Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
*
० 'बोधः घटाकार' इत्युपचारविचार:
७/१३
तथा स्वजातीयगुणे स्वजातीयपर्यायारोपणात्मकोऽसद्भूतव्यवहारोऽप्यत्रान्तर्भाव्यः, यथा 'बोधो घटाकार' इति उपचारः, यद्वा 'ज्ञानं पर्याय' इति उपचारः । तदुक्तं नयचक्रे द्रव्यस्वभावप्रकाशे च “ णाणं पि हि पज्जायं परिणममाणं तु गिण्हए जो हु । ववहारो खलु जंपइ गुणेसु उवयरियपज्जाओ ।।” (न.च.६०, द्र.स्व.प्र.२३१) इति । यद्यपि ज्ञानं गुणः तथापि परिणममानत्वात् तस्य पर्यायत्वेनाऽत्रोपचारः क्रियते ।
८७०
2
एवं स्वजातीयविभावपर्याये स्वजातीयद्रव्यारोपणात्मकोऽसद्भूतव्यवहारोऽपि अत्र एवान्तकर्भावनीयः, यथा 'स्थूलस्कन्धः पुद्गल' इत्युपचारः । तदुक्तं नयचक्रे द्रव्यस्वभावप्रकाशे च "ફૂળ थूलखंधं पुग्गलदव्वोत्ति जंपए लोए । उवयारो पज्जाए पोग्गलदव्वस्स भणइ ववहारो ।।” (न.च.६१, प्र. स्व. प्र. २३२ ) र्णि इति। मिथःसमनुविद्धनानापुद्गलपरमाणुनिष्पन्नस्य स्थूलस्कन्धस्य पुद्गलद्रव्यविभावपर्यायरूपतया पुद्गलद्रव्यत्वकथनं स्वजातीयविभावपर्याये स्वजातीयद्रव्याऽऽरोपणात्मकाऽ सद्भूतव्यवहाररूपेण बोध्यम् ।
का
દ્રવ્ય છે. શ્વેત મહેલ છે' - ઈત્યાદિ વ્યવહારને અસદ્ભૂત જાણવો.
ગુણમાં પર્યાયનો ઉપચાર
(તથા.) તેમ જ સ્વજાતીય ગુણમાં સ્વજાતીય પર્યાયનો આરોપ કરનાર અસદ્ભૂત વ્યવહારનો પણ પ્રસ્તુત સ્વજાતીય અસદ્ભૂત વ્યવહારમાં જ સમાવેશ કરવો. જેમ કે ‘જ્ઞાન ઘટાકાર છે’ - આવો ઉપચાર. અથવા ‘જ્ઞાન પર્યાય છે' - આવો ઉપચાર. તેથી જ નયચક્ર અને દ્રવ્યસ્વભાવપ્રકાશ ગ્રંથમાં જણાવેલ છે કે “પરિણમનશીલ જ્ઞાનને પણ જે વ્યવહાર પર્યાયરૂપે ગ્રહણ કરે છે, તે વ્યવહાર ગુણમાં પર્યાયનો ઉપચાર કરનાર અસદ્ભૂત વ્યવહાર ઉપનય કહેવાય છે.” યદ્યપિ જ્ઞાન ગુણ છે. તેમ છતાં તે પરિણમનશીલ છે. તેથી તેનો પર્યાયરૂપે અહીં ઉપચરિત નિર્દેશ કરવામાં આવે છે.
/ વિભાવ પર્યાયમાં સજાતીય દ્રવ્યનો આરોપ
(Ē.) આ જ રીતે સ્વજાતીય વિભાવ પર્યાયમાં સ્વજાતીય દ્રવ્યનો આરોપ કરનાર અસદ્ભૂત વ્યવહારનો પણ પ્રથમ અસદ્ભૂત વ્યવહારમાં અંતર્ભાવ કરવો. જેમ કે ‘સ્થૂલસ્કંધ પુદ્ગલ છે’ - આ પ્રમાણેનો આરોપ સજાતીય વિભાવ પર્યાયમાં સજાતીયદ્રવ્યનો ઉપચાર કરવા સ્વરૂપ અસદ્ભૂત વ્યવહાર ઉપનય જાણવો. તેથી જ નયચક્ર અને દ્રવ્યસ્વભાવપ્રકાશ ગ્રંથમાં જણાવેલ છે કે “સ્થૂલ સ્કંધને જોઈને લોકો કહે છે કે ‘આ પુદ્ગલ દ્રવ્ય છે.' આને પર્યાયમાં પુદ્ગલદ્રવ્યનો ઉપચાર કરનાર અસદ્ભૂત વ્યવહાર કહેવાય છે.” એક-બીજા સાથે વિશેષ પ્રકારે સંકળાયેલા અનેક પરમાણુઓના સમૂહથી નિષ્પન્ન સ્થૂલ સ્કંધ પુદ્ગલદ્રવ્યનો વિભાવ પર્યાય છે. તેથી તેવા સ્થૂલ સ્કંધને પુદ્ગલદ્રવ્યરૂપે કહેવું તે સ્વજાતીય વિભાવ પર્યાયમાં સ્વજાતીય દ્રવ્યનો આરોપ કરનાર અસદ્ભૂત વ્યવહાર તરીકે જાણવા યોગ્ય છે.
1. ज्ञानमपि हि पर्यायं परिणममाणं तु गृह्णाति यस्तु । व्यवहारः खलु जल्पति गुणेषूपचरितपर्यायम् ।। 2. दृष्ट्वा स्थूलस्कन्धं पुद्गलद्रव्यमिति जल्पति लोके । उपचारम् पर्याये पुद्गलद्रव्यस्य भणति व्यवहारः । ।