Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૭૭ ૦
• स्थानाङ्गवृत्तिसंवादः 0
६/१२ तदुक्तं सर्वार्थसिद्धौ अपि “सङ्ग्रहेण गृहीतानामर्थानां विधिपूर्वकमवहरणं = व्यवहारः” (तत्त्वार्थसूत्र - १/३३ स.सि.वृत्ति) इति । धवलाभिधानायां षट्खण्डागमवृत्तौ वीरसेनाचार्येणाऽपि “सङ्ग्रहनयाऽऽक्षिप्तानाम् रा अर्थानां विधिपूर्वकम् अवहरणं = भेदनं = व्यवहारः, व्यवहारपरतन्त्रो व्यवहारनय इत्यर्थः” (ष.ख.पुस्तक म १/१-१-१/पृ.८४) इत्युक्तम् । तत्त्वार्थश्लोकवार्तिके विद्यानन्दस्वामिनाऽपि “सङ्ग्रहेण गृहीतानामर्थानां विधिपूर्वकः । of योऽवहारो विभागः स्याद् व्यवहारो नयः स्मृतः ।।” (त.श्लो.१/३३/५८) इत्युक्तम् ।
तन्मते विशेष एव तात्त्विकः। अनेन सामान्यं निराक्रियते, अर्थक्रियाकारित्वविरहात् । तदुक्तं विनयविजयवाचकैः नयकर्णिकायां “विशेषात्मकमेवाऽर्थं व्यवहारश्च मन्यते। विशेषभिन्नं सामान्यमसत् णि खरविषाणवत् ।।” (न.क.८) इति । तदुक्तं स्थानाङ्गवृत्तौ अपि “व्यवहरणं व्यवह्रियते वा स व्यवह्रियते वा
तेन विशेषेण वा सामान्यमवह्रियते निराक्रियतेऽनेनेति लोकव्यवहारपरो वा व्यवहारो विशेषमात्राऽभ्युपगमपरः” (સ્થા./૩/૦૧૨, .પુ.ર૧૮) તિા વિશેષાર્થક્રિયાવિછારિત્રાત્ તદપ રતાડચ વિશ્લેયા
(તq.) તત્ત્વાર્થસૂત્ર ઉપર દિગંબરસંપ્રદાયમાં સર્વાર્થસિદ્ધિ નામની વ્યાખ્યા ઉપલબ્ધ થાય છે. ત્યાં પણ જણાવેલ છે કે “સંગ્રહનય દ્વારા ગ્રહણ કરાયેલ વિષયોનું વિધિપૂર્વક અવતરણ = વિભજન કરે તે વ્યવહારનય.” પખંડાગમની ધવલા વ્યાખ્યામાં શ્રીવીરસેનાચાર્યએ પણ જણાવેલ છે કે “સંગ્રહનયથી ગ્રહણ કરાયેલા પદાર્થોમાં વિધિપૂર્વક ભેદ કરવો તે વ્યવહાર કહેવાય. તે વ્યવહારને આધીને ચાલવાવાળો નય એટલે વ્યવહારનય.” તત્ત્વાર્થશ્લોકવાર્તિકમાં શ્રીવિદ્યાનંદસ્વામીએ પણ આ જ વાત કરેલ છે.
સ્પષ્ટતા - વિધિપૂર્વક એટલે નિષેધ કર્યા વિના વિધાન કરવા પૂર્વક. મતલબ કે સંગ્રહનયના વિષયનું વિધાન કરવા પૂર્વક વિભજન કરવાનું કાર્ય વ્યવહારનય કરે છે.
( વિશેષ જ પારમાર્થિક વ્યવહારનય છે (તન.) વ્યવહારનયના મતે વિશેષ પદાર્થ જ તાત્ત્વિક છે. તે સામાન્યનું નિરાકરણ કરે છે. કારણ જ કે સામાન્ય અર્થક્રિયાને કરતું નથી. તેથી નયકર્ણિકામાં વિનયવિજયજી ઉપાધ્યાયે જણાવેલ છે કે વા “વ્યવહારનય વિશેષસ્વરૂપ પદાર્થને માને છે. વિશેષથી સ્વતંત્ર = જુદો સામાન્ય ધર્મ ગધેડાના શીંગડાની
જેમ અસત્ છે.” તેથી જ સ્થાનાંગસૂત્રવ્યાખ્યામાં પણ જણાવેલ છે કે “(૧) વ્યવહાર કરવો તે વ્યવહારનય સ કહેવાય. અથવા (૨) જેનો વ્યવહાર થાય તે વ્યવહાર. અથવા (૩) જેના વડે વ્યવહાર થાય તે
વ્યવહારનય. (૪) જે વિશેષ વડે સામાન્યનું નિરાકરણ થાય તે વિશેષ એટલે વ્યવહાર. અથવા (૫) લોકવ્યવહારમાં પરાયણ હોય તે નય વ્યવહારનય કહેવાય. પ્રસ્તુત વ્યવહારનય માત્ર વિશેષનો સ્વીકાર કરવામાં પરાયણ છે.” વિશેષ પદાર્થ અર્થક્રિયાકારી છે, કાર્યસાધક છે. તેથી વ્યવહારનય વિશેષને જ પારમાર્થિક સત્ સ્વરૂપે સ્વીકારે છે - તેમ જાણવું. પાણી લાવવાનું કામ દ્રવ્યસામાન્ય નથી કરતું પણ દ્રવ્યવિશેષ = ઘડો જ કરે છે. તેથી વિશેષ સત્ છે, સામાન્ય નહિ – એમ વ્યવહારનયનું તાત્પર્ય છે.
સ્પષ્ટતા :- વિશેષ ધર્મ કરતાં સામાન્ય ધર્મ જુદો હોય તો તે કાલ્પનિક છે. સામાન્ય જો વિશેષાત્મક હોય તો તે વાસ્તવિક છે. પછી સામાન્ય કહો કે વિશેષ કહો. અર્થમાં કોઈ ફરક નથી. ફક્ત શબ્દમાં તફાવત છે. આમ વ્યવહારનયના મતે મૌલિક સ્વરૂપે વિશેષ પદાર્થ જ પરમાર્થ સતુ છે.