Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
७४४
० वर्तमानेऽतीतत्वादिकं सम्मतम् । ए न च पाकादिक्रियाया दीर्घकालव्यापितया क्रियाभेदस्याऽनपलपनीयत्वमिति वाच्यम्,
निश्चयनयतः प्रतिसमयं तत्तदवयवावच्छेदेन जायमानायाः पाकादिक्रियायाः कात्स्न्येन परिसमाप्ततया पच्यमानानां व्रीह्यशानां पक्वत्वाऽबाधात् ।
एतेन कालभेदात् क्रियाभेदोऽपि प्रत्याख्यातः, पच्यमानसमये एव पक्वत्वाऽभिधानात् । न च आश्रयभेदात् ‘क्रियमाणं कृतमि'ति वक्तुं न युज्यत इति आरेकणीयम्,
यतः अत्र हि य एव क्रियमाणत्वाश्रयः स एव कृतत्वाश्रयतयोक्तः । વાક્યપ્રયોગમાં ક્રિયાભેદ છે જ નહિ. બે ક્રિયા હોય તો ક્રિયાભેદ સંભવે. અહીં તો ક્રિયા એક જ છે. તેથી ક્રિયાભેદનો પ્રશ્ન જ ઉદ્દભવતો નથી.
આથોપ :- ( ર ) અરે ! તમે કેવી વાત કરો છો ? પાકાદિ ક્રિયા તો દીર્ઘકાળવ્યાપી છે. તથા ક્રિયા તો ક્ષણભંગુર છે. તેથી દીર્ઘકાલીન પાકાદિ ક્રિયામાં અનેકપણાનો અપલોપ થઈ શકે તેમ નથી.
સમાધાન :- (નિશ્વય.) ના, તમારો આ આક્ષેપ પણ વ્યાજબી નથી. કેમ કે નિશ્ચયનયની અપેક્ષાએ તો પ્રત્યેક સમયે તે તે અવયવોમાં ઉત્પન્ન થતી પાકક્રિયા પ્રત્યેક સમયે પરિપૂર્ણતયા સમાપ્ત થાય છે. તેથી પાકી રહેલા ચોખાના અંશોમાં ત્યારે પક્વત્વ (= સમાપ્ત પાકક્રિયા = અતીતકાલીન પાકક્રિયા) અબાધિત જ છે. તેથી નિશ્ચયનયનો ‘શ્ચિયના કૃતમ્ - આ સિદ્ધાન્ત અવ્યાહત જ રહે છે.
દલીલ :- (તેન) “પધ્યમાન પ્રયોગમાં વર્તમાનકાળ જણાવાય છે. તથા “પવ’ શબ્દમાં ભૂતકાળ દેખાડાય છે. આમ કાળભેદ હોવાથી બન્ને સ્થળે ક્રિયા જુદી છે - તેમ સિદ્ધ થાય છે.
કાલભેદ અસિદ્ધ : 2 નિરાકરણ :- (પ.) ભાગ્યશાળી ! અમે નિશ્ચયનયવાદી જે સમયે “પ્રસ્થમાના દ્રીય બોલીએ
છીએ, તે જ સમયે “પી થ્રીહયર” - આમ બોલીએ છીએ. જુદા-જુદા સમયે “પ્રવ્યમાન’ અને ‘વ’ - આવા બે પ્રયોગ કરતા નથી. મતલબ કે પ્રયોગમાં કાળભેદ ન હોવાથી કાલભેદનિમિત્તક ક્રિયાભેદની સિદ્ધિ કરી શકાતી નથી. તથા જે સમયે ચોખામાં “પ્રસ્થાનત્વ’ માન્ય છે, તે જ સમયે પવવત્વ તેમાં માન્ય છે. માટે “પરામાનં પર્વમ્', ‘શિયમi કૃત” આ નિશ્ચયસંમત સિદ્ધાન્ત વ્યાજબી જ છે. આમ વિયમાં કૃતમ્' આવો પ્રયોગ કરવામાં કોઈ દોષ નથી.
જિજ્ઞાસા :- (ન .) તમારી વાત સાચી લાગે છે. પરંતુ “યિકાળત્વ'નો આશ્રય અને “કૃતત્વ' નો આશ્રય જુદા-જુદા હોવાથી “ક્રિયમા' ને “ક્ત કઈ રીતે કહી શકાય ? આ જિજ્ઞાસા સંતોષાતી નથી.
આ આશ્રયભેદ અસિદ્ધ . શમન :- (યતા.) તમારી જિજ્ઞાસાને આ રીતે સંતોષી શકાય કે નિશ્ચયનયની દૃષ્ટિએ પ્રસ્તુતમાં જે વસ્તુ ક્રિયમાણત્વનો આધાર છે, તે જ કૃતત્વનો આધાર છે' - આ મુજબ જણાવાયેલ છે. તેથી આધારભેદનિમિત્તક ક્રિયાભેદની વાત પણ અસિદ્ધ જ બને છે. આમ પળમાન જ પક્વ બને છે.