Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
७/१८
• वस्त्रनिक्षेपविमर्श:० मैवम, नामादिवस्त्राणां शरीराऽऽच्छादनाद्यर्थक्रियाकारित्वविरहेण, प्रामाणिकलोकव्यवहारानुप-प योगित्वेन, निष्प्रयोजनत्वेन चेह स्वीकाराऽनौचित्यात्, स्वीकारेऽपि वा कल्पितत्वात्। ___न हि नामवस्त्रादि, स्थापनावस्त्रादि, आगमतो द्रव्यवस्त्रादि, नोआगमतो वा ज्ञशरीर । -भव्यशरीर-तद्व्यतिरिक्तद्रव्यवस्त्रादि, आगमतो भाववस्त्रादि वा विद्वज्जनप्रसिद्धवस्त्रत्वादिरूपेण परमार्थतोऽस्ति किन्तु नोआगमतो भाववस्त्रादिकमेव वस्त्रत्वादिना व्यवहर्तव्यतया प्रकृतेऽभिमतम् । श न हि वस्त्रादिक्रयणाय प्रस्थितः पुमान् नामवस्त्रादि, स्थापनावस्त्रादि, द्रव्यवस्त्रादि वा क्रीणाति । क द्रव्यवस्त्रादेरपि वस्त्रत्वे कर्पास-तन्तु-वल्कलादेरपि वस्त्रत्वादिना प्रामाणिकव्यवहारः प्रसज्येत।
* નામ-સ્થાપનાદિ વસ્ત્રો પ્રસ્તુતમાં અનુપયોગી ; ઉત્તરપક્ષ:- (વિ) તમારી વાત બરોબર નથી. કારણ કે નામાદિ વસ્ત્રો શરીરઆચ્છાદન વગેરે ક્રિયા કરી શકતા નથી. તથા પ્રામાણિક લોકવ્યવહારમાં ઉપયોગી નથી. તદુપરાંત, નામાદિ વસ્ત્રોથી કોઈ પ્રયોજન સરતું નથી. તેથી નામવસ્ત્ર વગેરેનો સ્વીકાર કરવો પ્રસ્તુતમાં ઉચિત નથી. કદાચ નામાદિ વસ્ત્રનો સ્વીકાર કરી લેવામાં આવે તો પણ તે કલ્પિત જ છે, વાસ્તવિક નહિ. (અહીં નામાદિ વસ્ત્રો આ રીતે સમજવા. (૧) “વસ્ત્ર' આવું નામ એટલે નામવસ્ત્ર. અથવા કોઈક વ્યક્તિનું કે વસ્તુનું “વસ્ત્ર' એવું નામ પાડવામાં આવે તો તે વ્યક્તિ કે વસ્તુ પણ નામવસ્ત્ર કહેવાય. (૨) વસ્ત્રની આકૃતિ-ચિત્ર એટલે સ્થાપનાવસ્ત્ર. (૩) દ્રવ્યવસ્ત્રના બે ભેદ છે, આગમથી દ્રવ્યવસ્ત્ર અને નોઆગમથી દ્રવ્યવસ્ત્ર. વસ્ત્રને જાણનાર વ્યક્તિ વર્તમાનમાં વસ્ત્રઉપયોગ વગરની હોય તો તે વ્યક્તિ એટલે આગમથી દ્રવ્યવસ્ત્ર. નોઆગમથી દ્રવ્યવસ્ત્રના ત્રણ ભેદ છે. (ક) જ્ઞશરીર દ્રવ્યવસ્ત્ર, (ખ) ભવ્યશરીર દ્રવ્યવસ્ત્ર અને (ગ) , તવ્યતિરિક્ત દ્રવ્યવસ્ર. જે વ્યક્તિ વસ્ત્રના સ્વરૂપને જાણી અને મૃત્યુ પામી હોય તેનો મૃતદેહ એટલે નોઆગમથી જ્ઞશરીર દ્રવ્યવઢ. જે માણસ વર્તમાનમાં વસ્ત્રને ન જાણવા છતાં ભવિષ્યમાં વસ્ત્રનો જાણકાર . બનવાનો હોય તેને નોઆગમથી ભવ્ય શરીર દ્રવ્યવસ્ત્ર કહેવાય. તથા વસ્ત્રરૂપે પરિણમનારા તંતુઓ એટલે નોઆગમથી વ્યતિરિક્ત વસ્ત્ર. (૪) ભાવવસ્ત્રના બે ભેદ છે. આગમથી ભાવવસ્ત્ર અને નોઆગમથી * ભાવવસ્ત્ર. વર્તમાનમાં વસ્ત્રના ઉપયોગવંત જ્ઞાતા કે તથાવિધ જ્ઞાનાદિઉપયોગ એટલે આગમથી ભાવવસ્ત્ર. શરીરઆચ્છાદન આદિ અર્થક્રિયા કરવા માટે સમર્થ તંતુનિર્મિત વસ્ત્ર એટલે નોઆગમથી ભાવવસ્ત્ર.)
| ( દિ.) નામવસ્ત્ર, સ્થાપનાવસ્ત્ર, આગમથી દ્રવ્યવસ્ત્ર, નોઆગમથી જ્ઞશરીર-ભથશરીર-તવ્યતિરિક્ત દ્રવ્યવસ્ત્ર કે આગમથી ભાવવસ્ત્ર વગેરેમાં પ્રસિદ્ધ વસ્ત્રત્વ વગેરે જાતિ રહેતી નથી. આથી તથાવિધ વસૂત્વ વગેરે જાતિરૂપે નામ-સ્થાપના-દ્રવ્ય વસ્ત્ર વગેરે પરમાર્થથી વિશ્વમાં નથી. તે અપેક્ષાએ નામાદિ વસ્ત્ર કાલ્પનિક છે. ફક્ત નોઆગમથી ભાવવસ્ત્ર વગેરે જ વસ્ત્રવારિરૂપે અહીં વ્યવહાર કરવા યોગ્ય તરીકે અભિપ્રેત છે. તેથી જ વસ્ત્ર વગેરેની ખરીદી કરવા નીકળેલો માણસ નામવસ્ત્ર, સ્થાપનાવસ્ત્ર કે દ્રવ્યવ વગેરેની ખરીદી કરતો નથી. પરંતુ નોઆગમથી ભાવવસ્ત્ર સ્વરૂપે જે પ્રસિદ્ધ હોય તેને જ ખરીદે છે. જો દ્રવ્યવસ્ર વગેરે પણ વસ્રરૂપે પારમાર્થિક હોય તો કપાસ, તંતુ, વૃક્ષની છાલ (=વલ્કલ) વગેરેનો પણ વસ્ત્રસ્વરૂપે કોઈ વ્યવહાર કરે તો તેવા વ્યવહારને પ્રામાણિક માનવાની આપત્તિ આવે. કારણ કે કપાસ વગેરેમાં પણ ભવિષ્યમાં વસ્રરૂપે પરિણમવાની યોગ્યતા વર્તમાનકાળે રહેલી છે જ.