Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
८०६
* क्रियान्तरपराङ्मुख एवम्भूतः
६/१५
तत्तत्क्रियावाचकं नाम तस्मिन् प्रयोक्तुमर्हतीति सिद्धम् । तदुक्तं नयचक्रे अपि “जं जं करेइ कम्मं देही
મળ-વય-હાયવિકાર્દિ। તં તં વુ ગામનુત્તો વંમૂબો વે સો।।" (૧.૬.૪રૂ) કૃતિા
प
म
=
रा “एवम्भवनाद् एवम्भूतः” (क. प्रा. पुस्तक - १ / गा. १४ ज.ध. पृ. २१९) इति कषायप्राभृतस्य जयधवलावृत्ती वीरसेनाचार्यः । तेनैव षट्खण्डागमस्य धवलावृत्तौ “ एवं भेदे भवनाद् एवम्भूतः” (ष.ख.भाग-१/१-१-१/ ( ध. पृ. ९० ) इत्युक्तम् । सर्वार्थसिद्धौ तत्त्वार्थराजवार्त्तिके च “येन आत्मना भूतः तेनैव अध्यवस्यतीति વભૂતઃ” (સ.સિ.૧/રૂરૂ, ત.રા.વા.૧/૩૩)ત્યુત્તમ્। “વમ્ = રૂત્યં વિક્ષિતક્રિયાપરિામપ્રજારે મૂર્ત क परिणतम् अर्थं योऽभिप्रैति स एवम्भूतो नयः” (प्र.क. मा. पृ. २०६ ) इति प्रमेयकमलमार्त्तण्डे प्रभाचन्द्राचार्यः । णि “जाति-गुण-सम्बन्ध-यदृच्छाबलेन प्रवर्त्तमानाः अपि अध-शुक्ल - दण्डि - देवदत्तादिशब्दाः क्रियामेव दर्शयन्ति, अन्ततो गत्वा सर्वत्र अस्ति- भूप्रभृतिक्रियासामान्यसौलभ्याद् ” (त.नि.प्रा.स्तम्भ-३६/पृ.७३६) इति एवम्भूतनयमतप्रदर्शनावसरे तत्त्वनिर्णयप्रासादे विजयानन्दसूरयः ।
का
શબ્દનો તે જીવમાં પ્રયોગ કરવો વ્યાજબી છે' - તેવું સિદ્ધ થાય છે. તેથી નયચક્રમાં પણ જણાવેલ છે કે “દેહધારી જીવ મન-વચન-કાયાની ચેષ્ટાથી જે જે ક્રિયાને કરે છે તે તે ક્રિયાના વાચક એવા શબ્દથી ઓળખાવા યોગ્ય છે. આ પ્રમાણે જે નય કહે તે એવંભૂતનય બને.”
છે જયધવલા-ધવલા-સર્વાર્થસિદ્ધિ વગેરેમાં એવંભૂતનય છે
(“વ.) કષાયપ્રાભૂતની જયધવલા વ્યાખ્યામાં વીરસેનાચાર્યએ જણાવેલ છે કે ‘શબ્દના અર્થ મુજબ પદાર્થના પરિણમનને મુખ્ય બનાવવાના લીધે એવંભૂતનય કહેવાય છે.' તેમણે જ ષખંડાગમની ધવલા વ્યાખ્યામાં જણાવેલ છે કે ‘શબ્દવાચ્ય ક્રિયાથી વિશિષ્ટરૂપે અર્થપરિણામને મુખ્ય બનાવવાથી એવંભૂતનય જાણવો.' તત્ત્વાર્થસૂત્રની સર્વાર્થસિદ્ધિ વ્યાખ્યા અને રાજવાર્તિકવ્યાખ્યામાં પણ જણાવેલ છે કે ‘જે સ્વરૂપે પદાર્થ હાજર હોય તે જ સ્વરૂપે તેનો નિશ્ચય કરે તે એવંભૂતનય કહેવાય.' આ જ બાબતને ! પ્રમેયકમલમાર્તંડ ગ્રંથમાં પ્રભાચંદ્રાચાર્યએ વધુ સ્પષ્ટ કરતાં જણાવેલ છે કે ‘વં અમુક ચોક્કસ પ્રકારની ક્રિયાના પરિણામસ્વરૂપે મૂત = પરિણત એવા અર્થને જે નય સ્વીકારે છે, તે એવંભૂતનય કહેવાય છે.’
=
* સર્વ શબ્દો ક્રિયાવાચક : એવંભૂત
(“નાતિ.) તત્ત્વનિર્ણયપ્રાસાદ ગ્રંથમાં વિજયાનંદસૂરિજીએ (= આત્મારામજી મહારાજે) એવંભૂતનયનો મત જણાવવાના અવસરે કહેલ છે કે “(૧) જાતિના બળથી પ્રવર્તતા અશ્વ વગેરે શબ્દો, (૨) ગુણના યોગે પ્રવર્તતા શુક્લ, નીલ આદિ શબ્દો, (૩) સંબંધના પ્રભાવે પ્રવર્તતા દંડી, કુંડલી, શિખી વગેરે શબ્દો, (૪) યદચ્છાવશ પ્રયોજાતા દેવદત્ત વગેરે શબ્દો પણ ક્રિયાને જ જણાવે છે. છેવટે ‘સ્તિ, મતિ વગેરે સામાન્ય ક્રિયા તો દરેક શબ્દોની વ્યુત્પત્તિમાં મળવી સુલભ જ છે. (૧) આશુામિત્વાર્ અશ્વ, (૨) વિઃ મવતીતિ જીવન્તઃ, (૩) વડોડસ્ચાઽસ્તીતિ લડ્ડી, (૪) તેવ નં વેયાત્ = ટેવવત્તઃ આ રીતે ઉપરોક્ત ચારેય પ્રકારના શબ્દો ક્રિયાને જ જણાવે છે. આ મુજબ એવંભૂતનય માને છે.”
1. यद् यत् करोति कर्म देही मनो-वचन-कायचेष्टाभिः । तत् तत् खलु नामयुक्त एवम्भूतो भवेत् स नयः । ।