Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
3D
८२४
आत्म- मतिज्ञानादीनां भेदः
७/३
તથા “મતિજ્ઞાનાદિક (તેહનું=) આત્મદ્રવ્યના ગુણ” ઇમ બોલાવિયઈં, ધર્મ-ધર્મીના ૨ ભેદથી(એ).` ૫૭/૩ા
अन्यद्रव्यसंयोगाऽनपेक्षणेन प्रकृतव्यवहारेऽ सद्भूतत्वाऽयोगात् संज्ञादिभेदेन तयोः भेदस्य व्यवहारतः सद्भूतत्वात् ।
अशुद्धसद्भूतव्यवहाराभिधानोपनयोदाहरणमाह - ' मतिज्ञानादि तस्यैव आत्मन' इति या भूतव्यवहृतिः सा अशुद्धा स्मृता शास्त्रादौ । अत्र हि सद्भूतव्यवहारे मतिज्ञानादिलक्षणाऽशुद्धगुणात्मद्रव्ययोः र्श षष्ठ्या भेदोपदर्शनादशुद्धत्वं विज्ञेयम्।
दर्शितयोः उभयोः शुद्धाऽशुद्धव्यवहारयोरेकस्मिन्नेवात्मद्रव्ये प्रवृत्तेः द्रव्यान्तरसंयोगानपेक्षणात् જ બની જશે. જેમ સાંયોગિક-ઔપાધિક ગુણધર્મને ગ્રહણ કરનાર ઉપનય અસદ્ભૂત કહેવાય, તેમ વસ્તુમાં અવિદ્યમાન ગુણધર્મનો આરોપ કરનાર ઉપનયને પણ અસદ્ભૂત જ કહેવો જોઈએ. તેથી આત્મા અને કેવલજ્ઞાન વચ્ચે ભેદને જણાવનાર પ્રસ્તુત ઉપનયને ‘અસદ્ભુત' કહેવો વ્યાજબી જણાય છે. * ગુણ-ગુણીનો ભેદ વાસ્તવિક
શમન :- (અન્ય.) ‘આત્માનું કેવલજ્ઞાન' - આવા વાક્યપ્રયોગમાં પરદ્રવ્યસંયોગની અપેક્ષા ન હોવાથી તેનો અસદ્ભૂતવ્યવહાર તરીકે કહી શકાય તેમ નથી. વળી, નિશ્ચયથી આત્મા અને કેવલજ્ઞાન વચ્ચે અભેદ હોવા છતાં પણ વ્યવહારનયથી તે બન્ને વચ્ચે રહેલો ભેદ પણ વાસ્તવિક છે. આનું કારણ એ છે કે આત્મા અને કેવલજ્ઞાન - આ બન્નેના વાચક શબ્દ જુદા જુદા છે. બન્નેના કાર્ય વગેરે પણ જુદા છે. જો આત્મા અને કેવલજ્ઞાન વચ્ચે સર્વથા અભેદ હોય તો બધા જ આત્મા કેવલજ્ઞાની કહેવાવા જોઈએ. પણ વ્યવહારમાં તેવું થતું નથી. તેમજ તે બન્નેના નામ, કાર્ય વગેરેમાં પણ ભેદ ન હોવો જોઈએ. પણ તે ભેદ તો સર્વજનવિદિત જ છે. તેથી વ્યવહારનયના દૃષ્ટિકોણથી, આત્મા અને કેવલજ્ઞાન વચ્ચે ભેદ સદ્ભૂત = વાસ્તવિક છે. સદ્ભૂત ભેદને જણાવનાર હોવાથી ઉપરોક્ત વ્યવહારને સદ્ભૂત માનવો વ્યાજબી જ છે.
જી સદ્ભૂત વ્યવહારના બીજા ભેદની ઓળખ 5
(શુદ્ઘ.) પ્રથમ ઉપનયનો બીજો ભેદ અશુદ્ધ સદ્ભૂત વ્યવહાર છે. તેના ઉદાહરણને ગ્રંથકારશ્રી શ્લોકના ઉત્તરાર્ધ દ્વારા જણાવે છે. ‘આત્માના જ મતિજ્ઞાનાદિ ગુણો છે' - આ પ્રમાણે ષષ્ઠી વિભક્તિથી ગર્ભિત જે સદ્ભૂત વ્યવહાર થાય છે, તેને શાસ્ત્ર વગેરેમાં અશુદ્ધ જણાવેલ છે. ‘મતિજ્ઞાનાદિ આત્માના ગુણ છે' - આ સદ્ભૂત વ્યવહાર ઉપનય મતિજ્ઞાનાદિ અને આત્મા વચ્ચે ભેદને સૂચવે છે. આ વ્યવહાર અશુદ્ધ હોવાનું કારણ એ છે કે મતિજ્ઞાનાદિ ગુણો અશુદ્ધ છે. મતિજ્ઞાની આત્મા પણ અશુદ્ધ દ્રવ્ય છે. અશુદ્ધ ગુણ અને અશુદ્ધ ગુણી વચ્ચે ષષ્ઠી વિભક્તિ ભેદને જણાવનાર હોવાથી પ્રસ્તુત સદ્ભૂત વ્યવહાર અશુદ્ધ છે આ પ્રમાણે જાણવું.
-
* વ્યવહારમાં સદ્ભૂતપણાનું બીજ જાણીએ
(શિત.) ‘કેવલજ્ઞાન આત્માનો ગુણ છે’, ‘મતિજ્ઞાનાદિ આત્માના ગુણ છે'- આ પ્રમાણે જણાવેલ .- ચિહ્નદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. આ.(૧)માં છે..