Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૮/૨૦ ० नानाप्रकारेण मूलनयद्वैविध्यद्योतनम् ।
९४९ स्वातन्त्र्येण प्रवेशाद् विंशतिर्मूलनयभेदाः प्रसज्येरन्, द्रव्यार्थिकस्येव नाम-स्थापना-द्रव्यनयानां नैगमादौ प पर्यायार्थिकस्येव च भावनयस्य ऋजुसूत्रादौ प्रवेशात् ।
एवञ्चाऽतीतभावप्रज्ञापक-प्रत्युत्पन्नभावप्रज्ञापकादिभेदाद् अनेकधा मूलनयभेदाः प्रसज्येरन्, तेषामपि । मूलनयविभागे नानाऽभिप्रायेण प्रवेशोपलब्धेः। तदुक्तम् आवश्यकनियुक्तिचूर्णी श्रीजिनदासगणिमहत्तरेण 1“दो मूलनया - दव्वढिओ य पज्जवडिओ य। एक्केको सयविहो। एवं दो णयसया। अहवा दो नया श वावहारिओ णेच्छतितो य। तो उदाहरणं - वावहारियणयस्स ‘कालतो भमरो', णेच्छतियणयस्स ‘पंचवन्नो । जाव अट्ठफासो'। अहवा दो मूलणया - अप्पियववहारितो य अणप्पियववहारितो य, उदाहरणं जीवो... नारकत्वेनाऽर्पितः जीवत्वेनानर्पितः, एवं तिर्यग्मनुष्यदेवत्वेनापि भाव्यम् । अहवा दो नया तीयभावपन्नवतो ण
પકુપન્નમાવત્રિવતો ર” (સા.નિ.TI.૭૬૬ ટૂ) તિા કેમ કે દ્રવ્યાર્થિકનયની જેમ નામનય-સ્થાપનાનય-દ્રવ્યનયનો નૈગમાદિનયોમાં સમાવેશ થાય છે તથા પર્યાયાર્થિકનયની જેમ ભાવનયનો ઋજુસૂત્રાદિ નયોમાં સમાવેશ થાય છે. તેથી જો મૂલન વિભાગમાં દ્રવ્યાર્થિકાદિ નયનો ઉલ્લેખ કરવામાં આવે તો નામાદિ નયોનો પણ તેમાં નિર્દેશ કરવો દેવસેન માટે જરૂરી બની જશે. કેમ કે યુક્તિ તો ઉભયત્ર સમાન જ છે. તથા તેવું કરવામાં આવે તો ૯, ૧૨, ૧૪ કે ૧૬ નહિ પણ ૨૦ મૂળનયોને માનવાની આપત્તિ દેવસેન માટે દુર્વાર બનશે.
- ૨૩ મૂળનયની આપત્તિ (વળ્યા. એ જ રીતે ભૂતકાલીન ભાવનો પ્રરૂપક નય, વર્તમાનકાલીન ભાવનો પ્રજ્ઞાપક નય વગેરેનો 3 પણ મૂળનયવિભાગમાં પ્રવેશ માન્ય કરવાથી મૂલનયના અનેક (= ૨૦ થી પણ વધુ) ભેદ થવાની છે આપત્તિ આવશે. કારણ કે અતીતભાવપ્રજ્ઞાપક વગેરે નયોનો પણ મૂલન વિભાગમાં અલગ-અલગ અભિપ્રાયથી શાસ્ત્રકારોએ સમાવેશ કરેલો હોય તેવું ગ્રંથોમાં જોવા પણ મળે છે. શ્રીજિનદાસગણિમહત્તરે આવશ્યકનિક્તિચૂર્ણિમાં જણાવેલ છે કે “બે મૂલનય છે. (૧) દ્રવ્યાર્થિક અને (૨) પર્યાયાર્થિક. એક | -એકના સો ભેદ છે. આ રીતે કુલ ૨૦૦ નય થાય. અથવા બે મૂલનય છે. (૧) વ્યાવહારિક અને (૨) નૈૠયિક. તેમાં “ભમરો કાળો છે' - આમ બોલવું તે વ્યાવહારિકનયનું ઉદાહરણ છે. તથા નૈશ્ચયિકનયના મતે “ભમરો પાંચવર્ણવાળો યાવતુ આઠ સ્પર્શવાળો છે' - આ ઉદાહરણ છે.(આ જ શાખાના ૨૩ મા શ્લોકમાં આ વાત જણાવવામાં આવશે.) અથવા બે મૂલ નય છે. (૧) અર્પિત વ્યાવહારિકન અને (૨) અનર્પિત વ્યાવહારિકનય. દા.ત. જીવને ઉદેશીને “આ નારકી છે' - એમ કહેવામાં આવે તે વાક્યમાં જીવ નારકી તરીકે અર્પિત કહેવાય તથા જીવ તરીકે અનર્પિત કહેવાય. આ જ રીતે તિર્યંચ, મનુષ્ય, દેવ તરીકે પણ જીવમાં અર્પિતપણે વિચારવું. આ રીતે અર્પિત-અનર્પિત વ્યવહારનય સમજવા. અથવા નયના બે પ્રકાર છે - (૧) અતીતભાવ પ્રજ્ઞાપક તથા (૨) વર્તમાનભાવ પ્રજ્ઞાપક.” 1. द्वौ मूलनयौ - द्रव्यास्तिकश्च पर्यवास्तिकश्च । एकैकः शतविधः। एवं द्वे नयशते। अथवा द्वौ नयौ व्यावहारिक: नैश्चयिकश्च । तत्र उदाहरणम् – व्यावहारिकनयस्य 'कालकः भ्रमर', नैश्चयिकनयस्य 'पञ्चवर्णः यावद् अष्टस्पर्शः'। अथवा द्वौ मूलनयौ - अर्पितव्यावहारिकश्च अनर्पितव्यावहारिकश्च । उदाहरणं जीवः नारकत्वेन अर्पितः, जीवत्वेन अनर्पितः। एवं तिर्यग्मनुष्यदेवत्वेनाऽपि भाव्यम् । अथवा द्वौ नयौ - अतीतभावप्रज्ञापकश्च प्रत्युत्पन्नभावप्रज्ञापकश्च ।