Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૮/૧
० मलधारव्याख्योपदर्शनम् । श्रीमलधारिहेमचन्द्रसूरिभिस्तु विशेषावश्यकवृत्तौ एतद्व्याख्या “एतेषां मूलजातिभेदतः सप्तानां नैगमादिनयानामेकैकः प्रभेदतः शतविधः = शतभेदः । एवं च सर्वैरपि प्रभेदैः सप्त नयशतानि भवन्ति। अन्योऽपि प चादेशः = प्रकारस्तेन पञ्च नयशतानि भवन्ति। शब्दादिभिस्त्रिभिरपि नयैर्यदैक एव शब्दनयो विवक्ष्यते ग तदा पञ्चैव मूलनया भवन्ति, एकैकस्य च शतविधत्वात् पञ्चशतविधत्वं नयानाम् । ‘अन्नो वि यत्ति अपिशब्दात् षट्, चत्वारि, द्वे वा शते नयानाम् । तत्र यदा सामान्यग्राहिणो नैगमस्य सङ्ग्रहे, विशेषग्राहिणस्तु । व्यवहारेऽन्तर्भावो विवक्ष्यते तदा मूलनयानां षड्विधत्वादेकैकस्य च शतभेदत्वात् षट्शतानि नयानाम् । ॐ यदा त सङग्रह-व्यवहार-ऋजुसत्रलक्षणास्त्रयोऽर्थनया विवक्ष्यन्ते, एकस्तू शब्दनयः पर्यायास्तिकस्तदा चत्वारो मूलनया भवन्ति, प्रत्येकं च शतभेदत्वाच्चत्वारि नयशतानि । यदा तु नैगमादयश्चत्वारोऽप्येको द्रव्यास्तिकः, , शब्दनयास्तु त्रयोऽप्येक एव पर्यायास्तिक इत्येवं द्वावेव नयौ विवक्ष्येते तदाऽनयोः प्रत्येकं शतभेदत्वाद् द्वे र्णि नयशते भवतः” (वि.आ.भा.२२६४ मल वृ.) इत्येवं कृता। प्रवचनसारोद्धारेऽपि (८४८) एवंप्रकारा का गाथा वर्त्तत इत्यवधेयम् । પાંચસો જ છે' - આ પ્રમાણે બીજો પણ મત છે.”
વિવસાભેદથી નભેદ * (શ્રીમ.) આવશ્યકનિયુક્તિની ઉપરોક્ત ગાથા વિશેષાવશ્યકભાષ્યમાં વણી લેવામાં આવેલી છે. વિશેષાવશ્યકભાષ્યની ઉપરોક્ત ગાથાની વ્યાખ્યા કરતા માલધારી શ્રી હેમચંદ્રસૂરિએ જણાવેલ છે કે “મૂળ જાતિના પ્રકારની અપેક્ષાએ નૈગમ વગેરે સાત નય છે. તે એક-એક નયના અવાન્તર ભેદની દૃષ્ટિએ સો પ્રકાર પડે છે. આ રીતે સર્વ અવાત્તર પ્રકારની અપેક્ષાએ કુલ સાતસો નય થાય છે. આ બાબતમાં બીજો પણ એક મત છે. બીજા મત મુજબ નયના પાંચસો ભેદ થાય છે. છેલ્લા શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત નય દ્વારા ફક્ત એક શબ્દનયની જ વિવક્ષા કરવામાં આવે (અર્થાત્ શબ્દનય કહેવાથી છેલ્લા ત્રણેય નયનો સંગ્રહ થઈ જાય છે – તેવું અભિપ્રેત હોય) તો મૂળ નય ફક્ત પાંચ જ થાય છે. તથા પ્રત્યેક નયના સો ભેદ હોવાથી અવાન્તર નવો પાંચસો થશે. ભદ્રબાહુસ્વામીજી મહારાજે ત્રો વિ જ આવું પ્રાકૃત ભાષામાં કહેવા દ્વારા જે વિ’ = ‘પિ' શબ્દનો ઉલ્લેખ કરેલો છે, તેનાથી અવાજોર પ્રભેદની અપેક્ષાએ આ ૬00, 800, ૨00 નો થાય છે - તેમ જાણવું. તે આ રીતે - જ્યારે સામાન્ય ગ્રાહક નૈગમનયનો સંગ્રહાયમાં સમાવેશ કરવામાં આવે અને વિશેષગ્રાહક નૈગમનયનો વ્યવહારનયમાં સમાવેશ કરવામાં આવે ત્યારે મૂળ નય સંગ્રહથી માંડીને એવંભૂત સુધીના કુલ છ નય પ્રાપ્ત થશે. પ્રત્યેકના અવાન્તર સો ભેદ હોવાથી અવાત્તર ભેદની અપેક્ષાએ છ મૂળ નયના કુલ-અવાન્તર ૬૦૦ ભેદ પ્રાપ્ત થશે. તથા “સંગ્રહ, વ્યવહાર અને ઋજુસૂત્ર સ્વરૂપ ત્રણ અર્થનય અને શબ્દ નામનો એક પર્યાયાસ્તિક નય - આવી વિવક્ષા કરવામાં આવે ત્યારે મૂળ નય ચાર થાય છે. તથા પ્રત્યેકના સો ભેદ હોવાથી અવાત્તર ભેદની અપેક્ષાએ કુલ ૪૦૦ નય પ્રાપ્ત થાય છે. જ્યારે નૈગમ વગેરે ચારેય નય એક દ્રવ્યાસ્તિકનયરૂપે વિવક્ષિત હોય તથા શબ્દ વગેરે ત્રણેય નયો પર્યાયાસ્તિકરૂપે એક જ છે – તેવી વિવક્ષા કરવામાં આવે ત્યારે દ્રવ્યાસ્તિક અને પર્યાયાસ્તિક – આમ મૂળ નયના બે ભેદ પ્રાપ્ત થશે. તથા પ્રત્યેકના સો ભેદ હોવાથી અવાન્તર ભેદની અપેક્ષાએ કુલ ૨૦૦ ભેદ પ્રાપ્ત થશે.” પ્રવચનસારોદ્ધારમાં પણ આવા પ્રકારની ગાથા આવે છે. તે વાતને ધ્યાનમાં રાખવી.