Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
पता:
६९०
• मनुष्यत्वादिविनश्वरपर्यायप्रीते: परिहार्यता: 0 प सत्यम्, तथापि महोपाध्यायश्रीयशोविजयगणिवरविरचितस्य 'द्रव्य-गुण-पर्यायरासे'त्यभिधानस्य रा अपभ्रंशभाषानिबद्धग्रन्थस्य स्वोपज्ञस्तबकविभूषितस्य षट्त्रिंशत्प्राचीनहस्तादर्शेषु अर्वाचीनमुद्रितपुस्तकेषु - च प्रथमपर्यायार्थिकनयविशेषणविधया 'शुद्ध'ति पदं दृश्यत इति तदनुसारिणि अस्मिन् ग्रन्थेऽस्माभिः । तथैवोक्तम् । तत्त्वनिर्णयप्रासादेऽप्यत्र 'शुद्धे'ति विशेषणमुपलभ्यते । यद्वा महोपाध्यायश्रीयशोविजयकारिते " द्रव्य-गुण-पर्यायरासस्तबकमूलहस्तादर्श लिपिकृत्प्रमादात् 'शुद्ध'ति पाठनिवेशेन तदुत्तरकालीनहस्तप्रतिषु क तदनुवृत्त्या भाव्यम् । तत्त्वं तु बहुश्रुता विदन्ति। णि प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - ‘मनुष्यत्व-धनिकत्वादिविनश्वरपर्यायप्रीतिं विमुच्य आत्मत्व का -चैतन्य-शुद्धसत्त्वाद्यविनश्वरपर्यायेषु प्रीत्या निजदृष्टिः स्थाप्या' इत्युपदेशं नयोऽयं ददाति । तद्बलेनाનિત્ય છે. તમે પણ દિગંબરપ્રક્રિયા મુજબ અહીં નયનું નિરૂપણ કરો છો. તો પછી “શુદ્ધ એવું વિશેષણ પ્રથમ પર્યાયાર્થિકનયમાં શા માટે જણાવેલ છે? એ અમને સમજાતું નથી.
સમાધાન :- (સત્ય) એક દૃષ્ટિએ તમારી વાત સાચી છે. છતાં અમે “શુદ્ધ' વિશેષણ પ્રથમપર્યાયાર્થિકમાં લગાડેલ છે. તેનું કારણ એ છે કે દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ’ અને તેનો સ્વોપજ્ઞ દબો - આ બન્નેને અનુસરીને દ્રવ્યાનુયોગપરામર્શ અને પરામર્શકર્ણિકા ગ્રંથ રચવામાં આવેલ છે. તથા મહોપાધ્યાય શ્રીયશોવિજયગણિવરે રચેલ ઉપરોક્ત રાસ અને દબો - બન્ને ગ્રંથની પ્રાચીન ૩૬ હસ્તપ્રતોમાં પ્રથમ પર્યાયાર્થિકનયના વિશેષણ તરીકે “શુદ્ધ’ એવું પદ જોડવામાં આવેલ છે. લહિયાની ભૂલ હોય તો એકાદ » હસ્તપ્રતમાં ભૂલ હોય. પરંતુ ખંભાત, ધાંગધ્રા, સુરત, લિંબડી, આગ્રા, અમદાવાદ, રાધનપુર, પાલી, છે માંડલ વગેરે જુદા-જુદા સ્થળે, જુદા-જુદા સમયે લખાયેલી અમારી પાસે રહેલી બધી જ હસ્તપ્રતોની વા અંદર જુદા-જુદા લહિયાઓ એકસરખી ભૂલ કરે તેવું માનવા દિલ તૈયાર નથી. તેથી પ્રાચીન ૩૫
હસ્તપ્રતોમાં અને મુદ્રિત પુસ્તકોમાં ઉપલબ્ધ દ્રવ્ય-ગુણ-પર્યાય રાસ સ્તબક ગ્રંથમાં પ્રથમ પર્યાયાર્થિકનું “શુદ્ધ સ વિશેષણ હોવાથી અમે તદનુસારી પ્રસ્તુત ગ્રંથમાં તે મુજબ ઉલ્લેખ કરેલો છે. તત્ત્વનિર્ણયપ્રાસાદમાં પણ પ્રસ્તુતમાં “શુદ્ધ' વિશેષણ જોવા મળે છે. અહીં ઘણા પ્રશ્નો ઉદ્દભવે છે કે મહોપાધ્યાયજી પાસે દ્રવ્ય -ગુણ-પર્યાયનો રાસ રચતી વખતે નયચક્ર વગેરેની જે પ્રત હશે તેમાં શું તેવો પાઠ હશે ? તથા અનેકાન્ત વ્યવસ્થા પ્રકરણ વગેરે રચતી વખતે મહોપાધ્યાયજી મહારાજ પાસે નયચક્ર વગેરે ગ્રંથની જે પ્રત હશે તેમાં શું “શુદ્ધ' વિશેષણ નહિ હોય ? કે બીજું કોઈ કારણ હશે? અથવા મહોપાધ્યાયશ્રી યશોવિજય મહારાજે લહિયા પાસે લખાવેલ દ્રવ્ય-ગુણ-પર્યાય રાસના ટબાની મૂળ હસ્તપ્રતમાં લહિયાની ભૂલથી “શુદ્ધ આવો પાઠ નોંધાયો હોય અને તેની જ નકલ ઉત્તરકાલીન હસ્તપ્રતોમાં બધે થઈ હોવાથી તેમાં પણ તેવો જ પાઠ આવ્યો હોય તેવી પણ શક્યતા જણાય છે. પરંતુ અહીં રહસ્યભૂત તત્ત્વ શું છે ? તે તો બહુશ્રુત પુરુષો જાણે. આધુનિક ઈતિહાસવિદ્ વિદ્વાનો માટે આ સંશોધનનો વિષય છે.
જ નિત્ય પર્યાયને નિહાળીએ . આધ્યાત્મિક ઉપનય - આત્મત્વ વગેરે પર્યાય પણ અનાદિ અનંત છે. મનુષ્યત્વ, શ્રીમંતત્વ વગેરે પર્યાયો ક્યારેક તો નાશ પામવાના જ છે. તેથી વિનશ્વર પર્યાયોની પ્રીતિ છોડીને આત્મત્વ, ચૈતન્ય,