Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
* स्थिराऽस्थिरपर्यायनिरूपणम्
६/१३
T
स्थूलर्जुसूत्रस्य स्थूलवर्तमानकालीनपर्यायग्राहकत्वेऽपि कालत्रयवर्तिपर्यायाऽग्राहकत्वात्, व्यवहारस्य तु त्रैकालिकपर्यायग्राहकत्वान्नानयोः साङ्कर्यम् । तथाविधलक्षण-ज्ञानिपुरुषवचनादिना व्यवहारनयवादी तु ‘अस्मिन् आत्मनि अतीतभवावच्छेदेन पशुपर्यायाः, वर्तमानभवावच्छेदेन मनुष्यपर्यायः, अनागतम भवावच्छेदेन च नारकपर्याय' इति व्यवहरत्यपि, न त्वेवं स्थूलर्जुसूत्रनय इत्यवधेयम्।
रा
र्श
ननु मनुष्यत्वादिः पर्यायश्चेत्, स्थिरः कथम् ? स्थिरश्चेत्, पर्यायः कथं सम्भवेत् ? पर्यायत्वावच्छिन्नस्य अनित्यत्वाद् इति चेत् ?
न, स्थिरपर्यायस्याऽपि शास्त्रकृतां सम्मतत्वात् । तदुक्तम् उत्तराध्ययनसूत्रबृहद्वृत्तौ वादिवेतालणि श्रीशान्तिसूरिभिः “उभये पर्यायाः - स्थिराः अस्थिराश्च । यदुक्तम् “ स्थिरः कालान्तरस्थायी पर्यायोऽक्षणર. મઘુરઃ। ક્ષગિવશ્વ ક્ષળાવૂમતિøસ્થિરો મતઃ।।” [ ] કૃતિ” (ઉત્ત. વૃ.વૃ.૨/નિયું.૧૭૦-૬.૧૬૪)| તતશ્વ मनुष्यत्वादेः पर्यायत्वेऽपि मनुष्यायुःप्रमाणकालपर्यन्तं स्थिरत्वेऽपि न कोऽपि दोष इति ।
७८४
* સ્કૂલ ઋજુસૂત્ર અને વ્યવહારનય અસંકીર્ણ
સમાધાન :- (સ્થત.) તમારી શંકા વ્યાજબી નથી. આનું કારણ એ છે કે સ્થૂલ ઋજુસૂત્રનય ઉપર જણાવ્યા મુજબ સ્થૂલવર્તમાનકાલવ્યાપી પર્યાયને માનવા છતાં કાલત્રયવ્યાપી પર્યાયને માનતો નથી. જ્યારે વ્યવહારનય તો અતીત-અનાગત-વર્તમાનકાલવર્તી એવા પર્યાયને માને છે. માટે સ્થૂલ ઋજુસૂત્રનય અને વ્યવહારનય વચ્ચે સાંકર્ય સંકીર્ણતા મિશ્રણ થવાની આપત્તિને અહીં અવકાશ નથી. તથાવિધ લક્ષણ દ્વારા કે વિશિષ્ટજ્ઞાની પુરુષના વચન વગેરે દ્વારા નિર્ણય કરીને વ્યવહારનયવાદી તો એવો વ્યવહાર પણ કરે છે કે ‘આ આત્મા ગયા ભવમાં પશુ હતો, વર્તમાનકાળે મનુષ્ય છે, ભવિષ્યમાં નરકમાં જશે. અતીત-વર્તમાન-અનાગતકાળની અપેક્ષાએ એક જ આત્મામાં આવા પર્યાયને વ્યવહારનય માનશે તથા
ૐ બોલશે. જેમ કે ‘મરીચિ મહાવીર થયા. શ્રેણિક પદ્મનાભ તીર્થંકર થશે. મહાવીર પ્રભુ ત્રિપૃષ્ઠવાસુદેવ આવું પ્રતિપાદન વ્યવહારનય કરશે. જ્યારે સ્થૂલઋજુસૂત્રનય આ પ્રમાણે માનશે પણ નહિ અને બોલશે પણ નહિ. આ વાત વાચકવર્ગે ખ્યાલમાં રાખવી.
હતા'
CII
શંકા :- (નનુ.) મનુષ્યપણું વગેરે જો પર્યાય હોય તો સ્થિર કઈ રીતે હોઈ શકે ? તથા જો તે સ્થિર હોય તો તેને પર્યાય કઈ રીતે કહી શકાય ? કારણ કે તમામ પર્યાય અનિત્ય જ હોય છે. છે પર્યાય પણ સ્થિર હોય છે - શાંતિસૂરિજી છે
સમાધાન :- (F, સ્વિ.) ના. તમારી વાત વ્યાજબી નથી. કારણ કે સ્થિરપર્યાય પણ શાસ્ત્રકારોને માન્ય છે. ઉત્તરાધ્યયનસૂત્ર બૃહવૃત્તિમાં વાદિવેતાલશ્રી શાંતિસૂરીશ્વરજી મહારાજે પ્રાચીન સંદર્ભ ટાંકવાપૂર્વક જણાવેલ છે કે “પર્યાય બે પ્રકારના હોય છે - (૧) સ્થિર અને (૨) અસ્થિર. તેથી જ પૂર્વાચાર્યોએ આ બાબતમાં કહેલ છે કે ‘કાલાન્તરમાં રહેનારો પર્યાય સ્થિર કહેવાય છે. તે ક્ષણભંગુર નથી હોતો. તથા જે પર્યાય ક્ષણિક હોય, ઉત્પત્તિ ક્ષણ પછી ટકે નહિ, તે પર્યાય અસ્થિર પર્યાય તરીકે માન્ય છે’
આ પ્રમાણે જાણવું.” શ્રીશાંતિસૂરિજી મહારાજે આ પ્રમાણે જે જણાવેલ છે તેનાથી સિદ્ધ થાય છે કે મનુષ્યત્વ વગેરે પર્યાય હોવા છતાં તે મનુષ્યઆયુષ્યકાળ પર્યન્ત રહે - ટકે તો પણ કોઈ દોષ નથી.
-
=
=
=