Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
९७८ ० चूर्णिकारादिमते ऋजुसूत्रः पर्यायार्थिक: ०
८/१३ (५) '“मूलणिमेणं पज्जवणयस्स उज्जुसुयवयणविच्छेदो” (स.त.१/५) इति सम्मतितर्कोक्तिः अपि प्रकृते स्मर्तव्या।
किञ्च, आगमचूर्णिकार-टीकाकाराणाम् अपि ऋजुसूत्रस्य पर्यायार्थिकत्वं सम्मतमेव । तथाहि - (१) अनुयोगद्वारसूत्रचूर्णी जिनदासगणिमहत्तरैः “आदिमा तिण्णि दव्वठितो, सेसा पज्जवठितो” (अनु.द्वा.सू.९७ - चू.पृ.२१) इत्युक्त्या ऋजुसूत्रस्य पर्यायार्थिकत्वं दर्शितमेव । (२) श्रीहरिभद्रसूरिभिः अपि अनुयोगद्वारसूत्रवृत्ती “आद्याः त्रयो द्रव्यास्तिकः, शेषाः पर्यायास्तिक” (अनु.द्वा.सू.९७ हा.वृ.पृ.३१) इत्युक्तम् । (३) श्रीहेमचन्द्रसूरिभिः अपि अनुयोगद्वारसूत्रवृत्तौ “आद्याः त्रयः द्रव्यास्तिकः, शेषास्तु पर्यायास्तिकः” (अनु.द्वा.सू.९७ हे.वृ.पृ.७१) इत्युक्तम् । तैरेव (४) विशेषावश्यकभाष्यवृत्तौ “ऋजुसूत्रः पर्यायादिवादित्वसाम्यात् शब्दनये समवतरति” (वि.आ.भा.३५८७ मल.वृ.पृ.३६९) इत्युक्तम् । (५) स्थानाङ्गसूत्रवृत्ती अभयदेवसूरिभिरपि “तत्र चाऽऽद्याः त्रयः 'द्रव्यमेवाऽर्थोऽस्तीति वादितया द्रव्यार्थिकेऽवतरन्ति। इतरे तु ‘पर्याय एव अर्थोऽस्तीति वादितया पर्यायार्थिकनये” (स्था.सू.१/१/वृ.पृ.१५) इत्युक्त्या ऋजुसूत्रस्य पर्यायार्थिकत्वमावेदितमेव पूर्वम् ।
किञ्च, लब्धिसूरिभिः अपि तत्त्वन्यायविभाकरे “आद्याः त्रयो द्रव्यार्थिकनयाः, परे चत्वारः पर्यायार्थिकनयाः,
(૫) પ્રસ્તુતમાં સંમતિતર્કમાં શ્રીસિદ્ધસેનદિવાકરજીનું વચન પણ સ્મર્તવ્ય છે. ત્યાં જણાવેલ છે કે “ઋજુસૂત્રના વચનની = વર્તમાનવચનની વિચ્છેદસ્વરૂપ કાલિકમર્યાદા પર્યાયનયનો મૂળ આધાર છે.” ઉપરોક્ત પાંચેય ગ્રંથમાં જણાવેલ પર્યાયાર્થિકનયના લક્ષણ ઋજુસૂત્રમાં રહે જ છે. તો પછી તેને પર્યાયાર્થિક કેમ ન કહેવાય? મતલબ કે ઋજુસૂત્રને ઉપરોક્ત શાસ્ત્રાધારે પર્યાયાર્થિક માનવો વધુ ઉચિત છે.
આગમચૂર્ણિ-ટીકાકારના મતે પણ બાજુસૂત્ર પર્યાયાર્થિક જ (શિગ્ય.) વળી, બીજી એક અગત્યની વાત એ છે કે ફક્ત દિગંબરસંપ્રદાય મુજબ કે ફક્ત શ્વેતાંબર તાર્કિકમત મુજબ જ નહિ પણ અનેક આગમિકચૂર્ણિકારોના અને આગમવ્યાખ્યાકારોના મતે પણ ઋજુસૂત્રનય પર્યાયાર્થિક જ છે. તે આ રીતે સમજવું.(૧) અનુયોગદ્વારસૂત્રચૂર્ણિમાં જિનદાસગણિમહત્તરે, (૨) અનુયોગદ્વારસૂત્રટીકામાં શ્રીહરિભદ્રસૂરિજીએ તથા (૩) મલધારી શ્રી હેમચન્દ્રસૂરિજીએ સ્પષ્ટપણે જણાવેલ છે કે પ્રથમ ત્રણ નય દ્રવ્યાસ્તિક છે તથા બાકીના બધા નો પર્યાયાસ્તિક છે. અહીં સ્પષ્ટપણે ઋજુસૂત્ર વગેરે પાછલા ચાર નિયોને પર્યાયાસ્તિક તરીકે જણાવેલ જ છે. તેમજ (૪) વિશેષાવશ્યકભાષ્યવ્યાખ્યામાં શ્રી હેમચન્દ્રસૂરિજીએ જ નયોનો સમાવતાર કરવાના અવસરે સ્પષ્ટપણે જણાવેલ છે કે “પર્યાયવાદિત્વ વગેરે સમાનતાના લીધે ઋજુસૂત્રનો શબ્દનયમાં સમવતાર થાય છે.” આમ આગમવ્યાખ્યાકારોના મતે પણ ઋજુસૂત્રને પર્યાયાર્થિક માનવામાં કોઈ બાધ નથી આવતો – તેમ ફલિત થાય છે. (૫) ઠાણાંગસૂત્રવ્યાખ્યામાં શ્રીઅભયદેવસૂરિજીએ પણ પ્રથમ ત્રણ નયનો દ્રવ્યાર્થિકમાં અને છેલ્લા ચાર નયનો પર્યાયાર્થિકમાં સમવતાર દર્શાવીને ઋજુસૂત્રને પર્યાયાર્થિક તરીકે જણાવેલ છે. પૂર્વે આ શ્લોકની વ્યાખ્યામાં જ આ સંદર્ભે જણાવેલ છે.
(જિગ્ય, 7.) શ્રીલબ્ધિસૂરિજીએ પણ તત્ત્વન્યાયવિભાકર ગ્રંથમાં હેતુ દેખાડવાપૂર્વક જણાવેલ છે 1. मूलणिमेणं पर्यवनयस्य ऋजुश्रुतवचनविच्छेदः। 2. आदिमाः त्रयो द्रव्यास्तिकः, शेषाः पर्यवास्तिकः।