્રમાં પર્યાયાર્થિકનયનું લક્ષણ વિધમાન
(વિઝ્યુ.) વળી, બીજી મહત્ત્વની વાત એ છે કે દિગંબરસંપ્રદાયમાં અને શ્વેતાંબર આમ્નાયમાં પર્યાયાર્થિકનયના જે જે લક્ષણો બતાવેલ છે, તે ઋજુસૂત્રમાં સંગત થાય છે. તો પછી ઋજુસૂત્રને પર્યાયાર્થિકનય કેમ ન કહેવાય ? તે લક્ષણો આ પ્રમાણે સમજવા.
(૧) ષખંડાગમની ધવલા વ્યાખ્યામાં દિગંબરાચાર્ય વીરસેનજીએ જણાવેલ છે કે “ઋજુસૂત્રવચનનો કાળ (= વિચ્છેદ) જે નયોનો મૂલાધાર છે તે પર્યાયાર્થિક કહેવાય.”
(૨) કષાયપ્રાભૂતની જયધવલા વ્યાખ્યામાં પણ વીરસેનાચાર્યએ જણાવેલ છે કે “પર્યાય શબ્દમાં ા ‘પરિ’ ઉપસર્ગ રહેલો છે. તેનો અર્થ છે ભેદ. ભેદનો અર્થ છે ઋજુસૂત્રવચનનો વર્તમાનવચનનો કાળ. અર્થાત્ વર્તમાનસમયમાત્રને જે પામે તે પર્યાય કહેવાય. આ પર્યાય જે નયનું પ્રયોજન હોય
=
તે પર્યાયાર્થિક કહેવાય.”
(૩) તત્ત્વાર્થરાજવાર્તિકમાં પણ અકલંકસ્વામીએ જણાવેલ છે કે ‘પર્યાય જ જેનો અર્થ કાર્ય છે તે પર્યાયાર્થિક કહેવાય. તેનું કાર્ય (પ્રયોજન) દ્રવ્ય નથી. કારણ કે અતીત પદાર્થ વિનષ્ટ છે તથા અનાગત પદાર્થ અનુત્પન્ન છે. તેથી અતીત-અનાગત પદાર્થ દ્વારા કોઈ વ્યવહાર થઈ શકતો નથી. આથી કાર્ય-કારણ તરીકેના વ્યવહારનો કોઈ વિષય હોય તો તે માત્ર વર્તમાન પર્યાય જ છે. આવું માનનાર નય પર્યાયાર્થિક છે.'
=
प
(૪) રત્નાકરાવતારિકા ગ્રંથમાં શ્વેતાંબરશિરોમણિ રત્નપ્રભસૂરિજીએ પણ જણાવેલ છે કે ‘જે ઉત્પાદ -વિનાશને પ્રાપ્ત કરે તે પર્યાય કહેવાય. આવો પર્યાય જ જેનું પ્રયોજન હોય તે પર્યાયાર્થિક કહેવાય.'