Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
८/१३
* अनुयोगद्वारसूत्रविरोधमीमांसा
९६३
प
(તસ=) તે આચાર્યનઈં મતઈ ઋજુસૂત્રનય દ્રવ્યાવશ્યકનઈ વિષŪ લીન ન સંભવઈ. તથા 7 – 1. "उज्जुसुअस्स एगो अणुवउत्तो आगमओ एगं दव्वावस्सयं, पुहत्तं णेच्छइ” (अनु.सू.१५) इति अनुयोगद्वारसूत्रविरोधः। ऋजुसूत्रः शुद्धमर्थपर्यायं वक्ष्यमाणलक्षणं ( १२ / २) मन्यमानः कथं द्रव्यार्थिकः स्यात् ? इति सिद्धसेनदिवाकरसूरिप्रभृतीनामाशयः । अत्र सिद्धान्तवादिश्री जिनभद्रगणिक्षमाश्रमणाभिप्रायस्त्वेवम् - न एतन्मतं युक्तम्, एवं हि ऋजुसूत्रस्य पर्यायार्थिकनयत्वाऽङ्गीकारे तन्मते द्रव्यावश्यकोच्छेदाद् = દ્રવ્યાવશ્યાઽસમ્ભવાત્, पर्यायार्थिक द्रव्यनिक्षेपस्याऽसम्मतत्वात् । तथा च “उज्जुसुअस्स एगो अणुवउत्तो आगमओ एगं दव्वावस्सयं, पुहत्तंर्श णेच्छइ” (अनु.द्वा.सू.१५) इति अनुयोगद्वारसूत्रविरोधः स्यात्, पर्यायार्थिकत्वे ऋजुसूत्रस्य द्रव्यावश्यकाभ्युपगन्तृत्वाऽसम्भवात् । अत्र “ एको देवदत्तादिः अनुपयुक्तोऽस्य मते आगमत एकं द्रव्यावश्यकमस्ति, 'पुहत्तं नेच्छइ'त्ति अतीतानागतभेदतः परकीयभेदतश्च पृथकत्वं पार्थक्यं नेच्छत्यसौ। किं तर्हि ? वर्तमान- ि વ્હાલીનું સ્વાતમેવવામ્યુêતિ। તર્વ્યમેવ” (અનુ.દા.મૂ.૧ મ.વેં.પૃ.૩૧) કૃતિ મનધારવૃત્તિ: દ્રષ્ટવ્યા
કઈ રીતે દ્રવ્યાર્થિકનયસ્વરૂપ બને ? કેમ કે ઋજુસૂત્રનય તો અતીત અને અનાગત પર્યાયનો અપલાપ કરે છે. તથા માત્ર વર્તમાનકાલીન શુદ્ધ અર્થપર્યાયને જ તે માને છે. (અર્થપર્યાયનું લક્ષણ આગળ ૧૨/૨માં કહેવામાં આવશે.) તેથી ઋજુસૂત્રનયને પર્યાયાર્થિકનય તરીકે માનવો વ્યાજબી છે. આ પ્રમાણે શ્રીસિદ્ધસેન દિવાકરસૂરિ મહારાજ વગેરેનો આશય છે.
દિવાકરમત અસંગત : જિનભદ્રગણી
(ત્ર.) આ પ્રમાણે શ્રીસિદ્ધસેનદિવાકરસૂરિ મહારાજનો જે મત આપણે જોઈ ગયા, તે અંગે સમીક્ષા કરતા સિદ્ધાન્તવાદી શ્રીજિનભદ્રગણી ક્ષમાશ્રમણનો અભિપ્રાય તો એવો છે કે “સિદ્ધસેન દિવાકરસૂરિજી મહારાજનો ઉપરોક્ત મત વ્યાજબી નથી જ. આનું કારણ એ છે કે તે રીતે ઋજુસૂત્રનયને પર્યાયાર્થિકનય તરીકે માનવામાં આવે તો ઋજુસૂત્રનયના મતે દ્રવ્યઆવશ્યક અસંભવિત બની જશે. કારણ કે પર્યાયાર્થિક નયના મતે દ્રવ્યનિક્ષેપ માન્ય નથી. તથા ઋજુસૂત્રનય દ્રવ્યઆવશ્યક ન સ્વીકારે તો અનુયોગદ્વારસૂત્ર નામના આગમનો વિરોધ આવશે. ત્યાં જણાવેલ છે કે ‘ઉપયોગશૂન્ય સામાયિક આદિ આવશ્યક કરનાર એક દેવદત્તાદિ વ્યક્તિ ઋજુસૂત્રનયની દૃષ્ટિમાં એક દ્રવ્યઆવશ્યક સ્વરૂપ છે. ઋજુસૂત્રનયને દ્રવ્યઆવશ્યકમાં પૃથક્ક્સ = અનેકત્વ કે સખંડત્વ (=સાંશત્વ) ઈષ્ટ નથી.' આપણે જોઈ શકીએ છીએ કે અનુયોગદ્વારસૂત્ર મુજબ ઋજુસૂત્રનયના મતે દ્રવ્યઆવશ્યક સ્વીકૃત છે. ઉપરોક્ત અનુયોગદ્વારસૂત્રની વ્યાખ્યા કરતાં મલધારી શ્રીહેમચન્દ્રસૂરિજી મહારાજે જણાવેલ છે કે “એક અનુપયુક્ત દેવદત્તાદિ વ્યક્તિ ઋજુસૂત્રનયના મતે આગમથી એક દ્રવ્યાવશ્યક છે. ઋજુસૂત્ર અતીત, અનાગત અને પરકીયના ભેદની અપેક્ષાએ પાર્થક્ય પૃથક્ક્સ બહુત્વ માનતો નથી. પરંતુ વર્તમાનકાલીન સ્વકીય વસ્તુને જ તે ઈચ્છે છે. તથા વર્તમાનકાલીન સ્વકીય વસ્તુ તો એક જ હોય. તેથી ઋજુસૂત્રનય તેને જ એક દ્રવ્યાવશ્યકરૂપે સ્વીકારે છે” – આ પ્રમાણે ઉપરોક્ત અનુયોગદ્વારસૂત્રવ્યાખ્યા અહીં જોવા લાયક છે. અહીં સ્પષ્ટપણે ‘ઋજુસૂત્રનય 1. ૠનુસૂત્રત્યેવોડનુપયુત્તે પુછ્યું વ્યાવશ્યમ્, પૃથવત્ત્વ તેઋતિ • મુદ્રિત રાસ + હસ્તપ્રતોમાં ‘ì અનુવન્ને i’ પાઠ.
=
=
=
હવે ક