Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
९५६ ० ऋजुसूत्रे द्रव्यार्थिकत्वसमर्थनम् ।
८/१२ अनुयोगद्वारसूत्रे ऋजुसूत्रनयमते द्रव्यावश्यकं दर्शितम् । ततश्च तन्मते द्रव्यग्राहकत्वाद् ऋजुसूत्रस्य द्रव्यार्थिकत्वं स्पष्टम् । एवं विनयविजयवाचकेन नयकर्णिकायां “द्रव्यास्तिक-पर्यायास्तिकयोरन्तर्भवन्त्यमी ५ आदावादिचतुष्टयमन्त्ये चान्त्यास्त्रयस्ततः” ।। (न.क.२१) इत्युक्त्या ऋजुसूत्रस्य द्रव्यार्थिकत्वं दर्शितम् । रा एवं विशेषावश्यकभाष्यमलधारवृत्तौ “नैगमादयः चत्वारोऽपि एको द्रव्यास्तिकः, शब्दनयास्तु त्रयोऽप्येक - एव पर्यायास्तिक” (वि.आ.भा.२२६४ वृ.) इत्युक्त्या ऋजुसूत्रस्य- द्रव्यार्थिकनयत्वमावेदितम् । श्रीहरि- भद्रसूरिभिः श्रीमलयगिरिसूरिभिश्च आवश्यकनियुक्तिवृत्तौ “नैगमादीनामृजुसूत्रपर्यन्तानां द्रव्यास्तिकत्वात् शब्दा
दीनाञ्च पर्यायास्तिकत्वाद्” (आ.नि.७५९) इत्युक्त्या ऋजुसूत्रस्य द्रव्यास्तिकत्वं दर्शितम् । कोट्याचार्यैरपि क विशेषावश्यकभाष्यवृत्ती “नैगमादि-ऋजुसूत्रान्तानां द्रव्यास्तिकत्वाद् इतरेषां पर्यायास्तिकत्वाद्” (वि.आ.भा. २७५५ को.वृ.) इत्युक्तम् ।
विशेषावश्यकभाष्ये च '“णामाइतियं दव्वट्ठियस्स भावो अ पज्जवणयस्स” (वि.आ.भा.७५) इत्येवमुक्त्या 10पर्यायार्थिकनयस्य द्रव्यनिक्षेपानभ्युपगमो दर्शितः। ततश्च श्रीजिनभद्रगणिक्षमाश्रमणमतानुसारेण ऋजुसूत्रनयस्य द्रव्यावश्यकनिक्षेपग्राहकत्वाद् द्रव्यार्थिकनयान्तःपातित्वमेव सिध्यति ।
છે જુસૂત્ર દ્રવ્યાર્થિક છે - અનુયોગદ્વાર છે (7) અનુયોગકારસૂત્રમાં ઋજુસૂત્રનયના મતે દ્રવ્ય આવશ્યક દેખાડેલું છે. તેથી તેમના મતે ઋજુસૂત્ર નય દ્રવ્યગ્રાહક હોવાથી દ્રવ્યાર્થિકનય છે - તેવું સ્પષ્ટ થાય છે. આ જ રીતે નયકર્ણિકામાં વિનયવિજયજી ઉપાધ્યાયે જણાવેલ છે કે “દ્રવ્યાસ્તિક અને પર્યાયાસ્તિક નયમાં નૈગમ આદિ સાતે નયોનો અંતર્ભાવ થાય છે. દ્રવ્યાસ્તિકનયમાં નૈગમ આદિ ચાર નયોનો તથા પર્યાયાસ્તિકનયમાં પાછલા શબ્દ આદિ ત્રણ નયોનો અંતર્ભાવ થાય છે” - આ રીતે કહેવા દ્વારા “ઋજુસૂત્રનય દ્રવ્યાર્થિક છે' - તેવું દર્શાવેલ છે.
6 સિદ્ધાન્તમતે બાજુથ દ્રવ્યાર્થિક ઈ (વં.) આ રીતે હેમચન્દ્રસૂરિજીએ વિશેષાશ્યકભાષ્યવિવરણમાં જણાવેલ છે કે “નગમ વગેરે ચારેય (નય એક દ્રવ્યાસ્તિકન રૂપે વિવક્ષિત છે તથા શબ્દાદિ ત્રણેય નય પર્યાયાર્થિકરૂપે વિવક્ષિત છે.” તેમના
મતે પણ ઋજુસૂત્ર દ્રવ્યાર્થિક છે. શ્રીહરિભદ્રસૂરિએ તથા શ્રીમલયગિરિસૂરિજીએ આવશ્યકનિર્યુક્તિવ્યાખ્યામાં જણાવેલ છે કે “નૈગમનયથી માંડીને ઋજુસૂત્ર સુધીના નયો દ્રવ્યાસ્તિક છે તથા શબ્દ વગેરે નો પર્યાયાસ્તિક છે.” આમ તેઓશ્રીએ ઋજુસૂત્રનયને દ્રવ્યાર્થિક તરીકે જણાવેલ છે. કોટ્યાચાર્યજીએ પણ વિશેષાવશ્યકભાષ્યવ્યાખ્યામાં આ જ વાત જણાવીને ઋજુસૂત્રને દ્રવ્યાસ્તિક કહેલ છે.
છે શ્રીજિનભદ્રગણિમતે બાજુસૂત્ર દ્રવ્યાર્થિક છે. (વિ.) તથા વિશેષાવશ્યકભાષ્યમાં જણાવેલ છે કે “દ્રવ્યાસ્તિકનયના મતે નામ, સ્થાપના, અને દ્રવ્ય - એમ ત્રણ નિક્ષેપ છે અને પર્યાયાર્થિકમતે ભાવ નિક્ષેપ માન્ય છે.” આ પ્રમાણે કહેવા દ્વારા પર્યાયાર્થિકનય દ્રવ્યનિક્ષેપનો સ્વીકાર નથી કરતો – તેવું શ્રીજિનભદ્રગણી ક્ષમાશ્રમણે દર્શાવેલ છે. તેથી શ્રીજિનભદ્રગણી ક્ષમાશ્રમણના મત મુજબ “આવશ્યકના દ્રવ્યનિક્ષેપનું = દ્રવ્યઆવશ્યકનું ગ્રહણ કરવાના 1. નામયિત્રિ દ્રવ્યાર્થિવસ્થ માવગ્ન પર્વવનથસ્થા