Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
☼ प्रथमपर्यायार्थिकनामविमर्शः
६८९
उपलक्षणाद् अभव्यानामसिद्धत्वपर्यायोऽपि अनादिनित्यशुद्धपर्यायार्थविषयतया ज्ञेयः । प्रकृते 1 “कम्माण विप्पमुक्को जाव न तावदु असिद्धत्तं” (भा. त्रि. १८) इति भावत्रिभङ्ग्युक्तिः, “कर्ममात्रोदयादेवाऽ सिद्धत्वं प्रणिगद्यते” (त. श्लो. वा. २/१/१०) इति तत्त्वार्थ श्लोकवार्त्तिकोक्तिश्च स्मर्तव्या ।
अथ नित्यपर्यायग्राहकत्वे पर्यायार्थिकस्याऽशुद्धत्वं प्रसज्येत, नयान्तरविषयग्राहकत्वात्। अतः न 'शुद्धे 'ति विशेषणं न सङ्गच्छते । किञ्च दिगम्बरमतानुसारेणाऽत्र नया निरूप्यन्ते । आलापपद्धति - नयचक्रादौ 'शुद्धे 'ति विशेषणं नोपलभ्यत इत्यनुपदमेव दर्शितम् । किञ्च श्वेताम्बरशिरोमणिमहोपाध्यायश्रीयशोविजयगणिवरैरपि अनेकान्तव्यवस्थाप्रकरणे सप्तभङ्गी - नयप्रदीपप्रकरणे च दिगम्बरप्रक्रियया पर्यायार्थिकनयनिरूपणे “अनादिनित्यपर्यायार्थिकः, यथा पुद्गलपर्यायो मेर्वादिर्नित्यः” (अ.व्य.भा.२/पृ.२८६ + સ.ન.પ્ર.પૃ.૪૬) ફત્યાઘુત્તમ્। તતશ્ચાત્ર મમઃ ‘શુદ્ધેતિ વિશેષાં સ્માવુત્તમ્ ? તિ શ્વેતુ ? [ = સત્તાભૂત = શાશ્વત' આવો અર્થ પ્રવચનસારવૃત્તિકાર અમૃતચન્દ્રને અને જયસેનને સંમત છે. ૐ અભવ્યનો અસિદ્ધત્વ પર્યાય નિત્ય છેં
(ઉપન્નક્ષા.) હમણાં ચંદ્ર, સૂર્ય વગેરેની જે વાત કરી તે ઉપલક્ષણ છે. અર્થાત્ તે સિવાયના અન્ય પર્યાયો પણ અનાદિ નિત્ય સંભવી શકે છે. જેમ કે અભવ્યનો અસિદ્ધત્વ પર્યાય. અભવ્ય જીવ ક્યારેય પણ સિદ્ધ થવાનો નથી. તેથી અભવ્યનો અસિદ્ધત્વ પર્યાય પણ અનાદિ નિત્ય શુદ્ધપર્યાયાર્થિકનયના વિષય તરીકે જાણવો. પ્રસ્તુત બાબતમાં ભાવત્રિભંગી ગ્રંથનું વચન સ્મરણ કરવા યોગ્ય છે. ત્યાં જણાવેલ છે કે “જીવ જ્યાં સુધી કર્મોથી પૂરેપૂરો મુક્ત થાય નહિ ત્યાં સુધી જીવમાં અસિદ્ધત્વ રહે છે.” તત્ત્વાર્થસ્લોકવાર્નિક ગ્રંથમાં દિગંબર વિદ્યાનંદસ્વામીએ જે વાત કરી છે તે પણ અહીં યાદ કરવા યોગ્ય છે. ત્યાં તેમણે જણાવેલ છે કે “કોઈ પણ કર્મનો જ્યાં સુધી ઉદય હોય ત્યાં સુધી તે કર્મોદયના કારણે જ જીવમાં અસિદ્ધત્વ કહેવાય છે.”
'].
૬/
” પાઠભેદ વિચારણા
જિજ્ઞાસા :- (થ.) પ્રસ્તુત પ્રથમ પર્યાયાર્થિકનય જો મેરુ પર્વત વગેરેને નિત્યપર્યાય તરીકે માનતો હોય તો તે અશુદ્ધ પર્યાયાર્થિક બની જશે. કારણ કે નિત્યત્વ એ તો દ્રવ્યાર્થિકનયનો વિષય છે. અન્ય નયના વિષયને ગ્રહણ કરવું એ તો નયની અશુદ્ધિ કહેવાય. તેથી પ્રથમ પર્યાયાર્થિકનયમાં ‘શુદ્ધ’ એવું વિશેષણ સંગત થતું નથી. વળી, બીજી મહત્ત્વની વાત એ છે કે દિગંબરમત મુજબ અહીં નયનું નિરૂપણ ચાલી રહ્યું છે. આલાપપદ્ધતિ, નયચક્ર વગેરે દિગંબરીય ગ્રંથોમાં તો ‘શુદ્ધ’ એવું વિશેષણ પ્રથમ પર્યાયાર્થિક નયને લગાડવામાં નથી આવ્યું. આ બાબત તો હમણાં જ આલાપપદ્ધતિ વગેરેના સંવાદ જણાવ્યા તેમાં દર્શાવેલ જ છે. જો તમે બધું જ નિરૂપણ દિગંબરપ્રક્રિયા પ્રમાણે કરી રહ્યા હો તો આવો ફેરફાર અહીં કેમ કરી શકાય ? વળી, શ્વેતાંબરશિરોમણિ મહોપાધ્યાયશ્રી શ્રીયશોવિજયજી ગણિવરે પણ અનેકાન્તવ્યવસ્થા તથા સપ્તભંગી-નયપ્રદીપ પ્રકરણમાં દિગંબરપ્રક્રિયા મુજબ પર્યાયાર્થિકનયનું નિરૂપણ કરવાના અવસરે જણાવેલ છે કે ‘પ્રથમ પર્યાયાર્થિક અનાદિનિત્યપર્યાયાર્થિકનય છે, જેમ કે પુદ્ગલપર્યાય મેરુ પર્વત વગેરે 1. વર્મનાં વિપ્રમુ: યાવન્ ન, તાવવું અસિદ્ધત્વમ્॥
प
> v]