Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૭/૬
• अभेदोपचारतः परपीडापरिहारादियत्न: 0
८४७ वर्जितम् । नोकर्मरहितं विद्धि निश्चयेन चिदात्मनः।।” (पर.प.८) इति परमानन्दपञ्चविंशतिकाकारिका-- भावितान्तःकरणतया मत्स्य-कण्टकन्यायेन भाव्यम् । तथा विषय-कषायादिमलोन्मूलनाय नित्यं व्यवहारनयसम्मतचतुश्शरण-दुष्कृतगर्हादिकं सेवनीयम् ।
प्रकृते देहे जीवाऽभेदोपचारस्य आध्यात्मिकप्रयोजनन्तु (१) अन्यशरीरपीडापरिहारद्वारा अन्यजीवपीडापरिहारः,
(२) व्याधिग्रस्तमन्यं पुमांसं दृष्ट्वा करुणादिभावप्रादुर्भावः,
(૩) શરીરેન -હિંઢિપ્રવૃત્ત “ધિ માં પ્રવિ-હિંસવિસ્તર્' ત પશ્ચાત્તાપાનનાऽऽविर्भावश्च । ततश्च “जं देवाणं सोक्खं सव्वद्धापिंडियं अणंतगुणं । ण य पावइ मुत्तिसुहं णंताहिं वग्ग " -वग्गूहिं ।।” (औ.सू.४४/गाथा-१४/पृष्ठ ११६) इति औपपातिकसूत्रदर्शितं सिद्धसुखमविलम्बेनाऽऽविर्भवेत् का TI૭/૬ કારિકાથી મુમુક્ષુએ પોતાના અન્તઃકરણને ભાવિત કરવું. માછલી અને તેના શરીરમાં કાંટા સાથે હોવા છતાં માંસાહારી માણસ કાંટાને છોડી માછલીના માંસને પકડે છે. તે ન્યાયથી = ઉદાહરણથી આત્મા અને દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોંકર્મ સાથે હોવા છતાં મુમુક્ષુ જીવ દ્રવ્યકર્મ વગેરેને છોડી, આત્માને પકડે છેતેવી વિભાવના કરવી. તેમજ વિષય, કષાય વગેરે મળને ઉપયોગમાંથી ઉખેડવા માટે વ્યવહારનયમાન્ય ચાર શરણાનો સ્વીકાર, દુષ્કતગ આદિ ઉપાયોનું નિત્યસેવન કરવું જોઈએ.
A અભેદ ઉપચારનું પ્રયોજન 8 (ક) પ્રસ્તુતમાં દેહમાં જીવનો અભેદ ઉપચાર કરવાનું આધ્યાત્મિક પ્રયોજન એ છે કે (૧) | કોઈના શરીરને નુકસાન કરવા દ્વારા બીજા જીવને પીડા પહોંચાડવાનું પાપ આપણે કરી ન બેસીએ.
(૨) “શરીર જીવ છે' - આવું સમજવાથી કોઈના શરીરમાં રોગ ઉત્પન્ન થાય તો તે શરીરધારી છે. રોગી જીવ પ્રત્યે સહાનુભૂતિ જન્મે. “જીવ કરતાં શરીર જુદું છે' - તેવું જાણે તો જડ શરીરમાં રોગ થાય ત્યારે અન્ય દર્દી પ્રત્યે શું સહાનુભૂતિ જન્મે ?
(૩) “શરીર જીવ છે' - એવું જાણી આપણા શરીર દ્વારા પ્રમાદ-હિંસા વગેરે પાપ થઈ જાય ત્યારે હાય ! મારાથી આ પ્રમાદ-હિંસા વગેરે પાપ થઈ ગયા!” આ રીતે પશ્ચાત્તાપની પાવક ધારા પ્રગટાવી શકાય. તેના લીધે સિદ્ધસુખ વિના વિલંબે પ્રગટે. ઔપપાતિકસૂત્રમાં સિદ્ધસુખને દર્શાવતાં કહેલ છે કે “અનુત્તરવિમાન સુધીના તમામ દેવોનું જે સુખ છે તે ત્રણેય કાળનું ભેગું કરવામાં આવે અને તેને અનંતગુણ અધિક કરવામાં આવે તેમજ અનંત વર્ગ-વર્ગથી ગણવામાં આવે તો પણ મુક્તિસુખની તુલનાને પ્રાપ્ત કરતું નથી.” ૨૨ = ૪. ૪ = ૧૬. તેથી બેનો વર્ગ-વર્ગ સોળ થાય. આ ૧ વખત વર્ગ-વર્ગ કહેવાય. આવા અનંતા વર્ગ-વર્ગ શૈકાલિક સમસ્ત દેવસુખના કરવામાં આવે તો પણ તે સિદ્ધસુખ સમાન બની ન શકે. તેવું પ્રત્યેક સિદ્ધાત્મા પાસે પ્રતિસમય સુખ હોય છે. આ સિદ્ધસુખને લક્ષમાં રાખી સાંસારિક સુખ પ્રત્યે ઉદાસીનતા કેળવવાની સૂચના આડકતરી રીતે અહીં થાય છે. (૬) 1. यद् देवानां सौख्यं सर्वातापिण्डितम् अनन्तगुणम्। न च प्राप्नोति मुक्तिसुखम् अनन्तैः वर्ग-वर्गः।।