Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૮/૧
० नवनयनिरूपणमन्याय्यम् । नयाः। ते च नैगमादयः सप्त” (आ.सू.वृ.पृ.३) इत्युक्तम् । “साम्प्रतं नयाः, ते चाऽमी - नैगम-सङ्ग्रह -વ્યવહાર-સૂત્ર-શદ્ધ-સમઢવધૂતાવ્યા કર્તવ” (લૂ.શ્ર..૨/૪.૭/પૂ.૮૦/9.૪૨૬) રૂત્યવસ્યા सूत्रकृताङ्गसूत्रवृत्ती अपि एवकारेण मूलनयविभागे सप्ताऽतिरिक्तनयनिषेधोऽकारि । दशवैकालिकवृत्ती (१/५/नि.१४८)हरिभद्राचार्यः प्रवचनसारोद्धारे (गाथा-८४७) च नेमिचन्द्राचार्यः सप्त मूलनया दर्शिताः।। ततश्च नवधा मूलनयविभागप्रदर्शनं नाऽऽगमसम्मतं न वा युक्तिसङ्गतमाभातीति फलितमेतावता। म
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – 'नैगमाद्यन्तर्भावान्न द्रव्यार्थिक-पर्यायार्थिकनययोः पार्थक्योपदर्शनं युक्तमाभाती'ति यदुक्तं ग्रन्थकृता तत इदं शिक्षितव्यं यदुत केनचित् कारणेन कस्यचिदुक्तेरस्मदसम्मतत्वेऽपि तं प्रति अस्मद्वक्तव्यं स्वादुशब्दगर्भं यथा स्यात् तथा कार्यम्, न तु कटु । -कर्कशशब्दगर्भम् । अस्मच्छब्दा नोद्वेगसूचकाः, अपि तु कारुण्यदर्शकाः स्युः तथा कार्यम्। अधिकारदर्शकभाषां परित्यज्य प्रेम-वात्सल्यगर्भा भाषाऽस्माभिः प्रयोक्तव्या । ततश्च महामुनिः योगसारे का
“નિઃપવન્તનિર્મ¢ પ્રાનોતિ પરમં હિમ્” (યો.સા.૬/૪૨) રૂતિ૮/T. નય કહેવાય. તે નૈગમાદિ સાત છે - આમ જણાવેલ છે. તથા તેઓશ્રીએ જ સૂયગડાંગસૂત્રવ્યાખ્યાના અંત ભાગમાં પણ જણાવેલ છે કે “હવે નયનું નિરૂપણ કરવાનો અવસર છે. તે નયો (૧) નૈગમ, (૨) સંગ્રહ, (૩) વ્યવહાર, (૪) ઋજુસૂત્ર, (૫) શબ્દ, (૬) સમભિરૂઢ, (૭) એવંભૂત - આ પ્રમાણે સાત જ છે.” જકારનો પ્રયોગ કરવા દ્વારા શ્રીશીલાંકાચાર્યજીએ મૂલન વિભાગમાં સાત નયથી વધારે નયનો પ્રવેશ કરવાનો નિષેધ કરેલ છે. આ કથનથી સૂચિત થાય છે કે આગમિક પરંપરામાં પણ “મૂલનય નવ પ્રકારના છે' - આવો વિભાગ માન્ય નથી. શ્રીહરિભદ્રસૂરિએ દશવૈકાલિકવ્યાખ્યામાં (૧/૫/નિયુક્તિગાથા ૧૪૮ પૃ.) તથા શ્રીનેમિચન્દ્રાચાર્યજીએ પ્રવચનસારોદ્ધારમાં (ગાથા-૮૪૭) મૂળ નય સાત જ જણાવેલ છે. તેથી અત્યાર સુધીની ચર્ચા દ્વારા “નવ પ્રકારે મૂલનયનું પ્રદર્શન આગમસંમત પણ જણાતું નથી કે તર્કસંગત પણ જણાતું નથી' - એવું ફલિત થાય છે.
જે ખફા થવાના બદલે ખેદને વ્યક્ત કરીએ * આધ્યાત્મિક ઉપનય :- “મૈગમ વગેરે સાત નયમાં દ્રવ્યાર્થિકનયનો અને પર્યાયાર્થિકનયનો સમાવેશ થઈ જવાથી તે બન્ને નયને અલગ કરીને નવ નયનું નિરૂપણ કરવું વ્યાજબી જણાતું નથી” – આવું પોતાનું તાત્પર્ય ગ્રંથકારશ્રીએ જે શબ્દમાં રજૂ કરેલ છે, તેનાથી એક એવો બોધપાઠ આપણે શીખવા જેવો છે કે કોઈ પણ વ્યક્તિની વાત આપણને કોઈ પણ કારણસર ગમતી ન હોય, મંજૂર ન હોય, તે વાતનો સ્વીકાર કરવો વ્યાજબી જણાતો ન હોય તો પણ તે વ્યક્તિની સામે આપણા શબ્દો પથ્થર જેવા ભારેખમ ન હોવા જોઈએ પરંતુ હળવાફૂલ હોવા જોઈએ. આપણા શબ્દો સામેની વ્યક્તિ પ્રત્યે નારાજગી વ્યક્ત કરવાને બદલે દિલગીરી વ્યક્ત કરે તેવા જોઈએ, ખફા થવાને બદલે ખેદ વ્યક્ત કરે તેવા જોઈએ. ટૂંકમાં તાત્પર્ય એ છે કે અધિકારની ભાષામાં બોલવાને બદલે પ્રેમ-લાગણી-વાત્સલ્યની ભાષાનો, તેવા સમયે પણ, પ્રયોગ કરવો. તેના લીધે મહામુનિ યોગસારમાં દર્શાવેલ, સર્વ ક્લેશોથી રહિત પરમ પદને પ્રાપ્ત કરે છે. (૮૯)