Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૮/૭ • अनुपचरिताऽसद्भूतव्यवहारस्य संश्लिष्टगोचरताविमर्श: .
અનઈ ભિન્નવિષય. માટઇં અસદૂભૂત જાણવો
એ નય ઉપનય દિગંબર દેવસેનકૃત નયચક્રમાંહિ કહિયા છઈ, ૨ મૂલનય સહિત. व्यवहारस्य विज्ञेयम् । देहस्याऽचेतनत्वम् आत्मनश्च चेतनत्वमिति तयोः भिन्नद्रव्यत्वमेवेत्यस्य प अनुपचरितव्यवहारस्याऽसद्भूतत्वमवगन्तव्यम् ।
इदमेवाऽभिप्रेत्योक्तम् आलापपद्धतौ “संश्लेषसहितवस्तुसम्बन्धविषयः अनुपचरिताऽसद्भूतव्यवहारः, કથા “નવસ્થ શરીરનિતિ” (સા.પ.પૂ.ર૦) /
नयचक्रे = नयचक्राभिधाने उपलक्षणाद् आलापपद्धतिनाम्नि च प्रकरणे हि इमो = नयोपनयौ र्श मूलनयान्वितौ = आध्यात्मिकपरिभाषानुसृतनिश्चय-व्यवहारनयसहितौ देवसेनेन उक्तौ । तौ चेह तत्तद्गाथोक्त्युपदर्शनेन तत्र तत्र स्थले दर्शितौ आगम-युक्तिपुरस्सरं यथौचित्येन अस्माभिः समर्थितौ च । ।
देवचन्द्रवाचकैः आगमसारे (पृ.२०) बुद्धिसागरसूरिभिश्च षड्द्रव्यविचारे (पृ.२६) प्रकारान्तरेण शुद्धाऽशुद्ध-शुभाऽशुभोपचरिताऽनुपचरितभेदेन षड्विधो व्यवहारनय उपादर्शि सोऽपीहानुसन्धेयः આત્માનું શરીર - આ અનુપચરિત વ્યવહારને અસભૂત જાણવો.
છે દેહાત્મસંબંધ વાસ્તવિક છે છે (ખે.) આ જ અભિપ્રાયથી આલાપપદ્ધતિમાં કહેલ છે કે “સંશ્લેષયુક્ત વસ્તુઓના સંબંધને વિષય કરતો નય અનુપચરિત અસભૂત વ્યવહાર જાણવો. જેમ કે “જીવનું શરીર' - આવો શબ્દપ્રયોગ.”
ક દિગંબરમત સમર્થન કરે (નય.) નયચક્ર નામના પ્રકરણમાં તથા ઉપલક્ષણથી આલાપપદ્ધતિ નામના પ્રકરણમાં આધ્યાત્મિક પરિભાષા મુજબ નિશ્ચયનય અને વ્યવહારનય નામના બે મૂળ નયથી યુક્ત નવવિધ નય અને ત્રિવિધ ઉપનયને દેવસેનજીએ જણાવેલ છે. તે મૂળ નયથી યુક્ત નય અને ઉપનય પ્રસ્તુત દ્રવ્યાનુયોગપરામર્શ છે ગ્રંથમાં નયચક્ર અને આલાપપદ્ધતિ ગ્રંથની તે તે વિષયસંબંધી ઉપયોગી ગાથા અને ઉક્તિ (= વચન) દેખાડવા દ્વારા તે તે સ્થળે દર્શાવેલ છે. તથા આગમ અને યુક્તિપૂર્વક ઔચિત્ય અનુસાર મૂળ નયથી યુક્ત તે નય અને ઉપનય - બન્નેનું સમર્થન પણ અમે અહીં કરેલ છે.
નયચક્ર આલાપપદ્ધતિનું ઉપલક્ષક સ્પષ્ટતા :- દિગંબર દેવસેનજીએ નયચક્ર ગ્રંથમાં નવ પ્રકારના નય અને ત્રણ પ્રકારના ઉપનયની પ્રક્રિયા દર્શાવેલ છે. પરંતુ નયચક્ર ગ્રંથમાં આધ્યાત્મિક પરિભાષા મુજબ નિશ્ચય અને વ્યવહાર નય દર્શાવેલા નથી. પણ આલાપપદ્ધતિ નામના ગ્રંથમાં તેનું નિરૂપણ દેવસેનજીએ કરેલ છે. નવ નયની અને ત્રણ ઉપનયની વાત પણ આલાપપદ્ધતિમાં ઉપલબ્ધ થાય છે. તેથી દ્રવ્ય-ગુણ-પર્યાયના રાસમાં મહોપાધ્યાયજી મહારાજે અહીં નયચક્ર ગ્રંથનો ઉલ્લેખ કરેલો હોવા છતાં પણ દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકા વ્યાખ્યામાં ઉપલક્ષણથી આલાપપદ્ધતિ પ્રકરણનું પણ ગ્રહણ કરવામાં આવેલ છે.
(વ.) ઉપાધ્યાયશ્રી દેવચન્દ્રજીએ આગમસારમાં તથા શ્રીબુદ્ધિસાગરસૂરિજીએ પદ્રવ્યવિચાર પ્રકરણમાં “(૧) શુદ્ધવ્યવહાર, (૨) અશુદ્ધવ્યવહાર, (૩) શુભવ્યવહાર, (૪) અશુભ વ્યવહાર, (૫) ઉપચરિત