Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૭/૭
o आत्मवञ्चनं त्याज्यम् ।
८५१ प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – 'आत्मा तु शुद्धः, निरञ्जनः, निराकारः, असङ्गः अलिप्तश्च' प इत्युक्त्वा मनसा अन्यजीवद्वेष-तिरस्कारादिकरणं ह्यात्मवञ्चनम्। ततः जीवपरिरक्षणाय असद्भूत-रा व्यवहारोपनयद्वितीयभेदः आत्मगुणे पुद्गलद्रव्यगुणमुपचर्येदं वक्ति यदुत “परप्रपीडककृष्णलेश्याक्रान्तः .. कस्माद् भवसि ? अधुना भावपरिणतिरूपा ते लेश्या कृष्णा । त्यज इमाम् । मा 'अहं निरञ्जनोऽस्मि' " इति गर्वमुद्वह" इति। इत्थमयमात्मार्थिनमनुशास्ति। राग-द्वेषात्मकगर्वसङ्क्षये एव “रागस्स दोसस्स श य संखएणं एगंतसोक्खं समुवेइ मोक्खं” (उत्त.३२/२) इति उत्तराध्ययनसूत्रोक्तं मोक्षसुखं प्रादुर्भवेत् क TI૭/૭ના
9 લશ્યાનો વર્ણ દેખાડવાનું પ્રયોજન . આધ્યાયિક ઉપનય :- “આત્મા તો શુદ્ધ છે, નિરંજન-નિરાકાર છે, અસંગ અને અલિપ્ત છે - આવું હોઠથી બોલવાનું અને મનમાં અન્ય જીવો પ્રત્યે દ્વેષ-દુર્ભાવ-ધિક્કાર-તિરસ્કાર રાખવાનો - આવી આત્મવંચનામાંથી જીવને ઉગારવા માટે અસભૂત વ્યવહાર ઉપનયનો બીજો પ્રકાર આત્મગુણમાં છે પુગલદ્રવ્યગુણનો ઉપચાર કરીને કહે છે કે “બીજાને ભયંકર નુકસાન પહોંચાડવા તૈયાર થનારી કૃષ્ણ- હા લેશ્યાનો તું અત્યારે શા માટે શિકાર બની રહ્યો છે ? તારી ભાવપરિણતિસ્વરૂપ લેગ્યા કાળી છે. તેને તું છોડ. “હું નિરંજન છું – એવા અભિમાનને ધારણ ન કર.” આ રીતે અસદ્ભુત વ્યવહારનો બીજો સ ભેદ સાધકની આંખ ખોલવાનું કામ કરે છે. ખરેખર ગર્વ-અભિમાન તો રાગ-દ્વેષાત્મક છે. તેનો સંપૂર્ણતયા ક્ષય થાય તો જ મોક્ષસુખ પ્રગટ થાય. આ અંગે ઉત્તરાધ્યયનસૂત્રમાં જણાવેલ છે કે “રાગ અને દ્વેષ પૂરેપૂરા ખપી જાય તો જીવ એકાંતસુખરૂપ મોક્ષને મેળવે છે.” (૭)
ન લખી રાખો ડાયરીમાં... ૪ ) કોરી સાધનામાં સફળતાની તાલાવેલી હોય છે. ઉપાસનામાં સ-રસતાનો અનાહત નાદ સંભળાય છે. વાસના આધિ-વ્યાધિ-ઉપાધિને આમંત્રે છે. ઉપાસના ઉપાધિરહિત થવાના માર્ગે ઉડ્ડયન કરે છે. વાસનામાં અધીરાઈ છે, અસહિષ્ણુતા છે, અસ્થિરતા છે. ઉપાસના ઘીર છે, સહિષ્ણુ છે, સ્થિર છે. સાધના સ્વગુણદર્શન કરાવે તો અભિમાન પેદા કરે. ઉપાસના તો સ્વદોષદર્શન કરાવવા દ્વારા નમ્રતા જ પ્રગટાવે છે.
1. रागस्य द्वेषस्य च सक्षयेण एकान्तसौख्यं समुपैति मोक्षम् ।