Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
९४४
• अर्पिताऽनर्पितनययोः उभयसम्प्रदायसम्मतता 0
૮/૧૦ ___ तत्त्वार्थे तन्निर्देशस्य कृतत्वात्, बृहत्स्वयम्भूस्तोत्रेऽपि “अनेकान्तः प्रमाणात्ते तदेकान्तोऽर्पितान्नयात्” (बृ.स्व.स्तो.१०३) इत्येवमर्पितनयस्योक्तत्वात्, विद्यानन्दस्वामिना अपि तत्त्वार्थश्लोकवार्तिके नयविवरणे જ “અર્થ-પર્યાયયોઃ તીવવું T-મુળસ્વમાવત: વવિદ્ વસ્તુમપ્રીય પ્રતિgિ: પ્રનીયતા” (ત જ્ઞો.ન.વિ.૪૨) म इत्येवमर्पणानर्पणयोरुक्तत्वात्, विशेषावश्यकभाष्येऽपि “दव्वट्ठियस्स दव् वत्थु पज्जवनयस्स पज्जाओ । भी अप्पियमयं विसेसो सामन्नमणप्पियनयस्स ।।” (वि.आ.भा. ३५८८) इति तन्निर्देशोपलब्धेश्च। ततश्च
श्वेताम्बर-दिगम्बरोभयसम्प्रदायग्रन्थेषु द्रव्यार्थिक-पर्यायार्थिकयोरिव अर्पिताऽनर्पितनययोरुपलम्भेन द्वादशधा मूलनयविभागो देवसेनेन दर्शनीयः स्यादित्यपरिहार्या इयम् आपत्तिः ।
* અર્પિતાદિ નયનું આપાદન શાસ્ત્રસાપેક્ષ ઃ શ્વેતાંબર જ (ઉત્તરપક્ષ :- (તત્વાર્થે.) તમારી આ વાત બરાબર નથી. કેમ કે અમે હમણાં જ તત્ત્વાર્થસૂત્રનો સંદર્ભ દર્શાવી ચૂક્યા છીએ. તે તત્ત્વાર્થસૂત્રમાં અર્પિતનય અને અનર્મિતનય વાચકશિરોમણિ ઉમાસ્વાતિજી મહારાજે દેખાડેલ જ છે. તથા બૃહતસ્વયંભૂસ્તોત્રમાં પણ સમન્તભદ્રસ્વામીએ જણાવેલ છે કે “હે જિનેશ્વર ભગવંત ! પ્રમાણની અપેક્ષાએ તમારો મત અનેકાન્ત સ્વરૂપ છે. તથા અર્પિતનયની અપેક્ષાએ તમારો મત એકાંત સ્વરૂપ છે.” આ પ્રમાણે અર્પિતનયનો ઉલ્લેખ તમને પણ માન્ય એવા સમન્તભદ્ર સ્વામીએ કરેલ છે. દિગંબર આચાર્ય વિદ્યાનંદસ્વામીએ પણ તત્ત્વાર્થશ્લોકવાર્તિકમાં નિયવિવરણ પ્રકરણમાં જણાવેલ છે કે “દ્રવ્ય અને પર્યાય વચ્ચે ગૌણ-મુખ્ય સ્વભાવની અપેક્ષાએ કોઈક વસ્તુમાં જાણકાર વ્યક્તિને વિશેષ પ્રકારનો અભિપ્રાય ઉત્પન્ન થાય છે.” અહીં મુખ્યસ્વભાવ દ્વારા અર્પણાને અને ગૌણસ્વભાવ
દ્વારા અનર્પણાને તેમણે જણાવેલ છે. વિશેષાવશ્યકભાષ્યમાં પણ શ્વેતાંબરશિરોમણિ શ્રીજિનભદ્રગણી - ક્ષમાશ્રમણે જણાવેલ છે કે “દ્રવ્યાર્થિકનયનો વિષય દ્રવ્ય છે અને પર્યાયાર્થિકનયનો વિષય પર્યાય છે. તા વિશેષ ધર્મ અર્પિતનયને સંમત છે. તથા સામાન્ય ધર્મ અનર્મિતનયને સંમત છે.” આ રીતે
વિશેષાવશ્યકભાષ્યમાં પણ અર્પિત અને અનર્પિત નયનો ઉલ્લેખ થયેલ છે. ઉપરોક્ત શાસ્ત્રસંદર્ભનું તાત્પર્ય 31 એટલા જ અંશમાં અભિપ્રેત છે કે દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયની જેમ અર્પિત અને અનર્પિત નયનો
ઉલ્લેખ શ્વેતાંબર અને દિગંબર બન્ને સંપ્રદાયને માન્ય એવા વિવિધ ગ્રંથોમાં ઉપલબ્ધ થાય છે. તેથી દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયની જેમ અર્પિત અને અનર્પિત નયને સ્વતંત્ર મૂળ નય માની, બાર મૂળનયનો વિભાગ બતાવવાની આપત્તિ દિગંબર દેવસેનજીને અપરિહાર્ય બની રહેશે.
અર્પિત-અનર્પિતનની સ્પષ્ટતા જ સ્પષ્ટતા :- વિશેષાવશ્યકભાષ્યકારનું તાત્પર્ય એવું જણાય છે કે વિશેષધર્મની વિરક્ષા કરનાર અર્પિત નયનો વિષય વિશેષ ધર્મ છે તથા વિશેષ ધર્મની વિવેક્ષા ન કરનાર અનર્મિતનયનો વિષય સામાન્ય ધર્મ છે. પરંતુ આનો અર્થ એવો નથી કે સામાન્ય ધર્મ અર્પિતનયનો વિષય ન જ બને. સામાન્ય ધર્મની વિવક્ષા કરનાર અર્પિતનયનો વિષય સામાન્યધર્મ પણ બની જ શકે છે. તથા સામાન્ય ધર્મની વિરક્ષા ન કરનાર અનર્પિત નયનો વિષય વિશેષ ધર્મ પણ બની શકે છે. ટૂંકમાં વિવફા = અર્પણા અને અવિવેક્ષા = અન"ણા. તેથી જો નૈગમ આદિ સાત નવો કરતાં દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયને શાસ્ત્રના આધારે 1. द्रव्यास्तिकस्य द्रव्यं वस्तु पर्यवनयस्य पर्यायः। अर्पितमतं विशेषः सामान्यमनर्पितनयस्य ।।