Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
९३४
० परदोषदर्शने सज्जनानां करुणाविर्भाव: ।
૮/૮ સુત્તમHIM વોદિતો અનંતસંસાર” (દિ..૪૭૬, p.શ.૧૭, સ.શ.ર૬, T.સ.૧૮, અ.પ.૪૮૦) इति च हितोपदेशमाला-षष्टिशतक-सङ्ग्रहशतक-गाथासहस्री-प्रवचनपरीक्षाणां वचनम् अवश्यं स्मर्तव्यम् ।
કુદીત ક્ષvોયેવ શાસ્ત્ર શસ્ત્રમવાડવુધમ્| સુપૃદીનં તવેવ તે શä શ× ૨ રક્ષતિ(.સં.સિદ્ધિस्थान-अ.१२/७८) इति चरकसंहितावचनञ्च नाऽत्र विस्मर्तव्यम्।
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – अन्यदीयविचार-वाणी-वर्तनेषु अनौचित्यदर्शने सति सज्जनान्त:करणे करुणैव परिस्फुरति । करुणया च सज्जनचेतसि सन्तापः सञ्जायते । निर्व्याजकरुणयैव प्रेरितः
सज्जनः सिद्धान्तार्थविप्लवाद्यापादकक्षतिपरिमार्जनाय अन्यदीयक्षतीः योग्यभाषया योग्यरीत्या चान्यस्मै के दर्शयति, “धर्मध्वंसे क्रियालोपे सत्सिद्धान्तार्थविप्लवे। अपृष्टेनाऽपि शक्तेन वक्तव्यं तन्निषेधितुम् ।।” (यो.शा. for २/६४/आन्तरश्लोक-१५०) इति योगशास्त्रद्वितीयप्रकाशवृत्तिगताऽऽन्तरश्लोकं प्रतिसन्धाय । क्षतिप्रदर्शनाभिप्रायः
नान्यदीयापयशःप्रभृतिगोचरः। स्वक्षतिपरिमार्जनपरायणं चान्यं दृष्ट्वा सज्जनमनः प्रमोदाऽऽपूरितं सम्पद्यते । एतादृशसज्जनताबलेन “साइ-अपज्जवसाणं निरुवमसुहमुत्तमं” (ज.च.१६/६६६) इति जम्बूचरिते श्रीगुणपालेन उक्तं मोक्षसुखं समीपं स्यात् ।।८/८।।
(૬) હિતોપદેશમાલા, ષષ્ટિશતક (નેમિચંદ્રકૃત), સંગ્રહશતક, ગાથાસહસ્ત્રી, પ્રવચનપરીક્ષામાં પણ જણાવેલ છે કે “ઉત્સુત્રભાષકોની બોધિ (સમકિત) નાશ પામે છે તથા અનંત સંસાર વધે છે.”
૪ દુગૃહીત શાસ્ત્ર-શસ્ત્ર સ્વનાશક : ચરકસંહિતા જ (“.) ચરકસંહિતામાં જણાવેલ છે કે “ખરાબ રીતે પકડેલ શાસ્ત્ર, શસ્ત્રની જેમ અજ્ઞાનીને ખતમ કરે જ છે. તથા સારી રીતે પકડેલું શાસ્ત્ર અને શસ્ત્ર જાણકારની રક્ષા કરે છે. મતલબ કે દેવસેનજી આડેધડ નવ નયની આગમનિરપેક્ષપણે જે પ્રરૂપણા કરે છે, તે તેના માટે નુકસાનકારક છે.
દોષદર્શન કરાવવાનું તાત્પર્ય સમજીએ આધ્યાત્મિક ઉપનય :- બીજાના વિચારમાં, વાણીમાં કે વર્તનમાં કોઈક અલના કે અનૌચિત્ય જોવા ન મળે, ત્યારે સજ્જનના હૃદયમાં તેના પ્રત્યે તિરસ્કારના બદલે કરુણાબુદ્ધિ જન્મે છે. તથા આ કરુણાથી ( જ સજ્જનના મનમાં સંતાપ = ખેદ થાય છે. તેથી નિઃસ્વાર્થ કરુણાથી પ્રેરાઈને સજ્જન વ્યક્તિ સામેના
માણસને સુધારવાના આશયથી તથા સૈદ્ધાત્તિક પરમાર્થોનો ઉચ્છેદ વગેરે કરનારી તેની ભૂલને સુધારવાના આશયથી યોગ્ય શબ્દોમાં યોગ્ય રીતે તેને તેની ભૂલ દેખાડે છે. યોગશાસ્ત્રના દ્વિતીય પ્રકાશની વ્યાખ્યામાં આંતરશ્લોકમાં શ્રી હેમચન્દ્રસૂરિજીએ જણાવેલ છે કે “ધર્મનો નાશ થાય, ક્રિયાનો લોપ થાય કે સાચા સિદ્ધાન્તોના પરમાર્થનો ઉચ્છેદ (કે આડખીલી) થાય તો તેનો નિષેધ કરવા માટે શક્તિશાળીએ વગર પૂછે પણ બોલવું જોઈએ.” આ શાસ્ત્રવચનને લક્ષમાં રાખીને સજ્જન સામેની વ્યક્તિને સામે ચાલીને પણ સમજાવવા માટે પ્રયત્ન કરે છે. તે માટે ક્વચિત્ કડવા-આકરા વેણ સજ્જન બોલે તો પણ દોષદર્શન કરાવવાની પાછળ સામેના માણસને ઉતારી પાડવાનો, બદનામ કરવાનો કે જાહેરમાં હલકા ચિતરવાનો ભાવ સજ્જનના હૃદયમાં હોતો નથી. તથા સામેનો માણસ પોતાની ભૂલને સુધારે તો તે જોઈને સજ્જનનું હૃદય આનંદવિભોર બને છે. આવી સજ્જનતાના બળથી જંબૂચરિયંમાં શ્રીગુણપાલે કહેલ, સાદિ-અનંત ઉત્તમ નિરુપમસુખ = મોક્ષસુખ નજીક આવે. (૮૮) 1. उत्सूत्रभाषकाणां बोधिनाशः अनन्तसंसारित्वम्। 2. साद्यपर्यवसानं निरुपमसुखमुत्तमम् ।