Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૮૧
० एकधर्मपर्यवसिताभिप्रायस्य नयरूपता 0 एतेन “अथैवम्भूत-समभिरूढयोः शब्द एव चेत् ?। अन्तर्भावस्तदा पञ्च, नयपञ्चशतीभिदः ।।” ' (न.क.२०) इति नयकर्णिकायां विनयविजयवाचकवचनमपि व्याख्यातम् । स मध्यमविवक्षाविशेषतः पुनः चत्वारो नयाः ज्ञेयाः। तदुक्तं समवायाङ्गसूत्रवृत्तौ श्रीअभयदेवसूरिवरेण स “नयचतुष्कं चैवम्, नैगमनयो द्विविधः - सामान्यग्राही विशेषग्राही च। तत्र यः सामान्यग्राही स सङ्ग्रहे। ऽन्तर्भूतः, विशेषग्राही तु व्यवहारे। तदेवं सङ्ग्रह-व्यवहार-ऋजुसूत्राः शब्दादित्रयं चैक एवेति चत्वारो नयाः"
( .[.૨૨ .૫.૮૩) રૂરિા સવનિવૂિ (વા.નિ.T.૭૧૨/q.પૂ.રૂરૂ૦) પિ વમેવ વત્વારો + नया उक्ताः। तद्विस्तारे तु चत्वारि शतानि । तदुक्तं प्रवचनसारोद्धारवृत्तौ “सङ्ग्रह-व्यवहार-ऋजुसूत्र णि -शब्दा इति चत्वार एव मूलनयाः। एकैकश्च शतविध इति चत्वारि शतानि” (प्र.सारो.८४८ वृ.) इति । र अतिबृहद्विवक्षायां तु नयानाम् आनन्त्यम् । तदुक्तं श्रीमल्लिषेणसूरिभिः स्याद्वादमञ्जर्याम् “नयाश्च अनन्ताः, अनन्तधर्मत्वाद् वस्तुनः, तदेकधर्मपर्यवसितानां वक्तुः अभिप्रायाणां च नयत्वाद्” (अन्य.व्य.२८/
છે નયના ૫૦૦ ભેદનું સમર્થન છે | (ર્તિન.) નયકર્ણિકામાં ઉપાધ્યાય શ્રીવિનયવિજયજીએ જણાવેલ છે કે “જો એવંભૂતનયનો અને સમભિરૂઢનયનો શબ્દનયમાં જ અન્તર્ભાવ કરીએ તો મૂળનયના પાંચ ભેદ પડે. તથા અવાન્તર કુલ ૫૦૦ નય થાય.” આ વાતની પણ છણાવટ શ્રી હેમચંદ્રસૂરિજીના કથન દ્વારા થઈ જાય છે.
મધ્યમવિવફાથી નવિભાગપ્રદર્શન (મધ્યમ) મધ્યમ પ્રકારની વિશેષ વિવક્ષા કરવામાં આવે તો નયના ચાર ભેદ જાણવા. તેથી સમવાયાંગસૂત્રની વ્યાખ્યામાં શ્રીઅભયદેવસૂરિજી મહારાજે જણાવેલ છે કે “નયના ચાર ભેદ આ મુજબ સમજવા. નૈગમનયના બે ભેદ છે. સામાન્યગ્રાહી અને વિશેષગ્રાહી. તેમાં જે સામાન્યગ્રાહી નૈગમનય છે, તેનો સંગ્રહનયમાં અન્તર્ભાવ થાય છે. વિશેષગ્રાહક = ભેદગ્રાહક નૈગમનયનો તો વ્યવહારનયમાં
અન્તર્ભાવ થાય છે. તેથી સંગ્રહ અને વ્યવહાર નય કરતાં સ્વતંત્ર અસ્તિત્વ નૈગમનય ધરાવતો નથી. { તથા છેલ્લા ત્રણ શબ્દ વગેરે નયોની ફક્ત એક શબ્દનયરૂપે વિવક્ષા કરવામાં આવે તો (૧) સંગ્રહ,
(૨) વ્યવહાર, (૩) ઋજુસૂત્ર અને (૪) શબ્દ – આ રીતે ચાર મૂળ નય થાય છે.” આવશ્યકનિર્યુક્તિચૂર્ણિમાં છે પણ આ જ પ્રમાણે ચાર નય જણાવ્યા છે. પ્રત્યેક નયના સો ભેદ હોવાથી આ ચાર નયનો વિસ્તાર કરવામાં આવે તો કુલ ૪૦૦ નય પ્રાપ્ત થાય છે. તેથી પ્રવચનસારોદ્ધારની વૃત્તિમાં જણાવેલ છે કે “સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર અને શબ્દ – આ પ્રમાણે મૂળ નય ફક્ત ચાર જ છે. પ્રત્યેક મૂળ નયના સો ભેદ પડે છે. તેથી કુલ ચારસો નય પ્રાપ્ત થાય છે.”
જ વિસ્તાર વિવક્ષાથી નસો અનન્તા છે (વિ.) ન વિભાગની ઉત્કૃષ્ટ વિવક્ષા કરવામાં આવે તો નયો અનંતા છે. શ્રીમલ્લિષેણસૂરિજી મહારાજે અન્યયોગવ્યવચ્છેદ કાત્રિશિકા પ્રકરણની સ્યાદ્વાદમંજરી નામની વ્યાખ્યામાં જણાવેલ છે કે “નયો અનંતા છે. કારણ કે વસ્તુના ગુણધર્મો અનંતા છે. તથા પ્રત્યેક વસ્તુના એક-એક ગુણધર્મને મુખ્યરૂપે ગ્રહણ કરનારા વક્તાઓના અભિપ્રાયો = આશયો જ નયસ્વરૂપ છે. તેથી નય પણ અનંત બની જાય