Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
८२६ . शुखसद्भूतव्यवहारे पार्थसारथिमिश्रोक्तिसमावेशः
० ७ ३ प एवं सति अशुद्धत्वानुल्लेखेन अशुद्धसद्भूतव्यवहारेऽसमावेशात् पारिशेषन्यायतः शुद्धसद्भूतया व्यवहारोपनये तन्निवेश उचितः । “शुद्धसद्भूतव्यवहारः यथा - शुद्धगुण-शुद्धगुणिनोः शुद्धपर्याय-शुद्धपर्यायिणोः
भेदकथनम्” (आ.प.पृ.९) इति आलापपद्धतिवचनाद् अपि शुद्धसद्भूतव्यवहारोपनये तत्समावेश उचितः। परं ज्ञानपदस्य अशुद्धज्ञानपरत्वे शुद्धाऽशुद्धोभयज्ञानपरत्वे वा अशुद्धसद्भूतव्यवहारोपनये तत्प्रवेश
उचित इति प्रतिभात्यस्माकम । क एतेन “ज्ञानं हि कथञ्चिदवस्थारूपेण आत्मनो भिन्नत्वाद् ‘मम' इति भेदेन व्यपदिश्यते” (मी. श्लो. णि वा.आत्मवाद १३० न्या.रत्ना.) इति मीमांसाश्लोकवार्तिकविवरणे न्यायरत्नाकराभिधाने पार्थसारथिमिश्रवचनमपि
બાદ જે જે વાક્ય સભૂત વ્યવહાર તરીકે માન્ય હોય તે તે સર્વ વાક્યનો બેમાંથી એક પ્રકારમાં સમાવેશ થવો જ જોઈએ. અન્યથા સદ્દભૂત વ્યવહારના વિભાગમાં ન્યૂનતા દોષ ઉપસ્થિત થશે. જો આવું ન માનવામાં આવે તો “જીવના બે ભેદ એકેન્દ્રિય અને પંચેન્દ્રિય' - આ પ્રમાણે જીવવિભાગ પણ સમ્યકુ બની જશે. વિકલેન્દ્રિયને જીવ સામાન્ય તરીકે ઓળખાવી દેવાશે. પણ આવું કોઈને માન્ય નથી. માટે “જ્ઞાન આત્માનો ગુણ છે' - આ વાક્યનો સદ્ભુત વ્યવહાર સામાન્ય તરીકે નિર્દેશ કરવો વ્યાજબી નથી.
સમાધાન :- (ઉં.) જો ઉપરોક્ત રીતે સદ્ભુત વ્યવહારના વિભાગમાં ન્યૂનતા દોષ જણાતો હોય તો “જ્ઞાન આત્માનો ગુણ છે' - આ વાક્યનો શુદ્ધ સદ્ભુત વ્યવહારમાં સમાવેશ કરી શકાય છે. કારણ કે ઉપરોક્ત વાક્યમાં ગુણની અશુદ્ધિનો ઉલ્લેખ થયેલ ન હોવાથી અશુદ્ધ સદ્ભુત વ્યવહાર ઉપનયમાં સમાવેશ થઈ શકતો નથી. તેમ જ “સદ્દભૂત વ્યવહાર' તરીકે તો તે વાક્ય માન્ય છે જ. કારણ કે બીજા દ્રવ્યના સંયોગની અપેક્ષા રાખ્યા વિના એક જ દ્રવ્યમાં ધર્મ-ધર્મીના ભેદનો ઉલ્લેખ તેમાં કરાય છે. ભેદગ્રાહત્વ હોવાથી તે ઉપનય વ્યવહાર તરીકે માન્ય છે. તેમજ એક જ દ્રવ્યમાં ધર્મ-ધર્મીના
ભેદનો ઉલ્લેખ કરવામાં બીજા દ્રવ્યની અપેક્ષા ન હોવાથી તે ઉપનય સદૂભૂત તરીકે સંમત છે. તેથી " પારિશેષ ન્યાયથી તેનો શુદ્ધ સભૂત વ્યવહાર ઉપનયમાં સમાવેશ કરવો ઉચિત જણાય છે. આલાપપદ્ધતિ ગ્રંથમાં જણાવેલ છે કે “શુદ્ધ ગુણ અને શુદ્ધ ગુણી વચ્ચે ભેદનું કથન કરવું તે અથવા શુદ્ધપર્યાય અને શુદ્ધપર્યાયી વચ્ચે ભેદનું પ્રતિપાદન કરવું તે શુદ્ધસદ્ભૂતવ્યવહાર ઉપનય કહેવાય.” આ પ્રમાણે જે જણાવેલ છે તેનાથી પણ એવું જણાય છે કે “જ્ઞાન આત્માનો ગુણ છે - આ વાક્યનો શુદ્ધ ભૂતવ્યવહાર ઉપનયમાં સમાવેશ કરવો એ ઉચિત છે. પરંતુ વક્તાનો અભિપ્રાય જો અશુદ્ધજ્ઞાનનો હોય કે શુદ્ધઅશુદ્ધ બન્ને જ્ઞાનનો હોય તો તેવા વાક્યનો અશુદ્ધ સદ્ભુત વ્યવહાર ઉપનયમાં સમાવેશ કરવો. તેવું અમને યોગ્ય જણાય છે.
મીમાંસકમંતવ્ય વિશે વિચારણા જ () કુમારિલભટ્ટ નામના મીમાંસક વિદ્વાને મીમાંસાશ્લોકવાર્તિક ગ્રંથ બનાવેલ છે. તેના ઉપર પાર્થસારથિ મિશ્ર નામના મીમાંસકે વાયરત્નાકર નામનું વિવરણ બનાવેલ છે. તેમાં તેણે જણાવેલ છે કે “જ્ઞાન કથંચિત્ આત્માની અવસ્થાવિશેષાત્મક છે. તેથી જ્ઞાન આત્માથી ભિન્ન છે. તેથી “મારું જ્ઞાન” આ રીતે છઠ્ઠી વિભક્તિથી ગર્ભિત વાક્ય દ્વારા આત્મા અને જ્ઞાન વચ્ચે ભેદનો વ્યવહાર થાય છે.” પાર્થસારથિના આ વાક્યનો પણ ક્યાં સમાવેશ કરવો ? તેની છણાવટ પણ ઉપરોક્ત વિવેચનથી